ટ્રેડ-વૉરની ક્રાઇસિસથી ડૉલરની પ્રતિસ્પર્ધી કરન્સી ગગડતાં સોનું વધુ ઘટ્યું

ઇન્વેસ્ટરોએ સોનાને બદલે જૅપનીઝ યેન, અમેરિકન સિક્યૉરિટી વગેરેમાં ખરીદી વધારી : સોનું વધુ ઘટીને વર્લ્ડ માર્કેટમાં સાડાછ મહિનાના તળિયે

ggold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

ટ્રેડ-વૉરની ક્રાઇસિસને કારણે ડૉલરની પ્રતિસ્પર્ધી દરેક કરન્સી ગગડતાં ડૉલર સ્ટેડી રહ્યો હતો અને સોનાને સપોર્ટ મળ્યો નહોતો. ટ્રેડ-વૉરની ક્રાઇસિસના માહોલમાં ઇન્વેસ્ટરોએ ગોલ્ડને બદલે જૅપનીઝ યેન, અમેરિકન સિક્યૉરિટી વગેરેની ખરીદી વધારતાં સોનું વધુ ઘટ્યું હતું. સોનું વર્લ્ડ માર્કેટમાં વધુ ઘટીને સાડાછ મહિનાના તળિયે પહોંચ્યું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

ચીનનો ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ જાન્યુઆરી-મેમાં ૧૬.૫ ટકા વધ્યો હતો જે જાન્યુઆરી-એપ્રિલમાં ૧૫ ટકા જ વધ્યો હતો. અમેરિકાના હોમપ્રાઇસ એપ્રિલમાં ૬.૬ ટકા વધ્યા હતા જે માર્ચમાં ૬.૭ ટકા વધ્યા હતા અને માર્કેટની ધારણા ૬.૮ ટકાની હતી. અમેરિકાના ડલાસના ફેડ પ્રેસિડન્ટના મતે ૨૦૧૮માં હજી બે વખત ફેડ ઇન્ટરેસ્ટ-રેટ વધારી શકે છે, જ્યારે ઍટલાન્ટાના ફેડ પ્રેસિડન્ટે જણાવ્યું હતું કે જો ટ્રેડ-વૉર વધુ ખરાબ તબક્કામાં પહોંચે તો ફેડે ૨૦૧૮માં ચોથી વખત ઇન્ટરેસ્ટ-રેટ વધારવાનું જોખમ લેવું જોઈએ નહીં. બ્રિટિશ પાઉન્ડ અને જૅપનીઝ યેન ઘટતાં ડૉલર વધુ સ્ટ્રૉન્ગ થતાં સોનું વધુ ઘટ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકાના હાઉસ ઑફ રીપ્રેઝન્ટેટિવ દ્વારા ફૉરેન ઇન્વેસ્ટમેન્ટના નિયમોને કડક બનાવતું બિલ મંજૂર કરાયું હતું જેને પગલે અમેરિકન ટેક્નૉલૉજીમાં ઇન્વેસ્ટ કરતી ચાઇનીઝ કંપનીઓ પર નિયંત્રણો મુકા ચૂક્યાં છે. અમેરિકા દ્વારા ધડાધડ લેવાઈ રહેલાં પગલાંને કારણે યુરોપ, કૅનેડા, ચીન, મેક્સિકો વગેરે દેશોની ઇકૉનૉમિક કન્ડિશન વધુ ખરાબ બની રહી છે એની અસરે ત્યાંની કરન્સી નબળી પડતાં ડૉલર વધુ ને વધુ સ્ટ્રૉન્ગ બની રહ્યો છે અને એને પગલે સોનું એકધારું ઘટી રહ્યું છે, પણ આ ટ્રાન્ઝિશન પિરિયડ હોવાથી લાંબો સમય ડૉલર એકધારો સ્ટ્રૉન્ગ બને એ શક્ય નથી. આથી સોનામાં ગમે ત્યારે બાઉન્સબૅક જોવા મળી શકે છે. લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટરો માટે હાલ સોનું ખરીદવાનો ઉત્તમ સમય હોવાની સલાહ ટૉપ લેવલના ઍનલિસ્ટો આપી રહ્યા છે.

ચીનની ગોલ્ડ ઇમ્પોર્ટ મે મહિનામાં ૫૦ ટકા વધી

વર્લ્ડના ટૉપ ગોલ્ડ ઇમ્પોર્ટર ચીનની ગોલ્ડ ઇમ્પોર્ટ મે મહિનામાં હૉન્ગકૉન્ગથી ૫૦ ટકા વધી હતી. એક્સપોર્ટને બાદ કરતાં નેટ ગોલ્ડ ઇમ્પોર્ટ મે મહિનામાં ૫૭.૬૪ ટન થઈ હતી જે એપ્રિલમાં ૩૮.૪૨ ટન થઈ હતી, જ્યારે ટોટલ ગોલ્ડ ઇમ્પોર્ટ મે મહિનામાં બાવન ટકા વધીને ૬૨.૩૮ ટન થઈ હતી જે એપ્રિલ મહિનામાં ૪૦.૯૫ ટન નોંધાઈ હતી. ચીનની મોટા ભાગની ગોલ્ડ ઇમ્પોર્ટ હૉન્ગકૉન્ગ મારફત થઈ રહી હોવાથી ઇમ્પોર્ટનો ટ્રેન્ડ આ ડેટા પરથી મળી શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK