ટ્રેડ-વૉરની ક્રાઇસિસ છતાં ડૉલર સ્ટ્રૉન્ગ હોવાથી સોનામાં નરમાઈ યથાવત

ટ્રમ્પે યુરોપિયન સેકન્ડહૅન્ડ કાર પર ૨૦ ટકા ઇમ્પોર્ટ-ડ્યુટી લગાડતાં ટ્રેડ-વૉર વધુ આક્રમક બની : અન્ય કરન્સીની નરમાઈ સામે ડૉલરની મજબૂતી યથાવત

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

ટ્રમ્પ દ્વારા યુરોપિયન સેકન્ડહૅન્ડ કાર પર ૨૦ ટકા ઇમ્પોર્ટ-ડ્યુટી લાગુ કરવાની તેમ જ ચાઇનીઝ ટેક્નૉલૉજી પર વધુ નિયંત્રણોની જાહેરાત બાદ ટ્રેડ-વૉર વધુ આક્રમક બની હતી અને અમેરિકા, યુરોપ અને અન્ય દેશોના સ્ટૉક ઇન્ડેક્સ પણ ઘટ્યા હતા. જોકે અન્ય કરન્સીની નબળાઈ હોવાથી ડૉલર કરન્સી બાસ્કેટમાં સ્ટ્રૉન્ગ હોવાથી સોનામાં નરમાઈ યથાવત રહી હતી.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાનો પ્રિલિમનરી મૅન્યુફૅક્ચરિંગ PMI (પરચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ) જૂનમાં ઘટીને ૫૪.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે મે મહિનામાં ૫૬.૪ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૬.૫ પૉઇન્ટની હતી. મૅન્યુફૅક્ચરિંગ PMI છેલ્લા સાત મહિનાના તળિયે પહોંચ્યો હતો. અમેરિકાનો સર્વિસ સેક્ટરનો પ્રિલિમનરી PMI જૂનમાં ૫૬.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે મે મહિનામાં ૫૬.૮ પૉઇન્ટ હતો, પણ માર્કેટની ધારણા ૫૬.૪ પૉઇન્ટની હતી. એને કારણે સર્વિસ PMI ઊંચો આવ્યો હતો. મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ PMI જૂનમાં ઘટ્યા હોવા છતાં કમ્પોઝિટ ઇન્ડેક્સ જૂનમાં ઘટીને ૫૬ પૉઇન્ટ રહ્યો હતો જે મે મહિનામાં ૫૬.૬ હતો, પણ માર્કેટની ૫૫.૧ પૉઇન્ટની ધારણા કરતાં કમ્પોઝિટ PMI ઊંચો આવ્યો હતો. જર્મનીનો બિઝનેસ ક્લાઇમેન્ટ ઇન્ડેક્સ એક વર્ષના તળિયે પહોંચ્યો હતો. ચીને રિઝર્વ રિક્વાયરમેન્ટ રેશિયોમાં ૫૦ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કર્યો હતો અને યુઆન છ મહિનાના તળિયે ઑફશૉર માર્કેટમાં પહોંચ્યો હતો. ચાલુ સપ્તાહે અમેરિકાના ફસ્ર્ટ ક્વૉર્ટરનો ફાઇનલ ગ્રોથરેટ જાહેર થવાનો હોવાથી ડૉલર ઇન્ડેક્સ ૦.૧ ટકા વધીને ૯૪.૫૮૫ થયો હતો જે હજી પણ જુલાઈ-૨૦૧૭ પછીની ઊંચાઈએ હોવાથી સોનામાં ઘટાડો જોવા મળ્યો હતો.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

ડોનલ્ડ ટ્રમ્પે યુરોપિયન દેશોમાં ઍસેમ્બલ થતી કારની ઇમ્પોર્ટ પર ૨૦ ટકા ડ્યુટી લાદી હતી તેમ જ ચાઇનીઝ કંપનીઓને અમેરિકન ટેક્નૉલૉજી કંપનીઓમાં ઇન્વેસ્ટ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ચીનમાંથી અમેરિકામાં થતી ટેક્નૉલૉજી એક્સપોર્ટ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો હતો. અમેરિકાની યુરોપ, ચીન, મેક્સિકો, કૅનેડા, ભારત સાથેની ટ્રેડ-વૉર વધુ આક્રમક બની રહી છે ત્યારે અમેરિકા, યુરોપ અને અન્ય દેશોના સ્ટૉક ઇન્ડેક્સ ઘટી રહ્યા છે; પણ અમેરિકી ડૉલર હજીયે સ્ટ્રૉન્ગ છે. યુરો, યેન અને પાઉન્ડની મંદીને પગલે ડૉલરને સતત મજબૂતી મળી રહી છે. ડૉલર મજબૂત હોવાથી સોના પર અન્ય ફૅક્ટર અસર કરતાં નથી, કારણ કે સમગ્ર વિશ્વમાં સોનાનો ટ્રેડ ડૉલરમાં થતો હોવાથી અમેરિકા સિવાયના અન્ય દેશોને ડૉલરની મજબૂતીથી સોનું મોંઘું મળી રહ્યું હોવાથી ડિમાન્ડ એકધારી ઘટી રહી છે જેને કારણે સોનામાં મંદી વધી રહી છે. જે દિવસે ડૉલર નબળો પડશે ત્યારે સોનામાં તેજીનાં અનેક કારણો મોજૂદ હોવાથી સોનું સ્પ્રિંગની જેમ ઊછળશે.

સોના-ચાંદીના લોકલ ભાવ સતત ત્રીજા દિવસે સુધર્યા

રૂપિયાની નરમાઈ અને નીચા ભાવે જ્વેલરીની ડિમાન્ડ શરૂ થતાં લોકલ માર્કેટમાં સોના-ચાંદીના ભાવ ગઈ કાલે સતત ત્રીજા દિવસે સુધર્યા હતા. મુંબઈ માર્કેટમાં સોનાનો ભાવ ગઈ કાલે પ્રતિ ૧૦ ગ્રામ ૯૦ રૂપિયા વધીને ૩૦,૭૧૦ રૂપિયા બોલાયો હતો જે બે વર્કિંગ દિવસ અગાઉ ૩૦,૫૭૦ રૂપિયા હતો. ચાંદીનો ભાવ ગઈ કાલે પ્રતિ કિલો ૮૫ રૂપિયા સુધરીને ૩૯,૮૨૦ રૂપિયા બોલાયો હતો જે બે વર્કિંગ દિવસ અગાઉ ૩૯,૪૫૫ રૂપિયા હતો. વર્લ્ડ માર્કેટમાં ડૉલરની મજબૂતીથી સોના-ચાંદીના ભાવ હાલ છ મહિનાના તળિયે પહોંચ્યા હોવાથી અહીં નીચા ભાવે ડિમાન્ડ સારી જોવા મળી રહી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK