અમેરિકી ઇકૉનૉમીના બ્રાઇટ પિક્ચરથી ડૉલર સુધરતાં સોનું છ મહિનાના તળિયે

ફેડ ચૅરમૅન જેરોમ પૉલે ECB ફોરમમાં અમેરિકાની જૉબમાર્કેટ અને ઇન્ફ્લેશનનું બ્રાઇટ પિકચર મૂક્યું : ડૉલર ઇન્ડેક્સ ફરી વધીને ૧૧ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

પોટુર્ગબલમાં ચાલી રહેલી ECB (યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક) ફોરમમાં ફેડ ચૅરમૅન જેરોમ પૉલે અમેરિકી જૉબમાર્કેટ અને ઇન્ફ્લેશન વિશે બ્રાઇટ પિક્ચર રજૂ કરીને ઇન્ટરેસ્ટ-રેટમાં સતત વધારો કરવાની કમેન્ટ કરતાં ડૉલર ઇન્ડેક્સ ૧૧ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જોકે અન્ય સેન્ટ્રલ બૅન્કોના વડાઓએ ટ્રેડ-વૉરને કારણે આવનારા દિવસોમાં ઇકૉનૉમિક ગ્રોથને મોટો ધક્કો પહોંચવાની વાત કહી હતી. જેરોમ પૉલની કમેન્ટ બાદ સોનું ઘટીને છ મહિનાના તળિયે પહોંચ્યું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત


અમેરિકામાં એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ મે મહિનામાં ૦.૪ ટકા ઘટ્યું હતું, માર્કેટની ધારણા ૧.૫ ટકા વધારાની હતી. અમેરિકાની કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ ફસ્ર્ટ ક્વૉર્ટરમાં GDP (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)ના ૨.૫ ટકાએ પહોંચી હતી જે અગાઉના ક્વૉર્ટરમાં GDPના ૨.૪ ટકા હતી. કરન્ટ અકાઉન્ડ ડેફિસિટ ૨૦૦૮ના છેલ્લા ક્વૉર્ટર પછીની સૌથી મોટી છે. જોકે ઇકૉનૉમિસ્ટો અને માર્કેટની ધારણા કરતાં આ ડેફિસિટ ઓછી રહી હતી. અમેરિકામાં વીતેલા સપ્તાહ દરમ્યાન મૉર્ગેજ ઍપ્લિકેશનમાં ૫.૧ ટકાનો વધારો નોંધાયો હતો જેમાં અગાઉના સપ્તાહે ૧.૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. કરન્સી માર્કેટમાં ડૉલરની પ્રતિસ્પર્ધી દરેક કરન્સી નબળી પડી રહી હોવાથી ડૉલર ઇન્ડેક્સ ફરી ૧૧ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો. મારિયો દ્રાઘીની કમેન્ટ બાદ યુરો સતત ઘટી રહ્યો છે. બ્રેક્ઝિટના અમલમાં આવી રહેલી તકલીફને કારણે બ્રિટિશ પાઉન્ડ પોણાઆઠ મહિનાના તળિયે પહોંચ્યો હતો. ડૉલરની મજબૂતીથી સોનું ડિસેમ્બર-૨૦૧૭ પછીની નીચી સપાટીએ પહોંચ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

પોટુર્ગરલમાં ચાલી રહેલી ECB ફોરમ કૉન્ફરન્સમાં ફેડ ચૅરમૅન જેરોમ પૉલે અમેરિકી ઇન્ફ્લેશન અને જૉબમાર્કેટના ગ્રોથ વિશે બુલિશ કમેન્ટ કરતાં ડૉલર ફરી ૧૧ મહિનાની ઊંચાઈએ પહોંચતાં સોનું ઘટ્યું હતું, પણ આ કૉન્ફરન્સમાં અન્ય દેશોની સેન્ટ્રલ બૅન્કના વડાઓએ જે કમેન્ટ કરી હતી એ વર્લ્ડમાં ભવિષ્યમાં ઊભી થનારી ઇકૉનૉમિક ક્રાઇસિસનો અંદેશો આપે છે. ECBના પ્રેસિડન્ટ મારિયો દ્રાઘીએ જણાવ્યું હતું કે અમેરિકાની અન્ય દેશો સાથેની ટ્રેડ-વૉરથી વર્લ્ડ માર્કેટમાં બિઝનેસ કૉન્ફિડન્સ તળિયે પહોંચશે અને એની મોટી અસર ભવિષ્યમાં થનારા નવા ઇન્વેસ્ટમેન્ટ પર પડશે. રિઝર્વ બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયાના વડા ફિલિપ લાવેએ જણાવ્યું હતું કે ટ્રેડ-વૉર ગ્લોબલ ઇકૉનૉમિક ગ્રોથ માટે ખતરારૂપ બની રહી છે, ગ્રોથ ધીમો પડતાં કંપનીઓના એક્સ્પાન્શન અને ગ્રોથપ્લાન અટકી જશે. બૅન્ક ઑફ જપાનના વડા હરરિકો કુરાડોએ જણાવ્યું હતું કે ટ્રેડ-વૉરથી વર્લ્ડની સપ્લાય ચેઇનને બહુ મોટો ધક્કો પહોંચશે જે નવી ઇકૉનૉમિક ક્રાઇસિસ ઊભી કરશે. અમેરિકાની ચીન, યુરોપિયન દેશો, કૅનેડા, મેક્સિકો અને અન્ય દેશો સાથેની ટ્રેડ-વૉરને કારણે વર્લ્ડ ટ્રેડમાં મોટી ઊથલપાથલ સર્જા‍શે જેની સીધી અસર ઇકૉનૉમિક ગ્રોથ પર લાંબા ગાળે પડશે. આ સંજોગોમાં સોનામાં લૉન્ગ ટર્મ તેજીના સંજોગો વધુ મજબૂત બની રહ્યા છે, પણ શૉર્ટ ટર્મ ડૉલરની તેજી સોનાને હજી વધુ ઘટાડી શકે છે.

ગોલ્ડ સ્મગલિંગનું એક વર્ષથી ચાલતું રૅકેટ દિલ્હીમાં પકડાયું

સિવિલ એવિયેશન સિક્યૉરિટી ફોર્સ અને અન્યની ઑથોરિટી સાથે મળીને છેલ્લા એક વર્ષથી દિલ્હી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ગોલ્ડ સ્મગલિંગનું રૅકેટ ચલાવનારી આઠ જણની ગૅન્ગને રેવન્યુ ઇન્ટેલિજન્સે પકડી પાડી હતી. પિતા-પુત્રની જોડી દ્વારા ચલાવાતી ગૅન્ગે છેલ્લા એક વર્ષમાં ૧૦૦ કિલોથી વધુ સોનાનું સ્મગલિંગ કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. દુબઈ કસ્ટમ્સ દ્વારા ક્લિયરન્સની જવાબદારી આપીને આ ગૅન્ગ દ્વારા બેરોકટોક સોનાનું સ્મગલિંગ થઈ રહ્યું હતું. આ રૅકેટમાં ટેલિકૉમ કંપનીના કિઑસ્કમાં કામ કરતા કર્મચારીની સંડોવણી પણ બહાર આવી હતી. આ ગૅન્ગ પાસેથી રેવન્યુ ઇન્ટેલિજન્સે ૨.૧૦ કરોડ રૂપિયાની કિંમતનું ૬.૫ કિલો સોનું પકડ્યું હતું. વધુ તપાસને અંતે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા રૅકેટનો પર્દાફાશ થયો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK