અમેરિકા સામે ચીન પછી યુરોપ પણ ટ્રેડ વૉરમાં ઊતરતાં સોનાના ઘટાડાને બ્રેક

યુરોપિયન યુનિયને શુક્રવારથી અમેરિકન ગુડ્સ પર પચીસ ટકા ડ્યુટી લાદવાનો નિર્ણય લીધો : અમેરિકી ડૉલર ૧૧ મહિનાની ઊંચાઈએ પહોંચ્યા બાદ ઘટ્યો

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકા દ્વારા યુરોપિયન સ્ટીલ અને ઍલ્યુમિનિયમની ઇમ્પોર્ટ પર ટૅરિફ ડ્યુટી લાદવાના નિર્ણય સામે યુરોપિયન યુનિયને શુક્રવારથી તમામ અમેરિકન ગુડ્સ પર ઇમ્પોર્ટ ડ્યુટી લાદવાનો નિર્ણય લીધો હતો. ચીન બાદ યુરોપિયન યુનિયને પણ અમેરિકન ગુડ્સ પર ૨૫ ટકા ઇમ્પોર્ટ ડ્યુટી લાદતાં હવે ર્વલ્ડમાં ટ્રેડ-વૉર પરાકાષ્ઠાએ પહોંચી હતી જેને કારણે સોનું મંગળવારે ઘટીને એક તબક્કે ૧૨૭૦ ડૉલર થયું હતું. આ લેવલથી ગઈ કાલે સોનું સુધર્યું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકી બિલ્ડિંગ પરમિટમાં મે મહિનામાં ૪.૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો જે માર્કેટની ૧.૪ ટકાના ઘટાડાની ધારણાથી ઘણો મોટો ઘટાડો હતો. સિંગલ ફૅમિલી બિલ્ડિંગની પરમિટમાં ૨.૨ ટકાનો અને મલ્ટિ-ફૅમિલી પરમિટમાં ૮.૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે હાઉસિંગ સ્ટાર્ટ ઇન્ડેક્સ મે મહિનામાં પાંચ ટકા વધ્યો હતો જે એપ્રિલમાં ૩.૧ ટકા ઘટ્યો હતો. હાઉસિંગ સ્ટાર્ટ ઇન્ડેક્સ મે મહિનામાં ૧૧ ર્વષની ઊંચાઈએ પહોંચ્યો હતો. યુરો ઝોન કન્સ્ટ્રક્શન આઉટપુટ એપ્રિલમાં ૧.૮ ટકા વધ્યું હતું જે અગાઉના મહિને ૧.૨ ટકા જ વધ્યું હતું. જોકે માર્કેટની બે ટકા વધારાની ધારણા કરતાં આઉટપુટ ઘટ્યુ હતું. યુરો ઝોનની કરન્ટ અકાઉન્ટ સરપ્લસ એપ્રિલમાં વધીને ૨૬.૨ અબજ યુરો થઈ હતી જે ગયા ર્વષે એપ્રિલમાં ૧૯.૬ અબજ યુરો હતી. ECB (યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક)ના પ્રેસિડન્ટની કમેન્ટ બાદ યુરો ગગડતાં ડૉલર મંગળવારે ઊછળ્યો હતો અને સોનું છ મહિનાના તળિયે ૧૨૭૦ ડૉલર થયું હતું. ગઈ કાલે પણ ડૉલરમાં પ્રૉફિટ-બુકિંગથી થોડો ઘટાડો થતાં સોનું પણ ઘટ્યા ભાવથી સુધર્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ


ECBના પ્રેસિડન્ટ મારિયો દ્રાઘીની કમેન્ટથી કરન્સી માર્કેટમાં યુ ટર્ન આવી ગયો હતો. હજી એક સપ્તાહ અગાઉ બૉન્ડ બાઇંગ પ્રોગ્રામ ચાલુ ર્વષના અંતે પાછો ખેંચવાની જાહેરાત કરી હતી. દ્રાધીએ જણાવ્યું હતું કે ‘ઇન્ટરેસ્ટ-રેટ વધારવા માટે ECB બહુ જ ધીરજ રાખશે અને ઇન્ટરેસ્ટ-રેટ વધારવા માટે ધારણા કરતાં વધુ સમય લાગશે, કારણ કે ઇન્ફ્લેશનનો ગ્રોથ બહુ જ ધીમો છે.’

દ્રાઘીની કમેન્ટ બાદ આઇરિશ સેન્ટ્રલ બૅન્કના વડાએ જણાવ્યું હતું કે બૉન્ડ બાઇંગ પ્રોગ્રામને પાછો ખેંચવાની ECBએ કરેલી જાહેરાતમાં પીછેહઠ થશે તો યુરો ઝોન ઇકૉનૉમી માટે શૉકિંગ હશે. યુરો ઝોન ઇકૉનૉમી હજી લાંબા સમયના રિસેશનમાંથી બહાર નીકળી શકી નથી ત્યારે બ્રિટનમાં બ્રેક્ઝિટ (યુરો ઝોનમાંથી બ્રિટનનું બહાર નીકળી જવું)ના અમલ માટેનું બિલ ફરી પાર્લમેન્ટના અપર હાઉસની મંજૂરી માટે મોકલાતાં બ્રિટિશ પાઉન્ડ ડૉલર સામે સાત મહિનાના તળિયે પહોંચ્યો હતો. ઓવરઑલ કરન્સી વૉરમાં હાલ ડૉલર એકધારો મજબૂત બની રહ્યો છે. એકમાત્ર સેફ હેવન જૅપનીઝ યેન સામે ડૉલર નબળો છે. એ સિવાયની તમામ કરન્સી સામે ડૉલર મજબૂત બની રહ્યો હોવાથી સોનામાં શૉર્ટ ટર્મ સુધારાના ચાન્સિસ બહુ જ ઓછા છે. એકમાત્ર જીઓપૉલિટિકલ કે ઇકૉનૉમિક ક્રાઇસિસની મોટી ઘટના બને અને સોનામાં સેફ હેવન ડિમાન્ડ મોટા પ્રમાણમાં નીકળે તો જ સોનું સુધરી શકે છે.

સાઉથ કોરિયાથી થતી ગોલ્ડ ઇમ્પોર્ટ પરનાં નિયંત્રણો દૂર કરવા માગણી

સાઉથ કોરિયા અને ભારત વચ્ચે થયેલા ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ અંતર્ગત થતી ગોલ્ડ ઇમ્પોર્ટ પર એક ર્વષ અગાઉ સરકારે નિયંત્રણો લાદી દીધાં હતાં. આ નિયંત્રણો દૂર કરવાની માગણી સાઉથ કોરિયા તરફથી કરવામાં આવી છે. ગોલ્ડ ઇમ્પોર્ટ પર ૧૦ ટકા કસ્ટમ્સ ડ્યુટી અને ત્રણ ટકા ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ લાગે છે. ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટના નિયમો અનુસાર આ બન્ને ડ્યુટી લાગતી નહોતી. આથી ગયા ર્વષે જુલાઈથી ઑગસ્ટ દરમ્યાન સાઉથ કોરિયાથી ૩૩.૮૦ કરોડ ડૉલરના કિંમતની ગોલ્ડ ઇમ્પોર્ટ થતાં ભારત સરકારે સાઉથ કોરિયાથી થતી ઇમ્પોર્ટ માટે ફરજિયાત લાઇસન્સ લેવાનો નિયમ અમલી બનાવ્યો હતો. જોકે આ નિયમ અનુસાર લાઇસન્સ માટે કોઈ ઇમ્પોર્ટરે હજી સુધી અરજી કરી નથી એવું સરકારનું કહેવું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK