ECB પ્રેસિડન્ટ દ્રાઘીની સ્પીચ બાદ ડૉલર સુધરતાં સોનું ઘટ્યું

અમેરિકા-સાઉથ કોરિયાએ જૉઇન્ટ મિલિટરી એક્સરસાઇઝ બંધ કરવાની જાહેરાત કરી : અમેરિકા-ચીનની ટ્રેડ-વૉરથી સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધી

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

ECB (યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક)ના પ્રેસિડન્ટ મારિયો દ્રાઘીએ ઇન્ટરેસ્ટ-રેટ વધારવા વિશે સાવચેતીભર્યું વલણ રાખવાની જાહેરાત કરતાં યુરોનું મૂલ્ય ડૉલર સામે ૦.૬ ટકા ઘટ્યું હતું અને અમેરિકી ડૉલર કરન્સી બાસ્કેટમાં ૧૧ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો. અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ-વૉરને કારણે અમેરિકી-યુરોપિયન સ્ટૉક માર્કેટ ગગડ્યાં બાદ ગઈ કાલે સવારે એશિયન સ્ટૉક પણ ઘટ્યા હોવાથી ડૉલર તૂટ્યો હતો અને સોનું સુધર્યું હતું, પણ મારિયો દ્રાઘીના પ્રવચન બાદ એકાએક ડૉલર સુધર્યો હતો અને સોનાના સુધારાને બ્રેક લાગી ભાવ ઘટ્યા હતા.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાનો હાઉસિંગ માર્કેટ ઇન્ડેક્સ જૂનમાં ઘટીને ૬૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે મે મહિનામાં ૭૦ પૉઇન્ટ હતો. સિંગલ ફૅમિલી હોમ સેલ્સ ઘટતાં આ ઇન્ડેક્સ ઘટ્યો હતો. અમેરિકાના ઍટ્લાન્ટાના ફેડ પ્રેસિડન્ટે જણાવ્યું હતું કે ‘અમેરિકન ઇકૉનૉમિક ગ્રોથને ચીન સાથેના ટ્રેડ-વૉરથી મોટું નુકસાન જઈ શકે છે. અમેરિકાએ ચાઇનીઝ ગુડ્સ પર ઇમ્પોર્ટ ટૅરિફ લાદતાં જૅપનીઝ યેન સુધર્યો હતો અને અનેક સ્ટૉક ઇન્ડેક્સ ઘટ્યા હતા. ચાઇનીઝ સ્ટૉક ઇન્ડેક્સ ઘટીને ૨૩ મહિનાના તળિયે પહોંચ્યો હતો. ઑસ્ટ્રેલિયન સ્ટૉક ઇન્ડેક્સ સાડાપાંચ મહિનાના તળિયે પહોંચ્યો હતો. અમેરિકા અને યુરોપના સ્ટૉક ઇન્ડેક્સ પણ સોમવારે ઓવરનાઇટ ઘટ્યા હતા અને ગઈ કાલે સવારે એશિયન સ્ટૉક ઇન્ડેક્સ તૂટ્યા હોવાથી ડૉલર ઇન્ડેક્સ ૦.૨ ટકા ઘટીને ૯૪.૬૪૬ થયો હતો. ડૉલર ઇન્ડેક્સ તૂટતાં સોનું નીચા મથાળેથી સુધર્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડ-વૉર હવે ડેન્જર ઝોનમાં પ્રવેશી ચૂકી છે. ડોનલ્ડ ટ્રમ્પે અગાઉ ૫૦ અબજ ડૉલરના ચાઇનીઝ ગુડ્સ પર ૨૫ ટકા ઇમ્પોર્ટ ડ્યુટી લાદી હતી એની સામે વળતા પ્રહાર તરીકે ચીને ૫૦ અબજ ડૉલરના અમેરિકન ગુડ્સ પર ૨૫ ટકા ઇમ્પોર્ટ ટૅરિફ લાદી હતી. હવે વધારાના પ્રહાર તરીકે ડોનલ્ડ ટ્રમ્પે ૨૦૦ અબજ ડૉલરની ચાઇનીઝ ગુડ્સ પર ૧૦ ટકા ઇમ્પોર્ટ ટૅરિફ લાદી દીધી છે. વર્લ્ડની બે સૌથી મોટી ઇકૉનૉમી વચ્ચે ટ્રેડ-વૉરથી ક્રાઇસિસ વધી છે. ડોનલ્ડ ટ્રમ્પે કૅનેડા, મેક્સિકો અને યુરોપિયન દેશોથી ઇમ્પોર્ટ સ્ટીલ અને ઍલ્યુમિનિયમ પર પણ ઇમ્પોર્ટ ટૅરિફ લાદી હોવાથી આ દેશો સાથે પણ ટ્રેડ-વૉર શરૂ થઈ છે. આમ ટ્રમ્પના અમેરિકા ફસ્ર્ટ એજન્ડાથી નવી કન્ટ્રોવર્સી ઊભી થઈ છે અને એને કારણે સોનાનું સેફ હેવન સ્ટેટ્સ મજબૂત બનતાં સોનું સતત બે દિવસથી સુધરી રહ્યું છે. અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે કે ટ્રમ્પની પૉલિસીને કારણે અગાઉ નૉર્થ કોરિયા, ઈરાન, સિરિયા કે ચીન સંબંધી જે પ્રૉબ્લેમ ઊભા થયા છે એમાં અચાનક રિવર્સ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. આથી ટ્રમ્પની કન્ટ્રોવર્સિયલ પૉલિસીને લીધે સોનામાં ઊભી થયેલી તેજી છેતરામણી પણ સાબિત થઈ શકે છે આથી આ લેવલ પર શૉર્ટ ટર્મ ઇન્વેસ્ટ કરવું જોખમી બની શકે છે. સોનામાં હાલના તબક્કે લૉન્ગ ટર્મ એટલે કે એકથી દોઢ વર્ષ માટેનું ઇન્વેસ્ટ કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે, પણ શૉર્ટ ટર્મમાં બહુ લાભ મળી શકે એમ નથી.

જેમ્સ-જ્વેલરી એક્સપોર્ટ મે મહિનામાં ૧૧ ટકા ઘટી


ભારતીય રૂપિયાની મંદી અને અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ-વૉરની અસર ભારતીય જેમ્સ અને જ્વેલરી એક્સપોર્ટ પર પડી છે. મે મહિનામાં ભારતીય જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ ૧૧ ટકા ઘટી હતી જેમાં સિલ્વર જ્વેલરીની એક્સપોર્ટ મોટા પ્રમાણમાં ઘટીને ૪.૩૨ કરોડ ડૉલરે પહોંચી હતી જે ગયા વર્ષે મે મહિનામાં ૭૪.૬૬ કરોડ ડૉલરની થઈ હતી. ડાયમન્ડ અને ગોલ્ડ જ્વેલરીની એક્સપોર્ટ વધી હતી પણ એની સામે ગોલ્ડ મેડલની એક્સપોર્ટ ૮૮ ટકા ઘટતાં ઓવરઑલ એક્સપોર્ટ ઘટી હતી. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy