સોનું સાડાપાંચ મહિનાના તળિયેથી અમેરિકા-ચીન ટ્રેડ-વૉરના પગલે સુધર્યું

સિરિયા પર અમેરિકાના બૉમ્બમારાથી ટેન્શન વધવાની શક્યતા : અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડ-વૉરની અસરે સોનામાં સેફ હેવન ડિમાન્ડ નીકળી

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકન ફેડરલ રિઝર્વે ૨૦૧૮માં ત્રણને બદલે ચાર વખત ઇન્ટરેસ્ટ-રેટ વધારવાનું પ્રોજેક્શન રજૂ કરતાં એની અસરે ડૉલર સાત મહિનાની ઊંચાઈએ શુક્રવારે પહોંચ્યો હતો અને એની અસરે સોનું પણ સાડાપાંચ મહિનાના તળિયે પહોંચી ગયું હતું, પણ અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ-વૉર વધુ આક્રમક બનવાની શક્યતા અને સિરિયા પર અમેરિકાએ બૉમ્બમારો કર્યાના સમાચારથી સોનામાં સેફ હેવન ડિમાન્ડ નીકળતાં સોનું સુધર્યું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

જપાનની એક્સપોર્ટ મે મહિનામાં ૮.૧ ટકા વધી હતી જે માર્કેટની ૭.૫ ટકા વધારાની ધારણા કરતાં અને છેલ્લા ચાર મહિનામાં સૌથી વધુ વધી હતી. જપાનની ઇમ્પોર્ટ મે મહિનામાં ૧૪ ટકા વધી હતી જે જાન્યુઆરી પછીની સૌથી હાઇએસ્ટ અને માર્કેટની ૮.૨ ટકા વધારાની ધારણા કરતાં વધુ વધી હતી. જપાનની એક્સપોર્ટ કરતાં ઇમ્પોર્ટ વધુ વધી હોવાથી ટ્રેડ-ગૅપ વધ્યો હતો. અમેરિકામાં ઓવરસીઝ ઇન્વેસ્ટરોએ એપ્રિલ મહિનામાં ૧૩૮.૭ અબજ ડૉલરની ઍસેટ્સ ખરીદી હતી જે અગાઉના મહિને ૬૧.૮ અબજ ડૉલરની હતી. અમેરિકાનો કન્ઝ્યુમર્સ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ જૂન મહિનામાં વધીને ૯૯.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે છેલ્લા ત્રણ મહિનાનો સૌથી ઊંચો અને અગાઉના મહિને ૯૮ પૉઇન્ટ હતો. અમેરિકાનું ઇન્ડસ્ટિÿયલ પ્રોડક્શન મે મહિનામાં ૦.૧ ટકા ઘટ્યું હતું જે એપ્રિલમાં ૦.૯ ટકા વધ્યું હતું. માર્કેટની ધારણા ૦.૨ ટકા વધારાની હતી. યુરો ઝોનનું ઇન્ફ્લેશન મે મહિનામાં ૧૩ મહિનાની ઊંચાઈએ ૧.૯ ટકા રહ્યું હતું જે એપ્રિલમાં ૧.૩ ટકા હતું. જપાનનો ટ્રેડ-ગૅપ વધતાં તેમ જ અમેરિકાનું કન્ઝ્યુમર્સ સેન્ટિમેન્ટ સુધરતાં ડૉલર ઇન્ડેક્સ સાત મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો અને સોનું ઘટીને શુક્રવારે સાડાપાંચ મહિનાના તળિયે ૧૨૭૫.૦૧ ડૉલર થયું હતું, પણ ગઈ કાલે સોનું નીચા મથાળેથી સુધર્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડ-વૉર ફરી આક્રમક બની છે. બન્ને તરફથી એકબીજાના દેશમાંથી ઇમ્પોર્ટ થતી ચીજો પર ૨૫ ટકા ઇમ્પોર્ટ ટૅરિફ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ચીનના નિર્ણયને પગલે અમેરિકન એગ્રિકલ્ચર પ્રોડક્ટ્સની માર્કેટને મોટું નુકસાન જશે. અમેરિકા અને ચીન બન્ને વર્લ્ડની સૌથી મોટી બે ઇકૉનૉમી હોવાથી આ બન્ને દેશો વચ્ચે ટ્રેડ-વૉર શરૂ થતાં સોનાનું સેફ હેવન સ્ટેટસ ફરી મજબૂત થયું હતું અને સોનામાં નીચા મથાળેથી નવી લેવાલી શરૂ થઈ હતી. આમેય સોનું સાડાપાંચ મહિનાના તળિયે ૧૨૭૫ ડૉલરે પહોંચ્યું હતું જે વધારે પડતો ઘટાડો હોવાથી નીચા મથાળે લેવાલી શરૂ થવી સ્વાભાવિક હતી. અમેરિકાએ સિરિયાના મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર બૉમ્બાર્ડિંગ કર્યાનું સિરિયાએ જાહેર કર્યું હતું. જોકે અમેરિકાએ એનો ઇનકાર કર્યો હતો. નૉર્થ કોરિયા દ્વારા ડીન્યુક્લિયરાઇઝેશનની ખાતરી આપવામાં આવશે તો અમેરિકા અને સાઉથ કોરિયા મિલિટરી એક્સરસાઇઝ બંધ કરશે એવું વાઇટ હાઉસે જણાવ્યું હતું. ઓવરઑલ સોનું વધારે પડતું ઘટી ગયું હોવાથી હવે જો કોઈ પૉઝિટિવ સમાચાર આવશે તો સુધારો ઝડપી હશે. લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટરો માટે સોનામાં હાલ ખરીદીનો બહુ જ સારો મોકો દેખાઈ રહ્યો છે.

ગોલ્ડનું પાઉડર ફૉર્મમાં સ્મગલિંગ કરવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો


ગોલ્ડને પાઉડર ફૉર્મને પેટમાં સંતાડીને સ્મગલિંગ કરવાનો નવો નુસખો ભુવનેશ્વર ઍરપોર્ટ પર જોવા મળ્યો હતો. ભુવનેશ્વર ઍરપોર્ટના ઍર ઇન્ટેલિજન્સ યુનિટે શનિવારે બૅન્ગકૉકથી મોહાલી થઈને ભુવનેશ્વર આવેલા એક માણસના પેટમાંથી ૨૪૩ ગ્રામ સોનું પાઉડર ફૉર્મમાં પકડ્યું હતું. આ સોનાની કિંમત ૭.૯૨ લાખ રૂપિયા હતી. અગાઉ ગુરુવારે પણ પાઉડર ફૉર્મમાં પેટમાં સંતાડેલું ૩૫૫.૧૨ ગ્રામ સોનું ભુવનેશ્વર ઍરપોર્ટ ઍર ઇન્ટેલિજન્સ સ્ટાફે પકડ્યું હતું. ગુરુવારે પકડાયેલા સોનાની કિંમત ૧૧.૩૭ લાખ રૂપિયા હતી. ભુવનેશ્વર ઍરપોર્ટ પર ઇન્ટરનૅશનલ ફ્લાઇટ શરૂ થયાને હજી એક જ વર્ષ થયું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK