ડોનલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગની મંત્રણા અગાઉ સોનામાં વેચવાલીથી ઘટાડો

ફેડ, ECB અને બૅન્ક ઑફ જપાનની પૉલિસી મીટિંગથી સોનામાં વેઇટ ઍન્ડ વૉચની સ્થિતિ : ચાલુ સપ્તાહે મહત્વના અનેક ઇકૉનૉમિક ડેટા સોનાનું ભાવિ નક્કી કરશે

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

ડોનલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે સિંગાપોરમાં ડીન્યુક્લિયરાઇઝેશનની મીટિંગ આજે યોજાવાની છે એ પહેલાં સોનામાં સાવચેતીભરી વેચવાલીથી ભાવ ઘટ્યા હતા. વળી ફેડ, ECB (યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક) અને બૅન્ક ઑફ જપાનની પૉલિસી મીટિંગનો દોર હવે ચાલુ થશે. આ મીટિંગમાં મહત્વના નિર્ણયો લેવાના હોવાથી હાલ સોનામાં વેઇટ ઍન્ડ વૉચની સ્થિતિ છે. ચાલુ સપ્તાહે અમેરિકન ઇન્ફ્લેશનના ડેટા સહિત અનેક મહત્વના ડેટા જાહેર થવાના છે.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત


જપાનના મશીનરી ઑર્ડર એપ્રિલમાં ૧૦.૧ ટકા વધ્યા હતા જે અગાઉના મહિને ૩.૯ ટકા ઘટ્યા હતા અને માર્કેટની ધારણા ૨.૮ ટકા વધવાની હતી. જપાનના મશીનરી ઑર્ડરનો ગ્રોથ જાન્યુઆરી-૨૦૧૬ પછીનો સૌથી હાઇએસ્ટ હતો. જપાનના શિપબિલ્ડિંગ મટીરિયલ્સ, નૉન-ફેરસ મેટલ્સ, પલ્પ, પેપર અને પેપર પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધતાં મશીનરીના ઑર્ડર વધ્યા હતા. ચીનના પ્રોડ્યુસર્સ પ્રાઇસમાં ૪.૧ ટકાનો વધારો મે મહિનામાં નોંધાયો હતો જેમાં અગાઉના મહિને ૩.૪ ટકાનો વધારો નોંધાયો હતો. ચીનનું ઇન્ફ્લેશન એટલે કે કન્ઝ્યુમર્સ પ્રાઇસ ઇન્ડેક્સ મે મહિનામાં ૧.૮ ટકા વધ્યો હતો જે અગાઉના મહિને પણ આટલો જ વધ્યો હતો અને માર્કેટની ધારણા પ્રમાણે હતો. મન્થ્લી-બેઝ પર ઇન્ફ્લેશન ૦.૨ ટકા ઘટ્યું હતું. અમેરિકાની હોલસેલ ઇન્વેન્ટરી એપ્રિલમાં ૦.૧ ટકા વધી હતી જે માર્ચમાં ૦.૨ ટકા વધી હતી. અમેરિકાનો ઇકૉનૉમિક ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ જૂનમાં ૦.૬ ટકા વધીને ત્રણ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો. ફેડની મીટિંગ પહેલાં ડૉલરમાં પ્રૉફિટ-બુકિંગ વધતાં ડૉલર ઇન્ડેક્સ ૦.૧ ટકા ઘટ્યો હતો અને સોનું રેન્જબાઉન્ડ રહ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

ફેડ, ECB અને બૅન્ક ઑફ જપાનની પૉલિસી મીટિંગ ચાલુ સપ્તાહે હોવાથી હાલ ઇન્વેસ્ટરો વેઇટ ઍન્ડ વૉચ પોઝિશનમાં છે. ચાલુ સપ્તાહે અનેક મહત્વના ઇકૉનૉમિક ડેટા જાહેર થવાના છે જેમાં સોથી વધુ મહત્વ અમેરિકાના ઇન્ફ્લેશન ડેટાનું છે, કારણ કે ઇન્ફ્લેશનના વધારા સામે બેસ્ટ હેજિંગ ટૂલ્સ તરીકે સોનાની ખરીદી ગણાય છે. એપ્રિલમાં અમેરિકાનું ઇન્ફ્લેશન ૨.૫ ટકા હતું. ફેડનો ટાર્ગેટ બે ટકાનો હતો. અમેરિકાના વધતા ડેટની સાથે ઇન્ફ્લેશન પણ વધશે તો સોનાનું લૉગ ટર્મ ભાવિ વધુ ઉજ્જવળ બનશે. ભારત અને બ્રિટનના ઇન્ફ્લેશનના ડેટા પણ ચાલુ સપ્તાહે જાહેર થશે. આ ઉપરાંત અમેરિકા, ચીન, યુરો ઝોન અને ભારતના ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનના તેમ જ રીટેલ સેલ્સના ડેટા પણ સોના-કરન્સી માર્કેટ પર મોટી અસર કરશે. ચાલુ સપ્તાહની પૉલિસી મીટિંગ અને ઇકૉનૉમિક ડેટા બાદ ડૉલરની દિશા વધુ સ્પષ્ટ થશે જે સોનાની માર્કેટનું શૉર્ટ ટર્મ અને લૉન્ગ ટર્મ ભાવિ વધુ સ્પષ્ટ કરશે.

ભારતમાં સોનાનો ભાવ દિવાળી પર કયા લેવલ પર હશે ?

ઍવરેજ ભારતીયનો સૌથી સર્વોત્તમ સામાજિક દરજ્જો સોનું છે. સોનાની માર્કેટ સાથે દરેક ભારતીય જોડાયેલો હોવાથી એના ભાવ શું હશે એ જાણવાની દરેકને ઇન્તેજારી હોય છે. ભારતીય માર્કેટના એક્સપર્ટોના વ્યુ આ બાબતે ઘણા જુદા-જુદા છે. કૉમટ્રેન્ડ્સ રિસ્ક મૅનેજમેન્ટના ઘનશેખરના મતે સોનું દિવાળી સુધીમાં વધીને પ્રતિ ૧૦ ગ્રામ ૩૪,૦૦૦ રૂપિયા થઈ શકે છે. કૉમોડિટી અને કરન્સી માર્કેટની અભ્યાસી પ્રીતિ રાઠીના મતે સોનું દિવાળી આસપાસ વધીને ૩૧,૫૦૦થી ૩૧,૮૦૦ રૂપિયાની રેન્જમાં પહોંચશે. એન્જલ બ્રોકિંગના ચીફ ઍનલિસ્ટ પ્રથમેશ માલિયાના મતે સોનું દિવાળી સમયે હાયર રેન્જમાં ૩૧,૫૦૦ રૂપિયા અને લોઅર રેન્જમાં ૩૦,૦૦૦ રૂપિયા થશે. ગયા સપ્તાહના અંતે મુંબઈમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૩૧,૧૬૦ રૂપિયા હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK