ઇટલીની ફાઇનૅન્શિયલ ક્રાઇસિસ ઊભી થવાના ભયથી સોનામાં મંદી અટકી

ઇટલીમાં ગઠબંધન સરકારના વડા પ્રધાને ટૅક્સમાં કાપ મૂકવાની અને વેલ્ફેર ખર્ચ વધારવાની જાહેરાત કરતાં સરકારી દેવું આસમાને પહોંચશે : ઇટલીની ક્રાઇસિસથી ડૉલર ઘટ્યો

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

ઇટલીમાં પૉલિટિકલ ક્રાઇસિસ ખતમ થયા બાદ નવી ગઠબંધન સરકાર રચાઈ હતી. નવા પ્રાઇમ મિનિસ્ટરે કૉર્પોરેટ અને વ્યક્તિગત ટૅક્સમાં કાપ મૂકીને વેલ્ફેર ખર્ચમાં જંગી વધારો કરવાની લોકપ્રિય જાહેરાત કરતાં ઇટલીનું દેવું આસમાને પહોંચશે જે યુરોપિયન યુનિયનની ઇકૉનૉમી માટે નવો પ્રશ્ન ઊભો કરશે. ઇટલીના નવા ડેવલપમેન્ટને પગલે અમેરિકી બૉન્ડ યીલ્ડ ગગડી ગયું હતું અને ડૉલરમાં ઘટાડો નોંધાયો હોવાથી સોનામાં મંદી અટકી હતી અને નજીવો સુધારો જોવા મળ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત


યુરો ઝોનમાં રીટેલ ટ્રેડ એપ્રિલમાં ૦.૧ ટકા વધ્યું હતું જે માર્ચમાં ૦.૪ ટકા વધ્યું હતું. માર્કેટની ધારણા રીટેલ ટ્રેડમાં ૦.૫ ટકાના વધારાની હતી. અમેરિકાનો ઑફિશ્યલ સર્વિસ સેક્ટરનો PMI (પરચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ) મે મહિનામાં વધીને ૫૮.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે એપ્રિલમાં ૫૬.૮ પૉઇન્ટ હતો, જ્યારે પ્રાઇવેટ સર્વિસ સેક્ટરનો PMI મે મહિનામાં વધીને ૫૬.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે એપ્રિલમાં ૫૪.૬ પૉઇન્ટ હતો. પ્રિલિમિનરી એસ્ટિમેટ ૫૫.૭ પૉઇન્ટ હતો અને પ્રાઇવેટ સર્વિસ PMI મે મહિનામાં ત્રણ વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હતો. અમેરિકાના સર્વિસ અને મૅન્યુફૅક્ચરિંગ PMI વધતાં કમ્પોઝિટ PMI મે મહિનામાં ત્રણ વર્ષની ઊંચાઈએ ૫૬.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે એપ્રિલમાં ૫૪.૯ પૉઇન્ટ હતો. અમેરિકામાં જૉબ ઓપનિંગ એપ્રિલમાં ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. ઇટલીના નવા પ્રાઇમ મિનિસ્ટરે ટૅક્સમાં કાપ મૂકવાની અને વેલ્ફેર સ્પેન્ડિંગ વધારવાની જાહેરાત કરતાં યુરો ઝોનમાં ક્રાઇસિસ વધવાની શક્યતાએ અમેરિકન ટેન યર યીલ્ડ ઘટતાં ડૉલર નરમ પડ્યો હતો જેને કારણે સોનું થોડું વધ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ


ઇટલીની પૉલિટિકલ ક્રાઇસિસ ખતમ થતાં જ નવી ફાઇનૅન્શિયલ ક્રાઇસિસ ઊભી થઈ છે અને એની અસર આખા યુરોપિયન યુનિયનને પડશે. ઇટલીમાં નવી રચાયેલી ગઠબંધનવાળી સરકારે કૉર્પોરેટ અને વ્યક્તિગત ટૅક્સમાં ઘટાડો કરીને ૧૫ ટકા કરવાની અને વેલ્ફેર સ્પેન્ડિંગ વધારવાની જાહેરાત કરતાં ઇટલીની સરકાર પર ૭૦ અબજ યુરોનો બોજ વધશે જેને કારણે ઇટલીનું સરકારી દેવું જે ૨૦૧૭માં GDP (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)નું ૧૩૨ ટકા છે એ ૨૦૩૦ સુધીમાં વધીને ૧૮૦ ટકાએ પહોંચશે. ઇટલી યુરોપિયન યુનિયનમાં ત્રીજા ક્રમની મોટી ઇકૉનૉમી ધરાવતું રાષ્ટ્ર હોવાથી આવનારા દિવસોમાં યુરો ઝોન ફાઇનૅન્શિયલ ક્રાઇસિસ વધવાની ધારણાએ અમેરિકન ટેન યર બૉન્ડ યીલ્ડ ઘટીને ૨.૮૦ ટકા થયું હતું જે જૂનના આરંભે ૩.૧૩ ટકા હતું. અધૂરામાં પૂરું, ડોનલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કૅનેડા સાથેના નાફ્ટા (NAFTA - નૉર્થ અમેરિકન ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ)ને રદ કરીને એની જગ્યાએ નવું ટ્રેડ ઍગ્રીમેન્ટ બનાવવાની દરખાસ્ત મૂકતાં ફરી ટ્રેડ-વૉર ઊભી થવાનો ભય ઊભો થયો હતો જેને કારણે ડૉલર નબળો પડ્યો હતો અને સોનું વધુ પડતું ઘટી ગયું હતું એ સુધર્યું હતું. જોકે હાલમાં કોઈ મોટા સુધારાની શક્યતા નથી, કારણ કે ફેડની બેઠક હવે નજીક છે. ફેડની મીટિંગ પછી સોનામાં નાનો બાઉન્સબૅક જોવા મળી શકે છે.

ભારતની સોનાની ઇમ્પોર્ટ મે મહિનામાં સતત પાંચમા મહિને ઘટી


ભારતની સોનાની ઇમ્પોર્ટ ૨૦૧૮ના આરંભથી કોઈ ને કોઈ કારણસર એકધારી ઘટી રહી છે. માર્કેટનાં સૂત્રો અનુસાર મે મહિનામાં ભારતની સોનાની ઇમ્પોર્ટ ૭૭.૬ ટનની રહી હતી જે ગયા વર્ષે મે મહિનામાં ૧૨૬.૨ ટનની નોંધાઈ હતી. જોકે એપ્રિલ કરતાં મે મહિનામાં સોનાની ઇમ્પોર્ટ વધી હતી. એપ્રિલમાં ભારતની સોનાની ઇમ્પોર્ટ ૫૨.૭ ટનની રહી હતી. ૨૦૧૮ના પ્રથમ પાંચ મહિનાની સરખામણી કરીએ તો મે મહિનામાં સૌથી વધુ સોનું ઇમ્પોર્ટ થયું હતું. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર ભારતની સોનાની ઇમ્પોર્ટ જાન્યુઆરીથી મે મહિના દરમ્યાન ગયા વર્ષની સરખામણીમાં ૪૨ ટકા ઘટીને ૨૮૯.૩ ટન નોંધાઈ હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK