ડૉલર-સ્ટૉકમાર્કેટની તેજીથી સોનામાં વધતી નીરસતા

અમેરિકાના ત્રણેય સ્ટૉક ઇન્ડેક્સમાં સતત વધી રહેલી તેજીથી ઇન્વેસ્ટરોનું સોનામાં વેચાણ : અમેરિકન ફેડ દ્વારા ઇન્ટરેસ્ટ રેટમાં વધારો નક્કી હોવાથી ડૉલરમાં મજબૂતી

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકી ડૉલર અને સ્ટૉકમાર્કેટની એકધારી તેજીથી સોનામાં અત્યારે ઇન્વેસ્ટરોને કોઇ રસ નથી એથી સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે. અમેરિકન ફેડ દ્વારા ૧૨-૧૩ જૂને યોજાનારી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ વધવાનું નક્કી હોવાથી અત્યારે સોનામાં નવી લેવાલી અટકી છે અને સ્ટૉકમાર્કેટના તગડા રિટર્નને કારણે સોનામાં વેચાણ વધી રહ્યું છે.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

ચીનનો સર્વિસ સેક્ટરનો પર્ચે‍ઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ (PMI) મે મહિનામાં ૫૨.૯ પફૂથ્ઇન્ટ રહ્યો હતો જે એપ્રિલમાં પણ ૫૨.૯ પૉઇન્ટ જ હતો. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરના ભ્પ્ત્ની જેમ જ સર્વિસ સેક્ટરનો PMI પણ સ્થિર રહેતાં ચીનનો કમ્પોઝિટ PMI મે મહિનામાં ૫૨.૩ પૉઇન્ટ સ્થિર રહ્યો હતો. જપાનનો સર્વિસ સેક્ટરનો PMI મે મહિનામાં ઘટીને ૫૧ પૉઇન્ટ પર પહોંચ્યો હતો જે એપ્રિલમાં ૫૨.૫ પૉઇન્ટ હતો. ભારતનો સર્વિસ સેક્ટરનો PMI મે મહિનામાં ઘટીને ૪૯.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે એપ્રિલમાં ૫૧.૪ પૉઇન્ટ હતો. ભારતનો સર્વિસ સેક્ટરમાં છેલ્લા ત્રણ મહિનામાં પ્રથમ વખત ઘટાડો જોવા મળ્યો હતો ખાસ કરીને જૉબગ્રોથ છેલ્લા ડિસેમ્બરથી સતત ઘટી રહ્યો હોવાથી સર્વિસ સેક્ટરનો ગ્રોથ નબળો પડવા લાગ્યો છે. અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ ગુડ્સ ઑર્ડરમાં એપ્રિલમાં ૦.૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો જે એપ્રિલમાં ૧.૭ ટકાનો વધારો જોવા મળ્યો હતો. અમેરિકન સ્ટૉકમાર્કેટની તેજીને કારણે ડૉલર ઇન્ડેક્સ સુધર્યો હોવાથી સોનામાં મંદી જળવાયેલી હતી.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ


હૉન્ગકૉન્ગના ટૉપ લેવલના બુલિયન ડીલરે બહુ મહત્વની વાત કહી હતી કે અત્યારે સ્ટૉકમાર્કેટમાં ઇન્વેસ્ટરોને તગડું રિટર્ન મળી રહ્યું છે. અમેરિકાના ત્રણેય સ્ટૉક ઇન્ડેક્સ સોમવારે વધ્યા હતા, નૅસ્ડૅક ફરીથી નવી ઊંચાઈએ પહોંચ્યો હતો. અમેરિકન ફેડ ૧૨-૧૩ જૂનની મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ વધારશે એ નક્કી હોવાથી અત્યારે સોનાના માર્કેટમાં કોઈને રસ નથી. ડૉલર ઇન્ડેક્સ સતત વધી રહ્યો છે. મંગળવારે ડૉલર ઇન્ડેક્સ ૦.૧ ટકા સુધર્યો હતો. નૉર્થ કોરિયા અને અમેરિકા વચ્ચે ડીન્યુક્લિયરાઇઝેશનની મીટિંગ બારમીએ સિંગાપોરમાં યોજાવાનું નક્કી હોવાથી સોનાનું સેફ હેવન સ્ટેટસ તળિયે છે. ટ્રમ્પ દ્વારા સ્ટીલ અને ઍલ્યુમિનિયમ ટૅરિફ વધારવાના નિર્ણયની અસર હવે સોનાના માર્કેટમાં નથી થતી, કારણ કે અગાઉ આવા નિર્ણયોમાં તાત્કાલિક ફેરબદલ થતો હોવાથી હવે સોનાના માર્કેટે ટ્રેડ રિલેટેડ નિર્ણયોને રીઍક્ટ કરવાનું બંધ કર્યું છે. રૉયટર્સની ટેક્નિકલ ટીમનું અનુમાન છે કે સોનું ૨૧ મેના લો લેવલ ૧૨૮૧.૭૬ ડૉલર તરફ જઈ રહ્યું છે. આમ શૉર્ટ ટર્મ સોનામાં તેજી થવાના અત્યારે કોઈ ચાન્સ નથી દેખાતા, સોનું ઘટવાના ચાન્સિસ સતત વધી રહ્યા છે.

નીચા ભાવ હોવા છતાં અધિક માસને કારણે સોનાની ડિમાન્ડ સુસ્ત

વર્લ્ડ માર્કેટમાં સોનાના ભાવ છેલ્લાં બે સપ્ïતાહથી એકધારા ઘટી રહ્યા છે છતાં પણ ભારતમાં સોનાની ડિમાન્ડ અધિક માસ ચાલતો હોવાથી સુસ્ત છે. સામાન્ય રીતે પરંપરાગત ભારતીયો અધિક માસમાં સોનાની ખરીદી નથી કરતા. વર્લ્ડ માર્કેટમાં સોનાનો ભાવ ઘટ્યો હોવાથી અહીં ડિસ્કાઉન્ટ પણ ઘટ્યું છે. લંડનના સોનાના ભાવ કરતાં અહીં પ્રતિ ઔંસ બેથી ચાર ડૉલર ડિસ્કાઉન્ટ જ્વેલરો ઑફર કરી રહ્યા છે જે એક સપ્ïતાહ અગાઉ છ ડૉલર ઑફર કરવામાં આવતું હતું. ચીનમાં નીચા ભાવે સોનાની ડિમાન્ડ સતત વધી રહી હોવાથી ત્યાં લંડનના સોનાના ભાવ પર પ્રતિ ઔંસ પાંચ ડૉલર પ્રીમિયમ બોલાઈ રહ્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK