ઇટલી ક્રાઇસિસથી યુરો સામે ડૉલરની મજબૂતીથી સોનામાં ઊંચામાં રુકાવટ

અમેરિકા અને ચીન વચ્ચે ફરી ટ્રેડ-વૉર ઊભી થવાના સંજોગો : અમેરિકાના સ્ટ્રૉન્ગ ડેટાને પગલે ફેડ ૨૦૧૮માં બેને બદલે ત્રણ વખત ઇન્ટરેસ્ટ રેટ વધારે એવાં તારણો

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

ઇટલીની પૉલિટિકલ ક્રાઇસિસને કારણે જુલાઈ-ઑગસ્ટમાં ફરી ઇલેક્શન કરવાની નોબત આવતાં કરન્સી બાસ્કેટમાં યુરો ગગડ્યો હતો. ડૉલરનું મૂલ્ય યુરો સામે દસ મહિનાની ઊંચી સપાટીએ પહોંચતાં તેમ જ અમેરિકાના સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ડેટાને પગલે ફેડ ૨૦૧૮માં બેને બદલે ત્રણ વખત ઇન્ટરેસ્ટ રેટ વધારશે એવી શરૂ થયેલી ચર્ચાને પગલે સોનામાં પ્રૉફિટબુકિંગ જોવા મળ્યું હતું અને સોનું ૧૩૦૦ ડૉલરની અંદર ઊતરી ગયું હતું. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાનો કન્ઝ્યુમર્સ કૉન્ફિડન્સ ઇન્ડેક્સ મે મહિનામાં વધીને ૧૭ વર્ષની ઊંચાઈએ ૧૨૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે એપ્રિલમાં ૧૨૫.૬ પૉઇન્ટ હતો. પ્રેઝન્ટ સિચુએશન ઇન્ડેક્સ ૧૬૧.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે એપ્રિલમાં ૧૫૭.૫ પૉઇન્ટ હતો અને એક્સપેક્ટેશન ઇન્ડેક્સ વધીને ૧૦૫.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે એપ્રિલમાં ૧૦૪.૩ પૉઇન્ટ હતો. ઇકૉનૉમિસ્ટો માની રહ્યા છે કે કન્ઝ્યુમર્સ કૉન્ફિડન્સ ઇન્ડેક્સ વધતાં સેકન્ડ ક્વૉર્ટરનો ગ્રોથરેટ ધારણા કરતાં વધુ વધીને આવશે. અમેરિકાની હાઉસિંગ માર્કેટમાં તેજીની આગેકૂચ જળવાયેલી રહી હતી. સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સનો ટૉપ લેવલના ૨૦ સિટીનો પ્રાઇસ ઇન્ડેક્સ માર્ચમાં ૬.૮ ટકા વધ્યો હતો જ્યારે ટૉપ ટેન સિટીનો ઇન્ડેક્સ ૬.૫ ટકા વધ્યો હતો. જપાનના રીટેલ સેલ્સમાં એપ્રિલમાં ૧.૬ ટકાનો વધારો નોંધાયો હતો જે ગત્ત મહિને એક ટકાનો વધારો હતો અને માર્કેટની ધારણા એક ટકા વધારાની હતી. અમેરિકાના સ્ટ્રૉન્ગ ડેટાને પગલે ડૉલરની મજબૂતી વધી હતી એની સાથે ઇટલીની પૉલિટિકલ ક્રાઇસિસ અને જપાનના સ્ટ્રૉન્ગ રીટેલ સેલ્સ ડેટાને પગલે જપાનીઝ યેન પણ સુધર્યો હતો. ડૉલરની મજબૂતીને પગલે સોનું ઘટ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ


ઇટલીની પૉલિટિકલ ક્રાઇસિસે સોનાનું સેફ હેવન સ્ટેટસ વધાર્યું હતું, પણ ઇકૉનૉમિસ્ટોએ ઇટલીની પૉલિટિકલ ક્રાઇસિસને પગલે અમેરિકન ફેડ ૨૦૧૮માં હજી બેને બદલે ત્રણ વખત ઇન્ટરેસ્ટ રેટ વધારશે એવી ચર્ચાઓ ચાલુ કરતાં સોનામાં તેજી પાછી ફરી હતી. વળી અમેરિકન વાઇટ હાઉસે નૉર્થ કોરિયા સાથેની સિંગાપોર સમિટ યોજાવાને સમર્થન આપ્યું હતું જે બતાવે છે કે બન્ને દેશો વચ્ચે હવે તનાવ નથી. ડોનલ્ડ ટ્રમ્પે ૫૦ અબજ ડૉલરની ચાઇનીઝ પ્રોડક્ટ પર ઇમ્ર્પોટ ટૅરિફ લાગુ પાડવાની ધમકી આપી હતી એની સામે ચીને પણ લડી લેવાની વળતી ધમકી આપી હતી, પણ આ ઘટનાને સોનાની માર્કેટે અવગણી હતી, કારણ કે અમેરિકા-ચીન વચ્ચેની ટ્રેડ-વૉર બાબતે હવે બન્ને દેશોની ધમકીની લાંબી અસર રહેતી નથી. બૅન્ક ઑફ જપાનના ગવર્નર કુરોડાએ જણાવ્યું હતું કે જપાન ઇન્ફ્લેશન અને વેજગ્રોથને વધારવા નવેસરથી પગલાં લેશે જે નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસીમાંથી બહાર નીકળવાની પહેલ બની રહેશે. ઓવરઑલ સોનામાં ૧૩ જૂન સુધી ફેડની મીટિંગની અસર જ વધુ રહેશે. ત્યાર બાદ જો ઇટલી, નૉર્થ કોરિયા, ચીનને મુદ્દે કોઈ તનાવગ્રસ્ત સિચુએશન હશે તો સોનામાં તેજીની ઊછળકૂદ જોવા મળશે.

શ્ખ્ચ્માં ગોલ્ડ-ડાયમન્ડ રજિસ્ટર્ડ ટ્રેડરોને વૅટના નિયમોમાં રાહત અપાઈ

દુબઈ, મસ્કત સહિતના UAE દેશોમાં ચાલુ વર્ષના આરંભથી ગોલ્ડ અને ડાયમન્ડના ટ્રેડ પર પાંચ ટકા વૅટ લાગુ પાડવામાં આવ્યો હતો, પણ આ ટૅક્સ લાગુ પાડ્યા બાદ ગોલ્ડ અને ડાયમન્ડનો ટ્રેડ ઘટવા લાગતાં હવે સરકારે વૅટની ચુકવણી ફક્ત અનરજિસ્ટર્ડ ડીલરો સાથે થયેલા ટ્રેડમાં જ ફરજિયાત બનાવી છે. રજિસ્ટર્ડ ડીલર વચ્ચે ગોલ્ડ કે ડાયમન્ડ કે એની કોઈ પ્રોડક્ટનો ટ્રેડ થાય તો વૅટ ભરવાનો નહીં રહે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK