અમેરિકા-ચીન ટ્રેડ-વૉર મુલતવી રહેતાં સોનું પાંચ મહિનાના તળિયે

અમેરિકાએ ચીન પર લાદેલી ઇમ્પોર્ટ ટૅરિફ કામચલાઉ રદ કરવાની જાહેરાત કરી : ફેડની ૧૨-૧૩ જૂનની મીટિંગ સુધી સોનું સતત ઘટતું રહેવાની ધારણા

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ-વૉરને ખાળવા છેલ્લાં ત્રણ સપ્તાહથી ચાલી રહેલી મંત્રણાની ફળશ્રુતિરૂપે બન્ને દેશો વચ્ચે ટ્રેડ ઇનબૅલૅન્સ ઘટાડવાનું ઍગ્રીમેન્ટ કરવાની સમજૂતી સધાઈ હતી. એને પગલે અમેરિકાએ ટ્રેડ-વૉરને મુલતવી રાખવાની જાહેરાત કરતાં સોનું પાંચ મહિનાના તળિયે પહોંચ્યું હતું. ટ્રેડ-વૉર મુલતવી રહેતાં અમેરિકી ડૉલર પાંચ મહિનાની ઊંચાઈએ પહોંચતાં ૧૨ અને ૧૩ જૂને ફેડની મીટિંગમાં ઇન્ટરેસ્ટ-રેટ વધવાનું લગભગ નક્કી મનાઈ રહ્યું છે. ફેડની મીટિંગ સુધી સોનાના ભાવ સતત ઘટતા રહેવાની ધારણા છે.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

જપાનની એક્સપોર્ટ એપ્રિલમાં ૭.૮ ટકા વધી હતી જે માર્ચમાં ૨.૧ ટકા જ વધી હતી, પણ માર્કેટની ધારણા એક્સપોર્ટ ૮.૧ ટકા વધવાની હતી જેના કરતાં એક્સપોર્ટ ઓછી વધી હતી. જપાનની ઇમ્પોર્ટ એપ્રિલમાં ૫.૯ ટકા વધી હતી જે માર્ચમાં ૦.૬ ટકા ઘટી હતી, પણ માર્કેટની ધારણા ઇમ્પોર્ટ ૯.૬ ટકા વધવાની હતી. જપાનની એક્સપોર્ટ અગાઉના મહિના કરતાં વધતાં ટ્રેડ-સરપ્લસ એપ્રિલમાં ૩૦.૯ ટકા વધી હતી. ચાલુ સપ્તાહમાં જાહેર થનારા ઇકૉનૉમિક ડેટા સોનાની માર્કેટ માટે બહુ જ અગત્યના છે. અમેરિકન ફેડની મે મહિનાના આરંભે યોજાયેલી મીટિંગની મિનિટ્સ જાહેર થશે જેમાં ફેડનું સ્ટૅન્ડ ઇકૉનૉમી પ્રત્યે વધુ પડતું તેજીતરફી હશે તો સોનામાં વધુ ઘટાડો જોવા મળશે. આ ઉપરાંત અમેરિકાના હોમસેલ્સ ડેટા, ડ્યુરેબલ્સ ગુડ્સ ડેટા અને મૅન્યુફૅક્ચરિંગ ડેટા જાહેર થશે. અમેરિકા-ચીન વચ્ચેનો તનાવ હાલ પૂરતો દૂર થતાં ડૉલર સુધર્યો હતો અને સોનું વધુ ઘટ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા લેવાયેલા તમામ આક્રમક નિર્ણયોમાં ઝડપી પીછેહઠ જોવા મળી રહી છે. નૉર્થ કોરિયા અને અમેરિકા વચ્ચે ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે એવી સ્થિતિ સર્જા‍યા બાદ એકાએક મંત્રણાનો તખ્તો ઘડાયો હતો. આવી જ સ્થિતિ અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ-વૉરમાં સર્જા‍ઈ છે. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્ટીવન મુનચિને જાહેરાત કરી હતી કે અમેરિકાએ ચાઇનીઝ પ્રોડક્ટ્સ પર લાદેલી ઇમ્પોર્ટ ટૅરિફ હાલ પૂરતી દૂર કરવામાં આવે છે અને બન્ને દેશો વચ્ચેની ટ્રેડ-વૉર હાલ હોલ્ડ મોડ પર રાખવામાં આવી છે. ડોનલ્ડ ટ્રમ્પના ઇકૉનૉમિક ઍડ્વાઇઝર લેરી કુડલોએ જાહેર કર્યું હતું કે બન્ને દેશો વચ્ચે ટ્રેડ ઇનબૅલૅન્સ દૂર કરવાનું ઍગ્રીમેન્ટ ઘડવા સહમતી સધાઈ હોવાથી હાલ ટ્રેડ-વૉર હોલ્ડ મોડ પર રાખવામાં આવી છે. ચાઇનીઝ મીડિયાએ અમેરિકાના નિર્ણય બાદ જણાવ્યું હતું કે બન્ને દેશો વચ્ચે વિન-વિન સિચુએશનમાં ટ્રેડ-ગ્રોથ કરવા માટે વિશાળ તકો રહેલી છે. આમ બન્ને દેશો વચ્ચેની ટ્રેડ-વૉર હાલ પૂરતી મુલતવી રહેતાં અમેરિકી ડૉલર ઊછળીને પાંચ સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યો હતો. ડોનલ્ડ ટ્રમ્પના આક્રમક વલણમાં થયેલા ફેરફાર અને અમેરિકાની સ્ટ્રૉન્ગ બની રહેલી ઇકૉનૉમીને કારણે સોનામાં હાલ પૂરતી તેજીનાં કોઈ કારણો ઍટ લીસ્ટ ફેડની ૧૨ અને ૧૩ જૂનની મીટિંગ સુધી દેખાતાં નથી. ફેડ દ્વારા ઇન્ટરેસ્ટ-રેટ વધારવાનો નિર્ણય લેવાય એ પછી હંમેશાં સોનું સુધરે છે એ જોતાં જૂનની મીટિંગ બાદ સોનામાં પ્રત્યાઘાતી સુધારો જોવા મળી શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK