ઇન્ફ્લેશન ધારણાથી વધુ ઊછળતાં સોનામાં મજબૂત ટોન યથાવત

ક્રૂડ તેલના ભાવઉછાળાથી અમેરિકામાં ક્રૂડની ઇમ્પોર્ટ પ્રાઇસમાં ૧.૩ ટકાનો ઉછાળો જોવા મળ્યો : કોમેક્સમાં સ્પેક્યુલેટરોએ તેજીનાં ઓળિયાં વધાર્યાં

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકાનું કન્ઝ્યુમર્સ ઇન્ફ્લેશન ધારણાથી વધુ ઊંચું આવતાં તેમ જ અમેરિકામાં ક્રૂડ તેલની ઇમ્પોર્ટ પ્રાઇસમાં ૧.૩ ટકાનો ઉછાળો જોવા મળતાં સોનામાં વધુ મંદી અટકી હતી. ઇન્ફ્લેશનના વધારા સામે સોનાની લેવાલી હેજિંગ માટે વધતી હોવાથી નીચા મથાળે વેચવાલી અટકી હતી. ટેક્નિકલ ઍનૅલિસ્ટોએ સોનાની રેન્જ વધારી હતી અને કોમેક્સમાં સ્પેક્યુલેટરોએ તેજીનાં ઓળિયાં વધાર્યાં હતાં.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાની ઇમ્પોર્ટ પ્રાઇસ એપ્રિલમાં ૦.૩ ટકા વધી હતી જે માર્ચમાં ૦.૨ ટકા વધી હતી. માર્કેટની ધારણા ૦.૫ ટકા વધવાની હતી, ખાસ કરીને ઇમ્પોર્ટેડ ફ્યુઅલના ભાવમાં એપ્રિલમાં ૧.૩ ટકાનો વધારો થયો હતો જે માર્ચમાં ૨.૪ ટકાનો ઘટાડો થયો હતો. અમેરિકાની એક્સપોર્ટ પ્રાઇસમાં એપ્રિલમાં ૦.૬ ટકાનો વધારો નોંધાયો હતો જે માર્ચમાં ૦.૩ ટકાનો વધારો થયો હતો અને માર્કેટની ધારણા પણ ૦.૩ ટકા વધારાની હતી. આમ એક્સપોર્ટ પ્રાઇસનો વધારો ઇકૉનૉમી માટે સ્ટ્રૉન્ગ સંકેત આપનારો હતો, પણ ફ્યુઅલના ભાવમાં થયેલો વધારો ઇન્ફ્લેશનમાં મોટા વધારાનો સંકેત આપનારો હતો. ભારતનું ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ માર્ચમાં ૪.૪ ટકા વધ્યું હતું, પણ આ વધારો છેલ્લા પાંચ મહિનાનો સૌથી ઓછો વધારો હતો અને માર્કેટની ૫.૯ ટકાના વધારાની ધારણા કરતાં ઘણો જ ઓછો હતો. જપાનની પ્રોડ્યુસર્સ પ્રાઇસમાં એપ્રિલમાં ૨.૧ ટકાનો વધારો થયો હતો જે છેલ્લા ૧૩ મહિનાનો સૌથી ઓછો વધારો હતો. અમેરિકાના સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ડેટાને પગલે ડૉલરનું મૂલ્ય સતત વધી રહ્યું છે જેમાં સોમવારે પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળતાં સોનું સુધર્યું હતું.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકન ઇન્ફ્લેશન સતત વધી રહ્યું છે, એમાં ગયા સપ્તાહે ઇમ્પોર્ટેડ ફ્યુઅલના ભાવમાં ૧.૩ ટકાનો વધારો થયો હતો. આ તમામ ડેટાને પગલે હવે ઇકૉનૉમિસ્ટો હવે એવું માનવા લાગ્યા છે કે ઇન્ફ્લેશન ધારણા કરતાં વધુ ઝડપથી વધશે અને આવનારા દિવસોમાં ઇન્ફ્લેશન જો વધુ ઝડપથી વધશે તો ફેડને ઇન્ટરેસ્ટ રેટ વધારવામાં બ્રેક લગાડવી પડશે. સેન્ટ લુઇસના ફેડ પ્રેસિડન્ટે જણાવ્યું હતું કે હવે ઇન્ટરેસ્ટ રેટ નૅચરલ લેવલે પહોંચી ગયા છે એથી વધુ ઇન્ટરેસ્ટ રેટ વધારો જોખમી બની શકે છે. ઇકૉનૉમિસ્ટો અને ફેડ મેમ્બરોનો ટોન ઇન્ફ્લેશનના ઝડપી વધારા પછી ઝડપથી બદલાવા લાગ્યો છે. ફેડનો ઇન્ફ્લેશનનો ટાર્ગેટ બે ટકા સામે એપ્રિલમાં ઇન્ફ્લેશન ૨.૫ ટકા આવતાં હવે ઇન્ફ્લેશનના વધારા સામે હેજ માટે સોનાની ડિમાન્ડ વધી શકે છે તએું બધાને લાગવા માંડ્યું છે. કોમેક્સ ગોલ્ડ કૉન્ટ્રૅક્ટમાં સ્પેક્યુલેટરોએ ૮ મેએ પૂરા થયેલા સપ્તાહ દરમ્યાન તેજીનાં ઓળિયાં ૬૩૬ કૉન્ટ્રૅક્ટ વધાર્યાં હતાં. રૉઇટરની ટેક્નિકલ ટીમે પણ સોનાની રેન્જ ૧૩૧૭થી ૧૩૨૬ ડૉલર બતાવવાનું શરૂ કર્યું છે. આ તમામ ડેવલપમેન્ટ બતાવે છે કે સોનામાં તેજી થવાનું કોઈ સ્ટ્રૉન્ગ કારણ બજાર પાસે અત્યારે નથી, પણ ઇન્ફ્લેશનના વધારાએ ઑલરેડી સોનાની મંદીને બ્રેક લગાવી દીધી છે અને હવે જો યુરો ઝોન, જપાન, ચીન કે અન્ય વેસ્ટર્ન દેશોમાં ઇન્ફ્લેશન વધશે તો સોનામાં ધીમી ગતિએ સુધારો ચાલુ થશે અને જિયોપૉલિટિકલ ટેન્શન સોનાના સુધારાને વેગ આપવાનું કામ કરશે.

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ સુધારેલી ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ લૉન્ચ કરી

દેશની સૌથી મોટી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ગોલ્ડ ડિપોઝિટ સ્કીમમાં સુધારા-વધારા કરીને સુધારેલી સ્કીમ લૉન્ચ કરી હતી. ઓછામાં ઓછું ૩૦ ગ્રામથી શરૂ કરીને ગમેએટલું સોનું આ સ્કીમમાં મૂકી શકાય છે. સ્ટેટ બૅન્કે આ વખતે બે ઑપ્શન આપ્યા છે. શૉર્ટ ટર્મ બૅન્ક ડિપોઝિટ સ્કીમમાં એકથી ત્રણ વર્ષ સુધી ગોલ્ડ ડિપોઝિટ કરનારને ૦.૫૦થી ૦.૬૦ ટકા ઇન્ટરેસ્ટ મળશે જ્યારે મીડિયમ ટર્મમાં પાંચથી સાત વર્ષ માટે ૨.૨૫ ટકા અને લૉન્ગ ટર્મ ૧૨થી ૧૫ વર્ષ માટે ૨.૫૦ ટકા ઇન્ટરેસ્ટ મળવાની જોગવાઈ કરવામાં આવી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy