ઈરાન પર આર્થિક પ્રતિબંધના ટ્રમ્પના નિર્ણય છતાં સોનું સ્થિર

ટ્રમ્પના અગાઉના આક્રમક નિર્ણયોમાં એકાએક પલટો આવતાં સોનાની માર્કેટમાં ઈરાન-પ્રતિબંધની કોઈ અસર નહીં : ક્રૂડ તેલની તેજીના પગલે બૉન્ડ યીલ્ડ વધતાં ડૉલર સુધર્યો

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

ડોનલ્ડ ટ્રમ્પે ઈરાન પર આર્થિક પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો હોવા છતાં સોનાની માર્કેટ પર આ નિર્ણયની કોઈ અસર થઈ નહોતી, કારણ કે નૉર્થ કોરિયા અને સિરિયા પર મિલિટરી-અટૅક અને ચીન સાથે ટ્રેડ-વૉર બાબતે આક્રમક નિર્ણય લીધા બાદ ટ્રમ્પે એકાએક સૉફ્ટ સ્ટૅન્ડ અપનાવવાનું ચાલુ કરતાં સોનામાં ઉછાળાની આશા ફળી નહોતી એથી આ વખતે ઈરાન પરના આર્થિક પ્રતિબંધની સોનાની માર્કેટ પર કોઈ અસર નહોતી થઈ.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

ડોનલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ૨૦૧૫માં થયેલા ન્યુક્લિયર ડીલમાંથી અમેરિકાની સહમતી પાછી ખેંચીને ઈરાન પર નવેસરથી આર્થિક પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી. ૨૦૧૫માં બરાક ઓબામાની આગેવાની હેઠળ યુનાઇટેડ નેશન્સે અમેરિકા ઉપરાંત બ્રિટન, જર્મની, ફ્રાન્સ, ચીન અને રશિયાએ સંયુક્ત રીતે ઈરાન સાથે સમજૂતી સાધીને તમામ આર્થિક પ્રતિબંધો દૂર કર્યા હતા. ટ્રમ્પે ઈરાન સાથે ડીલ કૅન્સલ કરવામાં પાંચેય દેશના મત જાણવાની દરકાર કરી ન હોવાથી આ પાંચેય દેશોએ સંયુક્ત નિવેદનમાં ટ્રમ્પના નિર્ણયને દુખદ ગણાવ્યું હતું. ટ્રમ્પે અગાઉ નૉર્થ કોરિયા અને સિરિયા પર મિલિટરી-અટૅક અને ચીન સાથે ટ્રેડ-વૉર બાબતે આક્રમક નિર્ણય લઈને પછીથી સમાધાનનો માર્ગ અપનાવ્યો હોવાથી હાલમાં સોનાની માર્કેટમાં ટ્રમ્પના નિર્ણયનું કોઈ રીઍક્શન આવ્યું નથી. ઈરાનના મુદ્દે કોઈ ગંભીર પરિણામ ઊભાં થશે તો જ સોનામાં સેફ હેવન ડિમાન્ડ જોવા મળશે. સોનાની માર્કેટમાં હાલમાં માત્ર ને માત્ર ડૉલરની મજબૂતી અને અમેરિકાની ઇકૉનૉમિક કન્ડિશનની વધુ અસર જોવા મળશે જે સોનાના ભાવ ઘટાડશે પણ ક્રૂડ તેલની તેજીને કારણે ઇન્ફ્લેશન વધવાના ડરે સોનું ઘટીને ૧૩૦૦ ડૉલરની અંદર ચાલ્યું જાય એવા સંજોગો જૂજ છે. સોનાનું લૉન્ગ ટર્મ ભવિષ્ય હજી પણ બહુ બ્રાઇટ હોવાથી સોનામાં ફાજલ રૂપિયા રોકવાનો હાલમાં ઉત્તમ સમય છે.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

ક્રૂડ તેલના ભાવ નવેસરથી વધીને સાડાત્રણ વર્ષની ઊંચાઈએ પહોંચતાં ઇન્ફ્લેશન વધવાના સંજોગો વધ્યા હતા. આ ઉપરાંત ડોનલ્ડ ટ્રમ્પ ઈરાન પર આર્થિક પ્રતિબંધ લાદવાનો નિર્ણય ૧૨ મેએ લેશે. ઈરાન પર આર્થિક પ્રતિબંધ લાદવાથી જિયોપૉલિટિકલ ટેન્શન વધી શકે છે. ક્રૂડની તેજી અને ઈરાન પર આર્થિક પ્રતિબંધનો નિર્ણય આ બન્ને બાબતો સોનાની તેજી માટે પૉઝિટિવ બની શકે છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ-વૉર ખાળવાના પ્રયાસો આગળ વધી રહ્યા છે. વાઇટ હાઉસ દ્વારા બહાર પડેલી માહિતી પ્રમાણે આવતા સપ્તાહે ચીનના ટૉપ લેવલના ઇકૉનૉમિક ઑફિસરો અમેરિકાની મુલાકાતે આવીને ટ્રેડ રિલેશન દૃઢ બનાવવાના પ્રયાસ હાથ ધરશે. અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ-વૉરને ખાળવાનો કોઈ પણ પૉઝિટિવ પ્રયાસ ડૉલરને મજબૂત બનાવીને સોનાના ભાવ ઘટાડશે. મેના અંતિમ સપ્તાહમાં અમેરિકાના ઇન્ટરેસ્ટ-રેટ વધવાની ચર્ચા જોર પકડશે એથી સોનામાં હાલમાં કોઈ આકસ્મિક ઘટના બને તો મોટો સુધારો આવી શકે એમ છે. ઇન્ફ્લેશન વધવાનો ડર હોવાથી સોનું વધુ પડતું ઘટી શકે એમ નથી. આ સંજોગોમાં સોનું ફેડની જૂન મીટિંગ સુધી ૧૩૦૦થી ૧૩૧૫ ડૉલર વચ્ચે અથડાતું રહે એવી શક્યતા વધુ દેખાય છે.

ભારતની સોનાની ઇમ્પોર્ટ સતત ચોથા મહિને એપ્રિલમાં ઘટી

ભારતની સોનાની ઇમ્પોર્ટ એપ્રિલમાં ૪૬ ટકા ઘટીને ૫૨.૭ ટન થઈ હોવાનું એક ઇન્ટરનૅશનલ એજન્સીએ નોંધ્યું છે. એપ્રિલમાં અક્ષયતૃતીયા હોવા છતાં સોનાની ઇમ્પોર્ટ સતત ચોથા મહિને ઘટી હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે તાજેતરમાં જણાવ્યું હતું કે ‘ભારતની સોનાની ડિમાન્ડ જાન્યુઆરીથી માર્ચ દરમ્યાન છેલ્લાં દસ વર્ષની સૌથી નીચી રહી હતી. સોનાનો ઊંચો ભાવ તથા નીરવ મોદી-મેહુલ ચોકસીના સ્કૅમને કારણે બૅન્કો દ્વારા લેવાયેલાં કડક પગલાં અને ઊંચા ટૅક્સને કારણે ભારતમાં સોનાની ડિમાન્ડ સતત ઘટી રહી હોવાથી ઇમ્પોર્ટ ઘટી રહી હોવાનું ઇન્ડસ્ટ્રીઝના એક્સપર્ટો માની રહ્યા છે. જાન્યુઆરીથી એપ્રિલ દરમ્યાન ભારતે ૨૧૧.૭ ટન સોનાની ઇમ્પોર્ટ કરી હતી જે ગયા વર્ષના આ સમયગાળા કરતાં ૪૩ ટકા ઓછી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK