અમેરિકાના જૉબડેટા ધારણાથી નબળા આવતાં સોનું વધુ સુધર્યું

અમેરિકામાં એપ્રિલમાં ૧.૯૨ લાખ નવી નોકરીઓ ઉમેરાવાની ધારણા સામે ૧.૬૪ લાખનો ઉમેરો : અનએમ્પ્લૉયમેન્ટ રેટ ૧૮ વર્ષના તળિયે પહોંચ્યો

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકાના શુક્રવારે મોડી સાંજે જાહેર થયેલા એપ્રિલ મહિનાના નૉન ફાર્મ પેરોલ ડેટા (જૉબડેટા) ધારણાથી નબળા આવતાં સોનામાં વધુ સુધારો જોવા મળ્યો હતો. એપ્રિલ મહિનામાં ઇકૉનૉમિસ્ટોએ ૧.૯૨ લાખ નવી નોકરીઓ ઉમેરાવાની ધારણા રાખી હતી, પણ એની સામે ૧.૬૪ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી, પણ અનએમ્પ્લૉયમેન્ટ આંક ૪.૧ ટકાથી ઘટીને ચાર ટકા રહેવાની ધારણા રાખી હતી, પણ એનો અનએમ્પ્લૉયમેન્ટ આંક એપ્રિલમાં ઘટીને ૩.૯ પૉઇન્ટ આવ્યો હતો જે ૧૮ વર્ષનો સૌથી નીચો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત


ચીનમાં ૨૦ વર્ષ પછી પ્રથમ વખત કરન્ટ અકાઉન્ટમાં ડેફિસિટ જોવા મળી હતી, ફર્સ્ટ ક્વૉર્ટરમાં કરન્ટ અકાઉન્ટમાં ૨૮.૨ અબજ ડૉલરની ડેફિસિટ જોવા મળી હતી. ગયા વર્ષે ફર્સ્ટ ક્વૉર્ટરમાં ૧૮.૪ અબજ ડૉલરની સરપ્લસ જોવા મળી હતી. ખાસ કરીને સર્વિસ સેક્ટરમાં ડેફિસિટ જોવા મળતાં એની અસર ઓવરઑલ કરન્ટ અકાઉન્ટમાં જોવા મળી હતી. યુરો ઝોન રીટેલ ટ્રેડમાં માર્ચમાં ૦.૧ ટકાનો વધારો નોંધાયો હતો, જે માર્કેટની ૦.૫ ટકા વધારાની ધારણાથી ઘણો નીચો હતો. ફેબ્રુઆરીમાં રીટેલ ટ્રેડમાં ૦.૩ ટકાનો વધારો થયો હતો. યુરો ઝોનનો સર્વિસ સેક્ટરનો પરચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ (PMI) એપ્રિલમાં ઘટીને ૫૪.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે પ્રિલિમિનરી એસ્ટિમેટમાં ૫૫ અને માર્ચમાં ૫૪.૯ પૉઇન્ટ હતો. અમેરિકાના ફૅક્ટરી ઑર્ડરમાં માર્ચમાં ૧.૬ ટકાનો વધારો નોંધાયો હતો જે માર્કેટની ૧.૪ ટકાના વધારાની ધારણા કરતાં વધુ વધ્યા હતા. અમેરિકાનો કમ્પોઝિટ (મૅન્યુફૅક્ચરિંગ-સર્વિસ બન્ને કમ્બાઇન્ડ) PMI એપ્રિલમાં વધીને ૫૪.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે પ્રિલિમિનરી એસ્ટિમેટમાં ૫૪.૮ અને માર્ચમાં ૫૪.૨ પૉઇન્ટ હતા. અમેરિકાના સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ડેટા સામે યુરો ઝોન - ચીનના નબળા ઇકૉનૉમિક ડેટાથી ડૉલરમાં વધુ ઘટાડો અટક્યો હતો, જેને કારણે સોનું પણ રેન્જબાઉન્ડ રહ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકા સંબંધિત જિયોપૉલિટિકલ ટેન્શન હાલપૂરતુ શાંત છે. હવે ૧૨ મેએ ઈરાન પર આર્થિક પ્રતિબંધો લાદવાનો નિર્ણય ટ્રમ્પ દ્વારા લેવાશે. અગાઉ બરાક ઓબામાની પહેલથી ૨૦૧૫માં યુનાઇટેડ નેશન્સે ઈરાન પર ન્યુક્લિયર શસ્ત્રો બાબતે લગાવેલા આર્થિક પ્રતિબંધો હટાવી લીધા હતા, પણ હવે ટ્રમ્પ છેક ૨૦૧૮માં બરાક ઓબામાએ લીધેલો નિર્ણય માનવા તૈયાર નથી અને ઈરાન પર ફરી પ્રતિબંધ લાદવા માગે છે. ટ્રમ્પનો હઠાગ્રહ જો ચાલુ રહેશે તો ફરી જિયોપૉલિટિકલ ટેન્શન અને ક્રૂડ તેલના ભાવમાં તેજી આવી શકે છે. અમેરિકા ઈરાન પર નવેસરથી પ્રતિબંધ લાદે તો ઈરાન દ્વારા વલ્ર્ડને રોજનું ૧૦ લાખ બૅરલ ક્રૂડ તેલ મળતું બંધ થઈ જશે. અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ-વૉરને ખાળવા ચાલી રહેલી મંત્રણાનું આઉટકમ અને અમેરિકાના ઇન્ટર્નલ ઇકૉનૉમિક ડેટા સોનાની માર્કેટમાં શૉર્ટ ટર્મ નિર્ણાયક બનશે. અમેરિકન ફેડની મીટિંગ હવે છેક જૂનમાં મળવાની હોવાથી ઇન્ટરેસ્ટ-રેટ વધવાની અસર હવે સોનાની માર્કેટમાં મે મહિનાના એન્ડથી જોવા મળશે. હાલના સંજોગોમાં જો અણધારી ઘટના ન બને તો સોનું ૧૩૦૦થી ૧૩૧૫ ડૉલરની રેન્જમાં અથડાતું રહે એવા સંજોગો વધારે છે.

લગ્નસીઝનની સોનાની ડિમાન્ડ નીકળતાં પ્રીમિયમમાં વધારો

ભારતીય માર્કેટમાં વીતેલા સપ્તાહ દરમ્યાન સોનાના ભાવ નીચા હોવાથી લગ્નસીઝનની ડિમાન્ડ જોવા મળી હતી. હાલમાં લગ્નની સીઝન પુરજોશમાં સમગ્ર ભારતમાં ચાલી રહી છે અને છેલ્લાં બે સપ્તાહથી સોનાના ભાવ ઊંચા મથાળેથી થોડા ઘટ્યા હતા. મુંબઈ માર્કેટમાં સોનાનો ભાવ બે સપ્તાહ અગાઉ ૨૦ એપ્રિલે ૧૦ ગ્રામનો ૩૧૪૬૫ રૂપિયા અને ૨૫ એપ્રિલે ૩૧,૪૭૫ રૂપિયા હતો જે ઘટીને ગુરુવારે ૩૧,૦૬૫ રૂપિયા અને ગઈ કાલે ૩૧,૧૬૦ રૂપિયા થયો હતો. સોનાનો ભાવ ઘટવાની ડિમાન્ડ પર અસર જોવા મળી હતી. લંડન સોનાના ભાવ પર હાલમાં ભારતીય માર્કેટમાં પ્રતિ ઔંસ દોઢ ડોલર પ્રીમિયમ બોલાય છે જે ગયા સપ્તાહે એક ડૉલર પ્રીમિયમ બોલાતું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK