ટ્રમ્પના બદલાયેલા વલણથી સોનું ચાર મહિનાના તળિયે

યુરો ઝોન-જપાનના નબળા ઇકૉનૉમિક ડેટાને કારણે ડૉલર મજબૂત બનતાં સોના પર દબાણ વધ્યું : અમેરિકાના જૉબડેટા મજબૂત આવવાની ધારણા

goldd

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

ડોનલ્ડ ટ્રમ્પના આક્રમક વલણમાં એકાએક બદલાવ આવતાં સોનું છેલ્લા દોઢ સપ્તાહથી એકધારું ઘટી રહ્યું છે. સોનાનો ભાવ વર્લ્ડ માર્કેટમાં ચાર મહિનાના તળિયે ૧૩૦૦ ડૉલરની નજીક પહોંચી ગયો છે. યુરો ઝોન, જપાન અને બ્રિટનના નબળા ઇકૉનૉમિક ડેટાને કારણે કરન્સી બાસ્કેટમાં ડૉલરને ઊંચે જવા સપોર્ટ મળી રહ્યો હોવાથી ડૉલરની મજબૂતીનું દબાણ પણ સોના પર અસર કરી રહ્યું છે.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

યુરો ઝોન મૅન્યુફૅક્ચરિંગ પરચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ (PMI) એપ્રિલમાં ઘટીને ૫૬.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે માર્ચમાં ૫૬.૬ પૉઇન્ટ હતો અને પ્રિલિમિનરી એસ્ટિમેટમાં ૫૬ પૉઇન્ટ હતો. મૅન્યુફૅક્ચરિંગ PMI ૧૩ મહિનાની નીચી સપાટીએ એપ્રિલમાં પહોંચ્યો હતો. યુરો ઝોન ફર્સ્ટ ક્વૉર્ટરનો ગ્રોથરેટ ૦.૪ ટકા રહ્યો હતો જે અગાઉના ક્વૉર્ટરમાં ૦.૭ ટકા રહ્યો હતો. યુરો ઝોન અનએમ્પ્લૉયમેન્ટ રેટ એપ્રિલમાં ૮.૫ ટકા ૯ વર્ષના તળિયે જળવાયેલો હતો. જપાનનો કન્ઝ્યુમર્સ કૉન્ફિડન્સ ઇન્ડેક્સ એપ્રિલમાં ઘટીને ૪૩.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે અગાઉના મહિને ૪૪.૩ પૉઇન્ટ હતો. આ ઇન્ડેક્સ છેલ્લા ૭ મહિનાનો સૌથી ઓછો એપ્રિલમાં રહ્યો હતો. ભારતનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ એપ્રિલમાં વધીને ૫૧.૬ પૉઇન્ટ રહ્યો હતો જે અગાઉના મહિને ૫૧ પૉઇન્ટ હતો. ચીનનો પ્રાઇવેટ મૅન્યુફૅક્ચરિંગ PMI એપ્રિલમાં વધીને ૫૧.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે માર્ચમાં ૫૧ પૉઇન્ટ હતો. અમેરિકાનો ઑફિશ્યલ મૅન્યુફૅક્ચરિંગ PMI એપ્રિલમાં ઘટીને ૫૭.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે અગાઉના મહિને ૫૯.૩ પૉઇન્ટ હતો, પણ પ્રાઇવેટ માર્કેટ એજન્સીનો મૅન્યુફૅક્ચરિંગ PMI એપ્રિલમાં વધીને ૫૬.૫ પૉઇન્ટ એટલે કે સાડાત્રણ વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હતો. યુરો ઝોન-જપાનના નબળા મૅન્યુફૅક્ચરિંગ ડેટા સામે અમેરિકાના ડેટા સ્ટ્રૉન્ગ આવતાં ડૉલર કરન્સી બાસ્કેટમાં ચાર મહિનાની ઊંચાઈએ જળવાયેલો હતો. સોનું ઘટ્યા મથાળેથી સુધર્યું હતું, પણ આ સપ્તાહના આરંભના બે દિવસ દરમ્યાન સોનું વધુ પડતું ઘટી ગયું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

ડોનલ્ડ ટ્રમ્પનું વલણ એકાએક બદલાતાં સોનામાં આવેલો ઉછાળો ઝડપથી શમી ગયો હતો. હવે સોનાની માર્કેટ અમેરિકન ઇકૉનૉમિક ડેટા અને ડૉલરની વધ-ઘટ પર આધારિત રહેશે. અમેરિકાના એપ્રિલના નૉન ફાર્મ પેરોલ ડેટા શુક્રવારે જાહેર થવાના છે. માર્ચમાં ઇકૉનૉમિસ્ટોએ ૧.૮૩ લાખ નવી નોકરીઓ ઉમેરાવાની ધારણા રાખી હતી એને બદલે માત્ર ૧.૦૩ લાખ નવી નોકરીએ ઉમેરાઈ હતી. ફેબ્રુઆરીમાં ઇકૉનૉમિસ્ટોએ બે લાખ નવી નોકરીઓ ઉમેરાવાની ધારણા રાખી હતી એને બદલે ૩.૧૩ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી. હવે ઇકૉનૉમિસ્ટોએ ૧.૯૫ લાખ નવી નોકરીઓ એપ્રિલમાં ઉમેરાઈ હોવાની ધારણા રાખી છે. કરન્સી બાસ્કેટમાં ડૉલરની પ્રતિસ્પર્ધી તમામ કરન્સીઓ નબળી પડી રહી હોવાથી ડૉલરનું મૂલ્ય ચાર મહિનાની ઊંચાઈએ પહોંચ્યું છે. ફેડનું સ્ટૅન્ડ ચાલુ વર્ષે હજી બે વખત ઇન્ટરેસ્ટ-રેટ વધારવાનું છે એ નક્કી છે. આ સંજોગોમાં સોનામાં હવે કોઈ આકસ્મિક કે અણધાર્યાં કારણો આવે તો જ સુધારો થવાની ધારણા છે અન્યથા વધ-ઘટે સોનું ૧૩૦૦થી ૧૩૧૫ ડૉલર આસપાસ અથડાતું રહેશે. અમેરિકામાં ઑક્ટોબરમાં યોજાનારા મિડ ટર્મ ઇલેક્શનની અનિશ્ચિતતા અને અમેરિકાની વધી રહેલી ડેબ્ટને કારણે સોનાનું લૉન્ગ ટર્મ ભવિષ્ય ઉજ્જ્વળ છે.

ભારતની સોનાની ઇમ્પોર્ટ ફર્સ્ટ ક્વૉર્ટરમાં ૩૨ ટકા ઘટી

ભારતની સોનાની ઇમ્પોર્ટ ૨૦૧૮ના ફર્સ્ટ ક્વૉર્ટરમાં ૩૨ ટકા ઘટીને ૧૬૩.૧ ટન નોંધાઈ હોવાનો રિપોર્ટ ગોલ્ડ ફીલ્ડ મિનરલ સર્વિસિસ (GFMS)એ આપ્યો હતો. GFMSના ઍનલિસ્ટના જણાવ્યા અનુસાર ફર્સ્ટ ક્વૉર્ટરમાં ઘટેલી ઇમ્પોર્ટ બતાવે છે કે ભારતમાં સોનાનો સ્ટૉક પર્યાપ્ત છે અથવા અનઑફિશ્યલ (સ્મગલિંગ) ઇમ્પોર્ટ આ સમયગાળા દરમ્યાન વધી હોવાથી ઑફિશ્યલ ઇમ્પોર્ટ ઘટી છે. ફર્સ્ટ ક્વૉર્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ ૨૯ ટકા વધીને ૩૮ ટન નોંધાઈ હતી. ૨૦૧૭-’૧૮ના ફાઇનૅન્શિયલ યર (એપ્રિલ-માર્ચ)માં દેશની સોનાની ઇમ્પોર્ટ ૮૩૦.૬ ટન નોંધાઈ હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK