તેજીસૂચક ડેવલપમેન્ટનું ભાવિ ધૂંધળું બનતાં સોનામાં ઊંચા મથાળેથી વારંવાર પીછેહઠ

બેઝમેટલ અને ક્રૂડ તેલની તેજીના સથવારે ઇન્ફ્લેશન વધવાની શક્યતાએ સોનામાં લેવાલી વધી : યુરો ઝોન-ચીનના નબળા ઇકૉનૉમિક ડેટાથી પ્રૉફિટ-બુકિંગ વધ્યું

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ-વૉર, સિરિયા પર મિલિટરી-અટૅક, બેઝમેટલ-ક્રૂડ તેલની તેજીના સથવારે ઇન્ફ્લેશન વધવાની શક્યતા અને અમેરિકામાં પૉલિટિકલ ક્રાઇસિસ જેવા અનેક તેજીસૂચક ડેવલપમેન્ટનું ભાવિ જ્યારે ધૂંધળું દેખાવા લાગે ત્યારે સોનામાં પ્રૉફિટ-બુકિંગ વધતું હોવાથી ઊંચા મથાળેથી વારંવાર પીછેહઠ જોવા મળી રહી છે. તાજેતરમાં ચીન અને યુરો ઝોનના ઇકૉનૉમિક ડેટા નબળા આવતાં ડૉલર મજબૂત થવાની શક્યતાએ સોનામાં પ્રૉફિટ-બુકિંગ વધતાં ફરી એક વખત સોનું વર્લ્ડ માર્કેટમાં ૧૩૫૦ ડૉલરની ઉપર ટકી શક્યું નહોતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

યુરો ઝોન કન્સ્ટ્રક્શન આઉટપુટ ફેબ્રુઆરીમાં ૦.૪ ટકા વધ્યું હતું જે જાન્યુઆરીમાં ૬.૯ ટકા વધીને ચાર વર્ષની ઊંચાઈએ પહોંચ્યું હતું. અમેરિકામાં મૉર્ગેજ ઍપ્લિકેશનમાં વીતેલા સપ્તાહ દરમ્યાન ૪.૯ ટકાનો વધારો નોંધાયો હતો જે પાછલા સપ્તાહે ૧.૯ ટકાનો વધારો બતાવતું હતું. ખાસ કરીને મકાન ખરીદવાની ઍપ્લિકેશનમાં વીતેલા સપ્તાહ દરમ્યાન ૬.૧ ટકાનો ઉછાળો નોંધાયો હતો જે સ્ટ્રૉન્ગ ઇકૉનૉમીનો સંકેત આપે છે. ચીનમાં ઇન્ડસ્ટ્રિયલ કૅપેસિટી યુટિલાઇઝેશન ફસ્ર્ટ ક્વૉર્ટરમાં ઘટીને ૭૬.૫ ટકાએ પહોંચ્યું હતું જે પાછલા ક્વૉર્ટરમાં વધીને ૭૮ ટકાએ પહોંચ્યું હતું. યુરો ઝોન અને ચીનના છેલ્લા ત્રણ-ચાર દિવસના તમામ ઇકૉનૉમિક ડેટા ધારણાથી નબળા આવ્યા હતા એની સામે અમેરિકાના ઇકૉનૉમિક ડેટા સ્ટ્રૉન્ગ આવ્યા હોવા છતાં જિયોપૉલિટિકલ ટેન્શનને કારણે ડૉલરનું મૂલ્ય સતત ઘટી રહ્યું છે. ડૉલર ઘટી રહ્યો હોવાથી સોનું સતત મજબૂત બની રહ્યું છે.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ


અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ-વૉર વધવાનો ભય હજી યથાવત છે. ચીનની કૉમર્સ મિનિસ્ટ્રીએ ચીમકી આપી હતી કે એ અમેરિકાના કોઈ પણ પગલાની ચીનના ટ્રેડ પર પડનારી નેગેટિવ અસરને હૅન્ડલ કરવા તત્પર છે. આ ઉપરાંત બેઝમેટલ અને ક્રૂડ તેલની તેજીને કારણે વર્લ્ડમાં ઇન્ફ્લેશન વધવાના સંજોગો ઝડપથી વધ્યા છે. ઍલ્યુમિનિયમ અને નિકલના ભાવ સાડાછ વર્ષની અને ક્રૂડ તેલના ભાવ ફરી ત્રણ વર્ષની ઊંચાઈએ પહોંચ્યા હતા. ઍલ્યુમિનાના ભાવ ઑલટાઇમ હાઈ થયા હતા. ઇન્ફ્લેશન વધે ત્યારે હેજિંગ માટે ગોલ્ડની ખરીદી બેસ્ટ મનાતી હોવાતી ગોલ્ડની ડિમાન્ડ વધશે. જિયોપૉલિટિકલ ટેન્શન અને ઇન્ફ્લેશન એ બે પરિબળો હાલમાં સોના-ચાંદીની તેજી માટેનાં મુખ્ય ઇન્ડિકેટર બની રહે એમ છે. સોનું ૨૦૧૮માં ૧૪૦૦થી ૧૫૦૦ ડૉલર સુધી અને ૨૦૧૯માં ૧૬૦૦ ડૉલર સુધી વધવાની ઍનલિસ્ટોની આગાહી નિરંતર આવી રહી છે. ડોનલ્ડ ટ્રમ્પની કન્ટ્રોવર્શિયલ પૉલિસીથી અમેરિકામાં ૨૦૧૮ના અંતે યોજાનારા મિડ ટર્મ ઇલેક્શનના રિઝલ્ટથી પૉલિટિકલ ક્રાઇસિસ વધી શકે છે. અમેરિકાની ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક મૉર્ગન સ્ટૅનલીના રિપોર્ટ અનુસાર ભારતમાં પણ ૨૦૧૯ના ઇલેક્શન બાદ અસ્થિરતા સર્જા‍ઈ શકે છે. આમ સોનામાં શૉર્ટ ટર્મ અને લૉન્ગ ટર્મ તેજીનાં નવાં-નવાં કારણો ઊભરી રહ્યાં હોવાથી દરેક ઘટાડે સોનાની ખરીદી કરવી ફાયદાકારક નીવડી શકે છે.

કરન્સી-શૉર્ટેજ થકી ગ્રામ્ય વિસ્તારોમાં અક્ષયતૃતીયામાં સોના-ચાંદીની ખરીદી ફિક્કી રહી

નોટબંધી બાદ ઊભી થયેલી કરન્સી-શૉર્ટેજ જેવી જ સ્થિતિ હાલમાં દેશભરમાં પ્રવર્તી રહી હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં એની વધુ અસર જોવા મળી હતી. કરન્સી-શૉર્ટેજ અને સોનાના ભાવ ગયા વર્ષથી ૮ ટકા ઊંચા હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં અક્ષયતૃતીયાના દિવસે ગ્રામ્ય વિસ્તારોમાં સોના-ચાંદીની ખરીદી ગયા વર્ષથી ૨૦થી ૨૫ ટકા ઘટી હતી. શહેરી વિસ્તારમાં મિશ્ર ચિત્ર ઊપસ્યું હતું. કેટલાંક શહેરોમાં સોનાની ડિમાન્ડ ૧૫થી ૨૦ ટકા વધી હતી તો એની સામે કેટલાંક શહેરોમાં સોનાની ડિમાન્ડ ૧૦થી ૧૫ ટકા ઘટી હતી. ખાસ કરીને તેલંગણ, આંધþ પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, બિહાર અને ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં કરન્સી-શૉર્ટેજ વધુ હોવાથી સોના-ચાંદીની ડિમાન્ડ નોંધપાત્ર ઘટી હતી. બ્રૅન્ડેડ કંપનીઓએ તેમનું ગોલ્ડ સેલ્સ અક્ષયતૃતીયાના દિવસે ૨૦થી ૨૫ ટકા વધ્યું હોવાનો દાવો કર્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK