સિરિયા પર મિલિટરી અટૅકની હિલચાલ વધતાં સોનું ફરી વધ્યું

અમેરિકાને સિરિયા પર અટૅક કરવા માટે બ્રિટન અને ફ્રાન્સે સપોર્ટ કરવાની જાહેરાત કરી : અમેરિકાના ખેડૂતોનો રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ સામે વધતો રોષ

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

સિરિયા પર મિલિટરી અટૅકની હિલચાલે જોર પકડતાં સોનામાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો. અમેરિકી ફેડ દ્વારા ઇન્ટરેસ્ટ-રેટ વધવાના સંકેતને પગલે ગુરુવારે સોનું ૨૫ ડૉલર ઘટી ગયું હતું, પણ સિરિયા પર અટૅકની ટ્રમ્પે ગર્જના કરતાં સોનું ફરી ૧૩૫૦ ડૉલર ભણી આગળ વધ્યું હતું. ડોનલ્ડ ટ્રમ્પ સામે આંતરિક વિરોધ પણ વધી રહ્યો હોવાથી એની અસરે પણ સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધી હતી.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

ચીનની એક્સપોર્ટ માર્ચમાં ૨.૭ ટકા ઘટી હતી જે ફેબ્રુઆરીમાં ૪૪.૫ ટકા વધી હતી અને માર્કેટની ધારણા ૧૦ ટકા વધવાની હતી. ચીનની એક્સપોર્ટ ૧૩ મહિના પછી પહેલી વખત ઘટી હતી અને એ પણ તદ્દન ધારણાથી વિપરીત ઘટી હતી. ચીનની ઇમ્પોર્ટ માર્ચ મહિનામાં ૧૪.૪ ટકા વધી હતી જે ફેબ્રુઆરીમાં ૬.૩ ટકા વધી હતી અને માર્કેટની ધારણા ૧૦ ટકા વધવાની હતી. ચીનની એક્સપોર્ટ ૧૩ મહિના પછી પહેલી વખત ઘટતાં ટ્રેડ ડેફિસિટ ૪.૯૮ અબજ ડૉલરની જોવા મળી હતી. ફેબ્રુઆરીમાં ટ્રેડ સરપ્લસ ૨૭.૧ અબજ ડૉલર હતી. અમેરિકાની એક્સપોર્ટ-પ્રાઇસ માર્ચમાં ૦.૩ ટકા વધી હતી જે ફેબ્રુઆરીમાં ૦.૨ ટકા હતી. અમેરિકાની ઇમ્પોર્ટ-પ્રાઇસ માર્ચમાં જળવાયેલી હતી. અમેરિકાના જૉબલેસ બેનિફિટ વીતેલા સપ્તાહ દરમ્યાન ૯૦૦૦ ઘટ્યા હતા. ભારતનું ઇન્ડસ્ટિÿયલ પ્રોડક્શન ફેબ્રુઆરીમાં ૭.૧ ટકા વધ્યું હતું જે ગયા મહિને ૭.૪ ટકા વધ્યું હતું. ભારત અને ચીનના ઇકૉનૉમિક ડેટા પ્રમાણમાં નબળા આવતાં સોનામાં ફિઝિકલ ડિમાન્ડ વધવાની આશા થોડી નબળી પડી હતી.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

ટ્રમ્પ સિરિયા પર મિલિટરી અટૅકની જોરદાર તૈયારી કરી રહ્યા છે, પણ ટ્રમ્પની મુશ્કેલીઓ દિવસે-દિવસે વધી રહી છે. ચીનથી ઇમ્પોર્ટ થતી આઇટમો પર ડ્યુટી લાદી દીધા બાદ વળતા પ્રહાર તરીકે ચીને અમેરિકાથી ઇમ્પોર્ટ થતી ઍિગ્રકલ્ચર પ્રોડક્ટ પર ડ્યુટી લાદી દેતાં ટ્રમ્પ સામે આંતરિક વિરોધ ઝડપથી વધી રહ્યો છે. અમેરિકાની મોટા ભાગની ઍિગ્રકલ્ચર કંપનીઓએ ખરીદી બંધ કરીને તમામ એક્સપાન્શન પ્રોજેક્ટ તાત્કાલિક અસરથી બંધ કરી દીધા છે જેને કારણે ખેડૂતોમાં ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશન સામે ભારે વિરોધ પ્રવર્તે છે. ટ્રમ્પે વિરોધને ખાળવા અને ચીન સાથે ટ્રેડ સંબંધનો તનાવ દૂર કરવા ૧૧ દેશોના ટ્રાન્સ પૅસિફિક પાર્ટનરશિપ ઍગ્રીમેન્ટમાં જોડવાની સંમતિ આપી હતી. ૨૦૧૬ના ઇલેક્શન-કૅમ્પેનમાં ટ્રમ્પે ટ્રાન્સ પૅસિફિક ઍગ્રીમેન્ટનો ભારે વિરોધ કર્યા બાદ સત્તાનાં સૂત્રો સંભાળ્યા બાદ આ ઍગ્રીમેન્ટમાંથી અમેરિકાને બાકાત કરી દીધું હતું. ટ્રમ્પ સામેનો આંતરિક વિરોધ ગમે ત્યારે પૉલિટિકલ ક્રાઇસિસ ઊભી કરી શકે છે અને એ સમયે સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધશે. સિરિયા પર મિલિટરી અટૅક માટે બ્રિટન અને ફ્રાન્સે સંમતિ આપી દીધી છે. ટ્રમ્પે પણ સિક્યૉરિટી ઍડ્વાઇઝર સાથે સઘન મંત્રણા ચાલુ રાખી હતી. આમ હાલમાં સોનામાં ફેડના સ્ટેટમેન્ટ પછી થોડી પીછેહઠ જોવા મળી છે, પણ સિરિયા પર અટૅક કે અમેરિકામાં પૉલિટિકલ ક્રાઇસિસના સંજોગો જોતાં સોનામાં હજી ભારે અનિશ્ચિતતા પ્રવર્તે છે. હાલના ઘટાડે સોનામાં એન્ટર થનારને ટૂંકા ગાળામાં સારી કમાણી જરૂર થશે એ નિશ્ચિત છે.

અક્ષયતૃતીયા પર સોનું ખરીદવાની ઍનલિસ્ટોની અપીલ

આવતા સપ્તાહે અક્ષયતૃતીયાના તહેવારોમાં ભારતીય ઇન્વેસ્ટરો અને વપરાશકારોને સોનું ખરીદવાની સલાહ માર્કેટ-એક્સપર્ટો દ્વારા અપાઈ રહી છે. નર્મિલ બંગ કૉમોડિટીઝના રિસર્ચ-હેડ કૃણાલ શાહ ઇન્વેસ્ટરોને જણાવે છે કે હાલમાં વિશ્વમાં ભારે અંધાધૂધી પ્રવર્તે છે. સોનાની માર્કેટને અસર કરતાં પરિબળો જોતાં ડૉલરના મૂલ્યમાં ઘટાડાના ચાન્સિસ, ક્રિપ્ટોકરન્સી બિટકૉઇનના ભાવમાં સતત ઘટાડો અને જિયોપૉલિટિકલ ટેન્શન જોતાં સોનાનો ભાવ આવતાં બે વર્ષમાં વધીને ૧૬૦૦ ડૉલર થશે જે હાલમાં ૧૩૪૦ ડૉલર આસપાસ ચાલી રહ્યો છે. એકાદ વર્ષમાં ૧૫૦૦ ડૉલર થવાનું તો હાલમાં નિશ્ચિત દેખાય છે. બોનાન્ઝા પોર્ટફોલિયોના જતીન ત્રિવેદી જણાવે છે કે ચાલુ વર્ષે સોનાના ભાવમાં ૭થી ૯ ટકાની તેજી થવાની ધારણા છે.

ચાંદીની ટૅરિફ-વૅલ્યુમાં એક ડૉલરનો વધારો

સરકારે સોના-ચાંદીની ટૅરિફમાં ખાસ કોઈ મોટો ફેરફાર કર્યો નથી. ચાંદીની ટૅરિફ-વૅલ્યુમાં એક ડૉલરનો વધારો કરીને પ્રતિ કિલો ૫૩૭ ડૉલર રાખી છ, જ્યારે સોનાની ટૅરિફ-વૅલ્યુ ૪૩૨ ડૉલર પ્રતિ ૧૦ ગ્રામ પર જાળવી રાખી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK