અમેરિકાની સિરિયા પર હુમલો કરવાની તૈયારીથી સોનામાં ઉછાળો

યુરોપિયન યુનિયનના દેશોની ઍરલાઇન્સને સંભવિત હુમલા અગાઉ અલર્ટ કરાઈ : ડોનલ્ડ ટ્રમ્પે લૅટિન અમેરિકાની મુલાકાત રદ કરી

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

સિરિયામાં થયેલા ઝેરી કેમિકલ ગૅસ-અટૅક બાદ અમેરિકા અને વેસ્ટર્ન અલાયન્સ દ્વારા સિરિયા પર મિલિટરી અટૅક કરવાની તૈયારીઓ શરૂ થતાં સોનામાં ઝડપી ઉછાળો જોવા મળ્યો હતો. સોનું વર્લ્ડ માર્કેટમાં જોતજોતાંમાં ૧૩૫૦ ડૉલરની સપાટીને વટાવી ગયું હતું. છેલ્લા ૨૪ કલાકમાં સોનામાં ૨૫થી ૩૦ ડૉલરનો ઉછાળો જોવા મળ્યો હતો. સિરિયા પર અમેરિકા મિલિટરી અટૅક કરશે તો સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધતાં ઝડપી તેજી જોવા મળશે.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

ચીનનું કન્ઝ્યુમર્સ ઇન્ફ્લેશન માર્ચમાં ઘટીને ૨.૧ ટકા આવ્યું હતું જે ગયા મહિને સાડાચાર વર્ષની ઊંચાઈએ ૨.૯ ટકા નોંધાયું હતું, માર્કેટની ધારણા ઇન્ફ્લેશનની ૨.૬ ટકાની હતી. મન્થ્લી બેઝ પર ઇન્ફ્લેશન ૧.૧ ટકા ઘટ્યું હતું. ચીનનું પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશન માર્ચમાં ૩.૧ ટકા વધીને ૧૭ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું જે ગયા મહિને ૩.૭ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા ૩.૨ ટકા વધવાની હતી. જપાનનું પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશન માર્ચમાં ૨.૧ ટકા વધ્યું હતું જે ગયા મહિને ૨.૬ ટકા વધ્યું હતું, પણ માર્કેટની ધારણા બે ટકાની હતી એના કરતાં ઇન્ફ્લેશન વધુ આવ્યું હતું, ઇન્ફ્લેશનનો વધારો છેલ્લા દસ મહિનાનો સૌથી ઓછો રહ્યો હતો. જપાનમાં કોર મશીનરી ઑર્ડર ફેબ્રુઆરીમાં ૨.૧ ટકા વધ્યા હતા જે ગયા મહિને ૪.૫ ટકા વધ્યા હતા. અમેરિકામાં પ્રોડ્યુસર્સ પ્રાઇસ માર્ચમાં ૦.૩ ટકા વધ્યા હતા જે ગયા મહિને ૦.૨ ટકા વધ્યા હતા. અમેરિકાનો સ્મૉલ બિઝનેસ ઑપ્ટિનિઝમ ઇન્ડેક્સ માર્ચમાં ઘટીને ૧૦૪.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ગયા મહિને ૧૦૭.૬ પૉઇન્ટ હતો. અમેરિકાના નબળા ડેટાને પગલે અને સિરિયા પર મિલિટરી અટૅકની શક્યતાએ કરન્સી બાસ્કેટમાં ડૉલરનું મૂલ્ય ઘટીને બે સપ્ïતાહના તળિયે પહોંચ્યું હતું અને સોનું સુધર્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ


સિરિયામાં શનિવારે થયેલા ઝેરી ગૅસ-અટૅકને કારણે સિરિયા પર મિલિટરી ઍક્શનની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ડોનલ્ડ ટ્રમ્પે તેમનો લૅટિન અમેરિકાનો પ્રવાસ કૅન્સલ કર્યો હતો. પૅન-યુરોપિયન ટ્રાફિક કન્ટ્રોલે તમામ ઍરલાઇન્સને વૉર્નિંગ આપી દીધી હતી. રશિયાના લેબૅનન ખાતેના ઍમ્બૅસૅડરે અમેરિકાના અટૅકને ખાળવાની વિવાદાસ્પદ કમેન્ટ કરતાં સિરિયાના મામલે અમેરિકા અને રશિયા વચ્ચે પણ તનાવ વધ્યો હતો. ટ્રમ્પે સહયોગી વેસ્ટર્ન કન્ટ્રીઝના વડાઓ સાથે સિરિયા પર મિલિટરી અટૅક કરવા માટેની મંત્રણાઓ યુદ્ધના ધોરણે આરંભી દીધી છે. ટ્રમ્પે સિરિયાના પ્રેસિડન્ટ બશર અસદને પાઠ ભણાવવાની જાહેરમાં ચેતવણી આપી દીધી હોવાથી હવે યુદ્ધની શક્યતાઓ વધી ચૂકી છે. સિરિયામાં સંભવિત મિલિટરી ઍક્શનની અસરે સોનામાં પણ છેલ્લા ૨૪ કલાકમાં મોટા પ્રમાણમાં સેફ હેવન ડિમાન્ડ વધતાં સોનું ઝડપથી ૧૩૫૦ ડૉલરની સપાટી તરફ જઈ રહ્યું છે. ટેક્નિકલ ઍનૅલિસ્ટોને હવે સોનામાં ઝડપી તેજી દેખાવા લાગી છે. ટેક્નિકલ રિપોર્ટ પ્રમાણે સોનું ૧૩૫૪ ડૉલરની સપાટી વટાવે તો ઝડપથી ૧૩૮૨ ડૉલરની સપાટીએ પહોંચશે.

ગોલ્ડની ઇમ્પોર્ટ માર્ચમાં ગયા વર્ષથી અડધી થઈ હોવાનો અંદાજ


ભારતની ગોલ્ડ ઇમ્પોર્ટ માર્ચમાં ૫૨.૫ ટન થઈ હોવાનો અંદાજ ગોલ્ડ ફીલ્ડ મિનરલ સર્વિસિસે મૂક્યો હતો જે ગયા વર્ષે માર્ચમાં ૧૦૩.૭ ટન થઈ હતી. ભારતમાં સોનાનો ભાવ ગયા વર્ષ કરતાં ઊંચો હોવાથી અને ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સનું ત્રણ ટકાનું ભારણ વધતાં ચાલુ વર્ષે સોનાની ડિમાન્ડ સુસ્ત છે ઉપરાંત અત્યારે મોટા ભાગની કૃષિપેદાશોના ભાવ મિનિમમ સપોર્ટ પ્રાઇસથી નીચે ચાલતા હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં પણ સોનાની ડિમાન્ડ સુસ્ત છે. આ તમામ કારણો થકી સોનાની ઇમ્પોર્ટ માર્ચમાં ગયા વર્ષ કરતાં અડધી રહી હતી. ગત વર્ષે એપ્રિલમાં ભારતની સોનાની ઇમ્પોર્ટ ૯૩.૬ ટન રહી હતી. એપ્રિલમાં અક્ષયતૃતીયા હોવા છતાં સોનાના ઊંચા ભાવને કારણે ગયા વર્ષથી ઇમ્પોર્ટ ઓછી રહે એવી ધારણા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK