અમેરિકા ને ચીન વચ્ચે ટ્રેડ-વૉરની અનિશ્ચિતતાથી સોનું રેન્જબાઉન્ડ

ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકાના ખેડૂતોની ટ્રેડ-વૉરથી પડનારી તકલીફને દૂર કરવા તાત્કાલિક પગલાં લેવાની બાંયધરી આપી

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ-વૉરને ખતમ કરવા બન્ને દેશોના પ્રેસિડન્ટ વારંવાર પગલાં લેવાની ખાતરી આપે છે, પણ એની સામે બન્ને દેશો દ્વારા ટ્રેડ-વૉર વધુ ભડકે એવાં પગલાં લેવામાં આવી રહ્યાં હોવાથી બન્ને દેશોની ટ્રેડ-વૉર વિશે ભારે અનિશ્ચિતતા પ્રવર્તે છે. આ અનિશ્ચિતતાને કારણે સોનું, કરન્સી, સ્ટૉક અને બૉન્ડમાર્કેટમાં અફરાતફરીનો માહોલ છે.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત


ચીનની ફૉરેક્સ રિઝર્વ માર્ચમાં નજીવી વધીને ૩.૧૪૩ લાખ કરોડ ડૉલરે પહોંચી હતી જે ગયા મહિનાના અંતે ૩.૧૩ લાખ કરોડ ડૉલર હતી. ચીનની ગોલ્ડ રિઝર્વ ફેબ્રુઆરીના અંતે ૭૮.૦૬ અબજ ડૉલર હતી જે વધીને માર્ચના અંતે ૭૮.૧૪ અબજ ડૉલરે પહોંચી હતી. બ્રિટનમાં હાઉસિંગ પ્રાઇસ જાન્યુઆરી-માર્ચ ક્વૉર્ટરમાં ૨.૭ ટકા વધ્યા હતા જે માર્કેટની ૨.૧ ટકા વધવાની ધારણા કરતાં ઊંચા આવ્યા હતા. જપાનનો કન્ઝ્યુમર્સ કૉન્ફિડન્સ માર્ચમાં ૪૪.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે માર્કેટની ૪૪.૬ ટકાની ધારણા કરતાં નીચો રહ્યો હતો. જપાનની કરન્ટ અકાઉન્ટ સરપ્લસ ફેબ્રુઆરીમાં ઘટીને ૨.૦૮ લાખ કરોડ ડૉલરે પહોંચી હતી જે ગયા વર્ષે આ સમયે ૨.૯૧ લાખ કરોડ ડૉલર હતી. જપાનના નબળા ઇકૉનૉમિક ડેટાને પગલે ડૉલર સુધર્યો હતો, વળી ચીનના પ્રેસિડન્ટ જિનપિંગે ઇમ્પોર્ટ ટૅરિફ ઘટાડવાની ખાતરી આપતાં ડૉલરને મજબૂતી મળી હતી અને સોનું ઘટ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

ચીને અમેરિકાની એગ્રિકલ્ચર પ્રોડક્ટની ઇમ્પોર્ટ પર ટૅરિફ લાદતાં અમેરિકાના ખેડૂતોની મુશ્કેલી વધી હતી અને ડોનલ્ડ ટ્રમ્પને ખેડૂતોની મુશ્કેલી દૂર કરવા પગલાં લેવાની ફરજ પડી છે. અમેરિકન સોયબીન, કૉટન, મકાઈ, તમાકુ, ઘઉં વગેરે પ્રોડક્ટની સૌથી વધુ એક્સપોર્ટ ચીનમાં થાય છે ત્યારે ચીને ઇમ્પોર્ટ-ડ્યુટી વધારતાં અમેરિકાના ખેડૂતોની આજીવિકા પર પ્રહાર થયો છે. અમેરિકા-ચીનના ટ્રેડ-વૉરમાં ચીને મારેલા માસ્ટરસ્ટ્રોક સામે ટ્રમ્પને આજે નહીં તો કાલે ઝૂકવું પડશે. ચીનના પ્રેસિડન્ટ જિનપિંગ અને ડોનલ્ડ ટ્રમ્પ બન્નેના બદલાયેલા સૂરે ટ્રેડ-વૉરમાં સમાધાનના સંકેત આપવાનું શરૂ કર્યું છે અને સોનાની માર્કેટમાં પણ આ સંકેતની અસરે પીછેહઠ જોવા મળી હતી, પણ સિરિયામાં થયેલા કેમિકલ-અટૅક સામે અમેરિકાની દરમ્યાનગીરી અને ટ્રમ્પના આક્રમક તેવર જોતાં ગમે ત્યારે નવા-જૂની થવાની શક્યતા ઊભી થઈ છે. મિડલ ઈસ્ટમાં લાંબા સમયથી ચાલી રહેલા ટેન્શનમાં સિરિયામાં થયેલા કેમિકલ-અટૅકે નવો વળાંક લીધો છે. ટ્રમ્પની કેમિકલ શસ્ત્રો સામેની લડાઈ જો સિરિયાના અટૅક પછી મિલિટરી ઍક્શનમાં ફેરવાશે તો સોનામાં સેફ હેવન ડિમાન્ડ ફરી વધશે અને સોનામાં ફરી તેજી જોવા મળી શકે છે.

અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ પર પ્રતિબંધથી જ્વેલરી ટ્રેડને મોટી અસર થશે


સરકારે ફેબ્રુઆરીના અંતમાં અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધથી જ્વેલરીઓ દ્વારા ચલાવાતી ડિપોઝિટ સ્કીમો પણ બંધ કરવાની ફરજ પડશે. જ્વેલરી ટ્રેડમાં આવી ડિપોઝિટ સ્કીમનો હિસ્સો ૨૫ ટકા છે. જ્વેલરો દ્વારા કંપનીઝ ઍક્ટ, ૨૦૧૩ અંતર્ગત ૧૧ મહિનાની ડિપોઝિટ સ્કીમ ચલાવવામાં આવી રહી છે જેમાં ૧૧ મહિના સુધી નિશ્ચિત રકમ ભર્યા બાદ કસ્ટમરને જેટલી રકમ ભરી હોય એટલી કિંમતની સોનાની જ્વેલરી મળે છે અથવા તો આ સ્કીમને વધારાના ૧૧ મહિના માટે લંબાવવામાં આવે છે. આ રીતે જ્વેલરો પાસે ડિપોઝિટ રાખનારને જ્વેલરીનો મેકિંગ-ચાર્જ આપવો પડતો નથી. મદ્રાસ જ્વેલર્સ ઍન્ડ ડાયમન્ટ મરચન્ટ અસોસિએશનનું કહેવું છે કે સરકારે આવી ડિપોઝિટ સ્કીમ પર પ્રતિબંધ મૂકવાને બદલે એને રેગ્યુલેટેડ કરવી જોઈએ. હાલમાં જ્વેલરી બિઝનેસમાં આવી ડિપોઝિટ સ્કીમનો હિસ્સો ૨૦ ટકા હોવાથી એના પર પ્રતિબંધ મૂકવાથી જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ અને ગ્રાહક બન્નેને નુકસાન થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK