ટ્રેડ-વૉર અને નૉર્થ કોરિયાનું ટેન્શન હળવું થવાથી સોનામાં પીછેહઠુ

ચીનની મુલાકાતે ગયેલા નૉર્થ કોરિયન પ્રેસિડન્ટ કિમ જૉન્ગે અમેરિકા સાથે મંત્રણાની વાત દોહરાવી : યુરોપિયન ઇકૉનૉમિકના નબળા ડેટાથી ડૉલર સુધર્યો

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડ-વૉરનો ગભરાટ બન્ને દેશો વચ્ચે શરૂ થયેલી મંત્રણાથી હળવો થયો હતો. નૉર્થ કોરિયાના પ્રેસિડન્ટ કિમ જૉન્ગની ચીનની મુલાકાત સમયે ડીન્યુક્લિયરાઇઝેશન વિશે અમેરિકા સાથે વાતચીતની વાત ફરી દોહરાવવામાં આવી હતી જેને કારણે નૉર્થ કોરિયા અને અમેરિકા વચ્ચે પણ આવનારા દિવસોમાં સમાધાનની શક્યતા વધી હતી. આ તમામ ઘટનાક્રમની સાથે યુરોપિયન ઇકૉનૉમિક ડેટા નબળા આવતાં ડૉલર સુધર્યો હતો અને સોનું ઘટ્યું હતું. સોનાની માર્કેટને અસર કરનારાં અનેક ઘટનાઓ, વિવાદો અને સંભવિત ક્રાઇસિસ હજી લાઇનમાં હોવાથી ગમે ત્યારે સોનામાં ફરી ઉછાળો આવી શકે છે.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત


યુરો ઝોન બિઝનેસ ક્લાઇમેટ ઇન્ડેક્સ માર્ચમાં ઘટીને ૧.૩૪ પૉઇન્ટ થયો હતો જે ફેબ્રુઆરીમાં ૧.૪૮ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૧.૩૯ પૉઇન્ટની હતી. બિઝનેસ ક્લાઇમેટ ઇન્ડેક્સ માર્ચમાં છ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. યુરો ઝોન ઇકૉનૉમિક સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ પણ માર્ચમાં ઘટીને ૧૧૨.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૧૧૪.૨ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૧૧૩.૪ પૉઇન્ટની હતી. ઇકૉનૉમિક સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ પણ માર્ચમાં છ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. જોકે યુરો ઝોન કન્ઝ્યુમર્સ મૉરલ માર્ચમાં ૦.૧ ટકા સ્થિર રહ્યું હતું. યુરો ઝોનમાં હાઉસહોલ્ડ દ્વારા મેળવાતી લોનનું પ્રમાણ ફેબ્રુઆરીમાં ૨.૯ ટકા વધ્યું હતું જે માર્કેટની ત્રણ ટકા વધવાની ધારણા કરતાં સહેજ ઓછું હતું. અમેરિકાનાં ટૉપ ૨૦ મેટ્રોપૉલિટન સિટીમાં હાઉસ પ્રાઇસ જાન્યુઆરીમાં ૬.૪ ટકા વધ્યા હોવાનો રિપોર્ટ સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સે આપ્યો હતો. યુરો ઝોનના નબળા ડેટા અને અમેરિકાના સ્ટ્રૉન્ગ ડેટાને પગલે મંગળવારે ડૉલર મજબૂત રહ્યો હતો અને સોનું મંગળવારે એક જ દિવસમાં ૦.૬ ટકા તૂટ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકા-ચીન વચ્ચેની ટ્રેડ-વૉર હાલ પૂરતી ટળી ચૂકી છે. બ્રિટન અને રશિયા વચ્ચે મંત્રણાનો તખ્તો પણ તૈયાર થઈ ચૂક્યો હોવાથી હાલ સોનામાં સેફ હેવન ડિમાન્ડ પ્રૉફિટ-બુકિંગમાં ફેરવાતી જાય છે; પણ ફેસબુક, ટ્વિટર અને અન્ય સોશ્યલ નેટવર્ક કંપનીઓ પર સરકારી તવાઈના ભાગરૂપે તમામના સ્ટૉકમાં મોટો ઘટાડો થતાં સ્ટૉકમાર્કેટમાં પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળ્યો હતો. સોશ્યલ નેટવર્ક ટેક્નૉલૉજી કંપનીના સ્ટૉક ઘટતાં ડૉલર પર દબાણ વધ્યું હતું અને સોનું થોડા સમય માટે સુધર્યું હતું, પણ આ સુધારો લાંબો ટક્યો નહોતો. સોનામાં સુધારો થવાનાં અનેક કારણો હાલ મોજૂદ છે. એક કારણ ડિસ્કાઉન્ટ થાય કે તરત જ બીજું કારણ થકી સોનું સુધરી રહ્યું છે. ડોનલ્ડ ટ્રમ્પની આસપાસ થતી ઘટનાઓમાંથી એકાદ ઘટના તો એવી બને છે જેના થકી સોનામાં તેજીની આગેકૂચ ચાલુ થઈ જાય. અમેરિકન પ્રેસિડેન્શ્યલ ઇલેક્શનમાં રશિયાની સામેલગીરી, રશિયાના ડિપ્લોમેટ પર અનેક દેશોનાં પગલાં, ઈરાન પર ફરી આર્થિક પ્રતિબંધ લાદવા અને સંભવિત ટ્રેડ-વૉર જેવાં અનેક કારણો લાઇનમાં હોવાથી સોનામાં ઘટાડો લાંબો ટકી શકવાનો નથી, પણ દરેક ઘટાડે સોનામાં નવી કમાણીની તક ખૂલશે એ નક્કી છે.

સોનાની તેજીને કારણે ડિમાન્ડ ઘટતાં ડિસ્કાઉન્ટ સાડાછ મહિનાની ઊંચાઈએ પહોંચ્યું

વર્લ્ડ માર્કેટમાં અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ-વૉર અને ઊંચા ઇન્ફ્લેશનને કારણે સોનાનો ભાવ વધતાં એની અસરે ભારતમાં સોનાનો ભાવ ૧૫ મહિનાની ઊંચી સપાટી નજીક પહોંચી ગયો હતો. સોનાના ઊંચા ભાવને કારણે રીટેલ બાયર્સ અને જ્વેલર્સની ખરીદી સાવ તળિયે પહોચી જતાં સોનાનું ડિસ્કાઉન્ટ વધીને પ્રતિ ઔંસ સાત ડૉલર બોલાવા લાગ્યું હતું જે ગયા સપ્તાહે માત્ર ત્રણ ડૉલર હતું. ફેબ્રુઆરીમાં દેશની ગોલ્ડ ઇમ્પોર્ટ પચીસ ટકા ઘટ્યા બાદ માર્ચમાં પણ ગોલ્ડની ઇમ્પોર્ટ ઘટવાની ધારણા છે. લંડન સોનાના ભાવની સરખામણીમાં અહીં સોનાના ભાવનું ડિસ્કાઉન્ટ સાડાછ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. ચીનમાં લુનાર ન્યુ યરની રજાઓ બાદ સોનાની ડિમાન્ડ અપેક્ષા પ્રમાણે વધી નથી જેને કારણે સોનાના ભાવનું પ્રીમિયમ આઠ ડૉલર જળવાયેલું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK