સ્ટૉક માર્કેટ અને ડૉલરની તેજીને પગલે સોનું ઊંચા મથાળેથી ઘટ્યું

અમેરિકા-ચીન મંત્રણાના સમાચારથી અમેરિકા સહિત વિશ્વનાં સ્ટૉક માર્કેટ ઊછળતાં સોનામાં પ્રૉફિટ-બુકિંગ વધ્યું : અમેરિકા-રશિયા વચ્ચે ટેન્શન વધતાં સોનામાં ગમે ત્યારે ઉછાળાની શક્યતા

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકા-ચીન વચ્ચેની ટ્રેડ-વૉરને ટાળવા માટે શરૂ થયેલી મંત્રણાના પગલે અમેરિકા સહિત વિશ્વના સ્ટૉક માર્કેટમાં સ્પ્રિંગ જેવો ઉછાળો આવતાં અને એની સાથે અમેરિકી ડૉલર પણ ઊછળતાં સોનામાં પ્રૉફિટ-બુકિંગ વધ્યું હતું. જોકે પ્રૉફિટ-બુકિંગ પહેલાં સોનું વર્લ્ડ માર્કેટમાં દોઢ મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

ચીનમાં ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ગયા વર્ષની સરખામણીમાં ૧૬.૧ ટકા વધ્યો હતો. ચીનની ટૉપમોસ્ટ કંપનીઓના પ્રૉફિટમાં ગયા વર્ષની સરખામણીમાં ૨૧ ટકા વધારો થયો હતો જે ૨૦૧૧ પછીનો સૌથી વધુ હતો. અમેરિકા અને ચીન વચ્ચે સંભવિત ટ્રેડ-વૉરને ટાળવા મંત્રણાનો દોર ચાલુ થયાના રિપોર્ટને પગલે તમામ સ્ટૉક ઇન્ડેક્સ સુધર્યા હતા. અમેરિકાનો ડાઉ જોન્સ સોમવારે ઓવરનાઇટ ૨.૮૪ ટકા સુધર્યો હતો, જ્યારે નૅસ્ડૅક ૩.૩ ટકા ઊછળ્યો હતો અને સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સ ૫૦૦ ઇન્ડેક્સ ૨.૭૨ ટકા વધ્યો હતો. જપાનનો નિક્કી બે ટકા અને વિયેટનામનો સ્ટૉક ઇન્ડેક્સ ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. અમેરિકન સ્ટૉક માર્કેટનો સુધારો છેલ્લાં અઢી વર્ષનો સૌથી મોટો હતો. અમેરિકન ટેન યર બૉન્ડ યીલ્ડ પણ સુધર્યા હતા. ઇન્ડસ્ટ્રિયલ કૉમોડિટી અને ક્રૂડ તેલના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. આમ તમામ ઍસેટ ક્લાસ સુધરતાં સોનામાં પણ સુધારો આગળ વધ્યો હતો અને ભાવ ફરી પાંચ સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યા હતા.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકાએ રશિયાના ૬૦ ડિપ્લોમેટને હાંકી કાઢ્યા બાદ ટેન્શન વધ્યું હતું. અગાઉ ટ્રમ્પે નૉર્થ કોરિયાને મદદ કરવાનો રશિયા પર આરોપ મૂક્યો હતો. બ્રિટનમાં કેમિકલ અટૅકમાં રશિયાની સામેલગીરીના આક્ષેપ બાદ વેસ્ટર્ન વર્લ્ડ દ્વારા રશિયા પર સકંજો વધી રહ્યો છે. આ ઉપરાંત ડોનલ્ડ ટ્રમ્પ પર ધમકી આપ્યાનો દાવો કરનારી પૉર્નસ્ટાર સ્ટ્રોમી ડેનિયલ્સે નવો વિવાદ ઊભો કરીને ટ્રમ્પના પર્સનલ લૉયરને નિશાન બનાવ્યા છે. પર્સનલ લૉયરે સ્ટ્રોમી ડેનિયલ્સને ચૂપ રહેવા માટે રૂપિયા ચૂકવ્યા હતા અને એ રૂપિયા વિશે ઇલેક્શન કમિશને પણ વાંધો ઉઠાવ્યો હોવાથી આ મુદ્દો વધારે વિવાદાસ્પદ બની રહ્યો છે. પૉર્નસ્ટારના આક્ષેપો બાદ ડોનલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતાને વધુ એક ધક્કો પહોંચતાં અમેરિકામાં પૉલિટિકલ ક્રાઇસિસ આ વર્ષના અંતમાં ઊભી થઈ શકે છે જેને પગલે સોનામાં આવનારા દિવસોમાં સેફ હેવન ડિમાન્ડ વધશે. સોનું આવનારા દિવસોમાં બે કારણોથી વધી શકે છે; તમામ દેશોનાં ઇન્ફ્લેશન સતત વધી રહ્યાં હોવાથી વધતા ઇન્ફ્લેશન સામે હેજિંગ તરીકે સોનાની ડિમાન્ડ વધશે અને બીજું, જિયો પૉલિટિકલ ક્રાઇસિસના દરેક બનાવો વખતે સોનામાં સેફ હેવન બાઇંગ વધશે. સોનામાં લૉન્ગ ટર્મ તેજીના ચાન્સિસ સતત વધી રહ્યા હોવાથી દરેક ઘટાડે સોનામાં એન્ટર થવું લાભદાયી નીવડી શકે છે.

સોનાની ઇમ્પોર્ટ-ડ્યુટી ઘટાડીને જ્વેલરી પાર્ક બનાવવાનું નીતિ આયોગનું સૂચન

ભારતની ગોલ્ડ માર્કેટના વિકાસ માટે નીતિ આયોગ દ્વારા ગઠિત થયેલી કમિટીએ સરકારને ૮૪ સૂચનો કર્યાં છે. આ કમિટીએ જણાવ્યું હતું કે ‘ગોલ્ડ અને ગોલ્ડ ડોરે (કાચુ સોનું)ની ઇમ્પોર્ટ-ડ્યુટી ઘટાડીને એને વ્યાવહારિક બનાવવી જેથી ભારતીય અને ઇન્ટરનૅશનલ માર્કેટમાં સોનાના ભાવ વચ્ચેનો તફાવત દૂર થાય જેથી ગોલ્ડ-સ્મગલિંગ પર કાબૂ મેળવી શકાય. કમિટીએ ક્લસ્ટર, જ્વેલરી પાર્ક અને કૉમન ફૅસિલિટી સેન્ટર ઊભાં કરવાની પણ ભલામણ કરી હતી. આ ઉપરાંત ગોલ્ડને એક ફાઇનૅન્શિયલ ઍસેટ ગણીને રિયલ ઇકૉનૉમીનો ભાગ બનાવવામાં આવે. ગોલ્ડ માઇનિંગ પ્રોત્સાહિત કરવા માટે પગલાં લેવામાં આવે જેનાથી ગ્રામ્ય ક્ષેત્રે રોજગારી વધી શકે. આ પ્રકારનાં અનેક સૂચનો નીતિ આયોગે કરીને એનો ત્રણ મહિનાથી માંડીને એક વર્ષમાં અમલ કરવાની ભલામણ કરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK