અમેરિકા-ચીન વચ્ચે મંત્રણાનો તખ્તો ગોઠવાતાં સોનાની તેજીને બ્રેક

ટ્રેડ-વૉર વધવાની ધારણાએ સોનું ૧૩૫૦ ડૉલર થયા બાદ મંત્રણાની વાતોથી ઘટાડો : ટ્રમ્પ દ્વારા ધમકી અપાયાની પૉર્નસ્ટારના આક્ષેપથી કન્ટ્રોવર્સી વધી

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકા અને ચીન વચ્ચે ઇમ્પોર્ટ-ટૅરિફ વધારવા બાબતે ટ્રેડ-વૉર પરાકાષ્ઠાએ પહોંચ્યા બાદ બન્ને દેશો વચ્ચે મંત્રણાનો તખ્તો ગોઠવાવાના સમાચારને પગલે સોનામાં ઝડપથી આગળ વધી રહેલી તેજીને બ્રેક લાગી હતી, પણ એ અગાઉ સોનું ૧૩૫૦ ડૉલરની સપાટીએ પહોંચી ગયું હતું. અમેરિકા-ચીન ટ્રેડ-વૉરનો ચરુ ઊકળી રહ્યો છે ત્યાં અમેરિકાની એક પૉર્નસ્ટારે ડોનલ્ડ ટ્રમ્પે તેને ધમકી અપાઈ હોવાનો આક્ષેપ કરતાં કન્ટ્રોવર્સી વધી હતી.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત


અમેરિકન ડ્યુરેબલ્સ ગુડ્સ ઑર્ડર ફેબ્રુઆરીમાં ૩.૧ ટકા વધ્યા હતા જે જાન્યુઆરીમાં ૩.૫ ટકા ઘટ્યા હતા. માર્કેટની ધારણા ૧.૫ ટકા વધારાની હતી. ડ્યુરેબલ્સ ગુડ્સના નવા ઑર્ડરમાં જૂન પછીનો સૌથી મોટો વધારો ફેબ્રુઆરીમાં જોવા મળ્યો હતો. ડ્યુરેબલ્સ ગુડ્સના ડેટા બુલિશ આવ્યા હતા, પણ એની સામે ન્યુ હોમસેલ્સ ફેબ્રુઆરીમાં ૦.૬ ટકા ઘટ્યા હતા, જે સતત ત્રીજા મહિને ઘટ્યા હતા અને છેલ્લા ચાર મહિનાનો આ સૌથી મોટો ઘટાડો હતો. ચાલુ સપ્તાહે સોનાની માર્કેટને અસર કરે એવા ઘણા ઇકૉનૉમિક ડેટા જાહેર થવાના છે. અમેરિકા બ્રિટનનો ચોથા ક્વૉર્ટરનો ફાઇનલ ગ્રોથ રેટ, અમેરિકાના પર્સનલ સ્પૅન્ડિંગ અને ઇન્કમના ડેટા ઉપરાંત યુરો ઝોનનો બિઝનેસ-સર્વે અને જપાનના રીટેલ સેલ્સના ડેટા જાહેર થશે જે સોનાની માર્કેટને નવી દિશા આપશે. અમેરિકાના સ્ટ્રૉન્ગ ડ્યુરેબલ્સ ગુડ્સના ડેટાના પગલે તેમ જ અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ-વૉરને હળવા કરવા વાતચીત શરૂ થયાના અહેવાલે ડૉલર મજબૂત બન્યો હતો અને સોનામાં ઊંચા મથાળે તેજીને બ્રેક લાગી હતી.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકા અને ચીનની ટ્રેડ-વૉરે સોનાને ૧૩૫૦ ડૉલર સુધી પહોંચાડી દીધું હતું. જોકે ૧૩૫૦ ડૉલરની સપાટીએ સોનું પહોંચ્યું ત્યારે માર્કેટમાં અમેરિકા-ચીન વચ્ચે વાટાઘાટો શરૂ થયાના અહેવાલો આવતાં સોનામાં પ્રૉફિટ-બુકિંગ વધ્યું હતું. આવનારા દિવસોમાં જો અમેરિકા-ચીન વચ્ચે કોઈ મુદ્દે સમજૂતી થશે તો સોનું ઝડપથી તૂટશે એ નક્કી છે, પણ સોનામાં તેજી થવાનાં કારણોની લાઇન હજી ખૂટી નથી. કદાચ અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ-વૉરનું કારણ ડિસ્કાઉન્ટ થાય તો ડોનલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા ઓસરી રહી હોવાનું કારણ સામે આવી શકે છે. અમેરિકાની પૉર્ન ફિલ્મની લેડી ઍક્ટર સ્ટ્રોમી ડેનિયલ્સે ટ્રમ્પ સાથે સેક્સ કર્યાનું એક ટીવી-ઇન્ટરવ્યુમાં જાહેર કર્યું હતું અને તેણે ટ્રમ્પ સાથેના સેક્સ-રિલેશનને ભૂલી જવાની ધમકી અપાઈ હોવાનું પણ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું. ૧૦ મહિના અગાઉ પણ પ્લેબૉયની લેડી ઍક્ટરે ટ્રમ્પ સાથે સેક્સ-રિલેશન હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત ડોનલ્ડ ટ્રમ્પે નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝરને પાણીચું આપીને નવા નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર તરીકે જૉન બોલ્ટનની નિમણૂક કરી હતી. જૉન બોલ્ટને ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશનને નૉર્થ કોરિયા અને ઈરાન પર મિલિટરી અટૅક કરવા ભલામણ કરી હતી. આ જૉન બોલ્ટન હવે નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર બન્યા છે. આ તમામ ઘટનાક્રમ સોનામાં દરેક ઘટાડે નવાં તેજીનાં કારણો ઊભરવાના સંકેત આપે છે.

ગોલ્ડ-સ્મગલિંગનું નવું કૅપિટલ હવે કોચી બન્યું


ગોલ્ડ-સ્મગલિંગમાં તગડી કમાણી થતી હોવાથી આ પ્રવૃતિ ઘણી ફૂલીફાલી રહી છે. ગોલ્ડના સ્મગલરો કસ્ટમ ડિપાર્ટમેન્ટથી બચવા નવા નુસખાઓ અને નવા ડેસ્ટિનેશન શોધતા હોય છે. કેરળના કોચી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર છેલ્લા ૬ મહિનામાં ગોલ્ડ-સ્મગલિંગની ઘટનાઓમાં જબ્બર ઉછાળો નોંધાયો હોવાથી કોચી હવે ગોલ્ડ-સ્મગલિંગનું નવું કૅપિટલ બન્યું છે. કોચી કસ્ટમ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર ૧૭ ઑક્ટોબરથી ૨૦ માર્ચ સુધીમાં એટલે કે ૬ મહિનામાં કુલ ૨૦૩ ગોલ્ડ-સ્મગલિંગના કેસ પકડાયા છે અને આ કેસમાં કસ્ટમે કુલ ૫૭ કિલો સોનું પકડ્યું છે. છ મહિનામાં ૧૯૦૪૪ કૅશમાં ૨.૯૩ કરોડ રૂપિયાની ડ્યુટી અને ૨૭.૬૨ લાખ રૂપિયાનો દંડ વસૂલાયો છે. તાજેતરમાં કોચી ઍરપોર્ટ પરથી છત્રીની ફ્રેમમાં સંતાડાયેલું સોનું મળ્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK