અમેરિકા-ચીન વચ્ચેની ટ્રેડ-વૉર પરાકાષ્ઠાએ પહોંચતાં સોનું બુલિશ

અમેરિકાએ ઇમ્પોર્ટ ટૅરિફ વધારતાં ચીને પણ વળતા પ્રહાર તરીકે ઇમ્પોર્ટ ટૅરિફ વધારી: ટ્રેડ-વૉર વધવાની શક્યતાએ ડૉલર અને સ્ટૉકમાર્કેટ તૂટતાં સોનામાં લેવાલી વધી

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડ-વૉર પરાકાષ્ઠાએ પહોંચતાં સોનામાં ઝડપી ઉછાળો જોવા મળ્યો હતો. ત્રણ દિવસ અગાઉ અહીં કરેલી આગાહી અનુસાર સોનાના ભાવ ૩૬ કલાકમાં ૧૩૦૦ ડૉલરના લેવલ નજીકથી વધીને ૧૩૫૦ ડૉલર નજીક પહોંચી ગયા છે. અમેરિકાએ ઇમ્પોર્ટ ટૅરિફ વધારતાં ચીને વળતા પ્રહાર તરીકે ઇમ્પોર્ટ ટૅરિફ વધારતાં હવે બન્ને પક્ષે પીછેહઠ કરવી મુશ્કેલ હોવાથી આવનારા દિવસોમાં સોનામાં વધુ તેજી થવાના ઊજળા સંજોગો દેખાય છે.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત


અમેરિકાનો પ્રોવિઝનલ મૅન્યુફૅક્ચરિંગ PMI (પર્ચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ) માર્ચમાં ૫૫.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૫૫.૩ પૉઇન્ટ હતો અને આ ત્રણ વર્ષનો સૌથી ઊંચો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ હતો. જોકે સર્વિસ સેક્ટરનો પ્રોવિઝનલ PMI માર્ચમાં ઘટીને ૫૪.૧ પૉઇન્ટ રહ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૫૫.૯ પૉઇન્ટ હતો. અમેરિકામાં હાઉસિંગ પ્રાઇસ જાન્યુઆરીમાં વાર્ષિક ૭.૩ ટકા અને મન્થ્લી ૦.૮ ટકા વધ્યા હતા. અમેરિકામાં અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ મેળવનારા લોકોની સંખ્યા વિતેલા સપ્તાહ દરમ્યાન ૩૦૦૦ વધી હતી જે માર્કેટની ધારણા કરતાં વધુ રહી હતી. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડની પૉલિસી મીટિંગમાં ઇન્ટરેસ્ટ-રેટ ૦.૫ ટકા જાળવી રખાયા હતા. પૉલિસીમેકરોએ મે મહિનામાં ઇન્ટરેસ્ટ-રેટમાં વધારો કરવાની શક્યતા બહુ જ ઊજળી હોવાનું જણાવ્યું હતું. યુરો એરિયાનો પ્રોવિઝનલ મૅન્યુફૅક્ચરિંગ PMI માર્ચમાં ઘટીને ૫૬.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૫૮.૬ પૉઇન્ટ હતો, જ્યારે સર્વિસ સેક્ટરનો PMI માર્ચમાં પંચાવન પૉઇન્ટ રહ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૫૬.૨ પૉઇન્ટ હતો. જપાનનો ઇન્ફ્લેશનનો રેટ ફેબ્રુઆરીમાં વધીને ૧.૫ ટકાએ પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૧.૪ ટકા હતો અને માર્કેટની ધારણા ૧.૭ ટકાની હતી, પણ ફેબ્રુઆરીમાં ઇન્ફ્લેશનનો રેટ માર્ચ-૨૦૧૫ પછીની ઊંચાઈએ એટલે કે ૩૫ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો. અમેરિકાના ઇકૉનૉમિક ડેટા સ્ટ્રૉન્ગ હોવા છતાં ટ્રેડ-વૉરની શક્યતાએ ડૉલર ઘટ્યો હતો અને સોનું સતત ત્રીજા દિવસે ઊછળ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડ-વૉર પરાકાષ્ઠાએ પહોંચી છે. અમેરિકાએ ચીનથી ઇમ્પોર્ટ થતા ૬૦ અબજ ડૉલરના ગુડ્સની ઇમ્પોર્ટ ટૅરિફ વધારતાં ચીને વળતા પ્રહાર તરીકે અમેરિકાથી ચીનમાં ઇમ્પોર્ટ થતાં ફ્રૂટ, વાઇન, સ્ટીલ પાઇપ્સ, સૂવરનું માંસ વગેરે ચીજો પર ૧૫ ટકા ઇમ્પોર્ટ ટૅરિફ લાદી હતી. ચીને અમેરિકા સામે વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશનમાં પણ કેસ પણ દાખલ કર્યો છે. અમેરિકાએ અગાઉ સ્ટીલ અને ઍલ્યુમિનિયમની ઇમ્પોર્ટ ટૅરિફ વધારી હતી એમાંથી યુરોપિયન દેશોને બાકાત કરવાનો નિર્ણય લેતાં હવે અમેરિકા અને ચીન વચ્ચે સીધી ટ્રેડ-વૉર જોવા મળશે. ડોનલ્ડ ટ્રમ્પનું પગલું આક્રમક છે, પણ ચીન વ્યૂહાત્મક રીતે પગલાં લઈ રહ્યું છે. સોયબીન અને કૉટનની સૌથી વધુ ઇમ્પોર્ટ ચીન અમેરિકાથી કરી રહ્યું હોવાથી આ બન્ને ઍગ્રી કૉમોડિટીનો હજી ટ્રેડ-વૉરમાં ઉપયોગ કર્યો નથી. અમેરિકામાં ડોનલ્ડ ટ્રમ્પનું નેબ્રાસ્કા અને મિડવેસ્ટ પ્રોવિન્સમાં વર્ચસ છે. આ બન્ને પ્રોવિન્સમાંથી સૌથી વધુ એક્સપોર્ટ સૂવરના માંસની થાય છે. એના પર ઇમ્પોર્ટ-ડ્યુટીનો વધારો કરતાં ટ્રમ્પની લોકપ્રિયતાને સૌથી વધુ અસર થઈ શકે છે. આમ આવનારા દિવસોમાં આ ટ્રેડ-વૉર વધુ આક્રમક બનશે ત્યારે ડૉલર અને સ્ટૉકમાર્કેટ તૂટતાં સોનામાં ઝડપી તેજી જોવા મળશે એ હવે નિશ્ચિત બન્યું છે.

ભારતની સિલ્વર બારની ઇમ્પોર્ટ ફેબ્રુઆરીમાં ૧૮ ટકા વધી


ભારતની સિલ્વર બારની ઇમ્પોર્ટ રૂપી ટર્મમાં ફેબ્રુઆરીમાં ૧૮ ટકા વધી હોવાનું જેમ્સ ઍન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલે જણાવ્યું હતું. ફેબ્રુઆરીમાં સિલ્વર બારની ઇમ્પોર્ટ ૧૫.૧૪ કરોડ રૂપિયાની નોંધાઈ હતી જે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ૧૧.૮૪ કરોડ રૂપિયાની થઇ હતી. જથ્થાની દૃષ્ટિએ ફેબ્રુઆરીમાં સિલ્વર બારની ઇમ્પોર્ટ ફેબ્રુઆરીમાં ૩૪ ટકા વધી હતી. સિલ્વર જ્વેલરીની ઇમ્પોર્ટ ફેબ્રુઆરીમાં ૨૯.૩૧ કરોડ રૂપિયાની નોંધાઈ હતી જે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ૧૩.૭૦ કરોડ રૂપિયાની થઈ હતી. સિલ્વર જ્વેલરીની ઇમ્પોર્ટ એપ્રિલથી ફેબ્રુઆરી દરમ્યાન ચાલુ વર્ષે ૩૫૪.૧૫ કરોડ રૂપિયાની નોંધાઈ હતી જે ગયા વર્ષે આ સમયગાળામાં ૨૩૫.૧૮ કરોડ રૂપિયાની થઈ હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK