અમેરિકાની કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ ઊછળતાં સોનામાં તેજી

૨૦૧૭ના ચોથા ક્વૉર્ટરની કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ દસ વર્ષની ઊંચાઈએ પહોંચી : ઇમ્પોર્ટમાં આવેલા સતત ઉછાળાનું પરિણામ

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકાની કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ ૨૦૧૭ના ચોથા ક્વૉર્ટરમાં ઊછળીને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના ૨.૬ ટકાએ પહોંચતાં ગઈ કાલે આખો દિવસ સુસ્ત રહેલું સોનું દિવસના અંતે એકાએક ઊછળ્યું હતું. અમેરિકાની કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ ૨૦૦૮ના ચોથા ક્વૉર્ટર બાદની સૌથી વધુ ઊંચાઈએ પહોંચી હતી. બ્રિટનના ઇકૉનૉમિક ડેટા સ્ટ્રૉન્ગ આવતાં દિવસ દરમ્યાન ડૉલર ઘટ્યો હતો, પણ એની અસર સોનાના ભાવ પર બહુ થઈ નહોતી.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત


બ્રિટનનું કન્ઝ્યુમર્સ પ્રાઇસ ઇન્ફ્લેશન ફેબ્રુઆરીમાં ઘટીને ૨.૭ ટકા રહ્યું હતું જે જાન્યુઆરીમાં ત્રણ ટકા હતું અને ઇકૉનૉમિસ્ટોની ધારણા ૨.૮ ટકા ઇન્ફ્લેશન આવવાની હતી, જ્યારે પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશન ફેબ્રુઆરીમાં ૨.૬ ટકા રહ્યું હતું જે જાન્યુઆરીમાં ૨.૮ ટકા હતું. બ્રિટનનો અનએમ્પ્લૉયમેન્ટ રેટ નવેમ્બરથી જાન્યુઆરી ક્વૉર્ટર દરમ્યાન ૪.૩ ટકા એટલે કે ૪૨ વર્ષના તળિયે પહોંચ્યો હતો જે આગલા ક્વાર્ટરમાં પણ ૪.૩ ટકા જ હતો, પણ માર્કેટની ધારણા ૪.૪ ટકા આવવાની હતી. બ્રિટનનો વેઇઝ ગ્રોથ જાન્યુઆરીમાં ૨.૮ ટકા વધ્યો હતો જે પાછલા મહિને ૨.૭ ટકા હતો અને માર્કેટની ધારણા ૨.૬ ટકાની હતી. યુરો ઝોનનું કન્ઝ્યુમર્સ મૉરલ માર્ચમાં ૦.૧ ટકા જળવાયેલું હતું, પણ ઇન્વેસ્ટર મૉરલ માર્ચમાં ઘટીને ૧૩.૪ પૉઇન્ટ થયું હતું જે ઑક્ટોબર-૨૦૧૬ પછીનું સૌથી નીચું રીડિંગ હતું તેમ જ ફેબ્રુઆરીમાં ૨૯.૩ પૉઇન્ટ હતું. બ્રિટનના સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ડેટાને પગલે ડૉલર ૦.૨ ટકા ઘટ્યો હતો અને સોનું નીચા મથાળેથી સુધર્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકન ફેડના નવા ચૅરમૅન જેરોમ પોવલ દ્વારા ઇન્ટરેસ્ટ-રેટના વધારા માટે કેવો વ્યૂહ અપનાવવામાં આવે છે એના પર બધાની મીટ છે. હાલ અમેરિકાના ઇન્ટરેસ્ટ-રેટ વધારવાના ચાન્સ જોતાં સોનાના ભાવ ૧૩૦૦ ડૉલરની નીચે હોવા જોઈએ; પણ ટેક્સસમાં થયેલા પાર્સલ બૉમ્બ-અટૅકને કારણે વધી રહેલું જીઓપૉલિટિકલ ટેન્શન, વિકસિત દેશોના ઇન્ફ્લેશનમાં સતત થઈ રહેલો વધારો, ટ્રમ્પના ઇમ્પોર્ટ ટૅરિફ વધારવાના નિર્ણયને પગલે તોળાઈ રહેલી ટ્રેડ-વૉર અને અમેરિકાની બજેટ-ડેફિસિટમાં સતત થઈ રહેલા વધારાને કારણે સોનામાં નીચા મથાળે નવી ખરીદીનું આકર્ષણ ઊભું થતું હોવાથી સોનું ૧૩૧૦ ડૉલર આસપાસ હાલ અથડાઈ રહ્યું છે. જોકે જાન્યુઆરીમાં સોનું દોઢ વર્ષની ઊંચી સપાટીએ હતું ત્યાંથી અત્યાર સુધીમાં ચાર ટકા ઘટી ગયું હોવાથી સ્વાભાવિકપણે નીચા મથાળે લેવાલીનું આકર્ષણ તો રહેવાનું છે. ટ્રમ્પ દ્વારા ચીનથી ઇમ્પોર્ટ થતી વધુ ચીજો પર ઇમ્પોર્ટ-ડ્યુટી વધારાના નિર્ણયના પ્રત્યુત્તરમાં જો ચીન પણ આક્રમક નિર્ણય લેશે તો ટ્રેડ-વૉર નજીકના ભવિષ્યમાં મોટું સ્વરૂપ પકડશે અને એને કારણે સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધતી જોવા મળશે જેનાથી સોનામાં ફરી તેજી જોવા મળી શકે છે.

ગોલ્ડની ઇમ્પોર્ટ-ડ્યુટી ઘટાડવાની માગણી ફરી એક વખત સરકારે ફગાવી

ગોલ્ડની ઇમ્પોર્ટ-ડ્યુટી ૨૦૧૩માં વધારીને ૧૦ ટકા કરાઈ ત્યારથી માંડીને અત્યાર સુધી અનેક વખત વિવિધ જ્વેલરી સંગઠનોએ સરકાર પાસે ઇમ્પોર્ટ-ડ્યુટી ઘટાડવાની માગણી કરી છે. તાજેતરમાં જેમ્સ ઍન્ડ જ્વેલર ટ્રેડ ફેડરેશને સરકારને ગોલ્ડની ઇમ્પોર્ટ-ડ્યુટી ઘટાડવાની માગણી કરી હતી જેનો પ્રત્યુત્તર લોકસભામાં રાજ્યકક્ષાના કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર સી. આર. ચૌધરીએ આપતાં જણાવ્યું હતું કે ‘સરકાર હાલ સોનાની ઇમ્પોર્ટ-ડ્યુટીનો રિવ્યુ કરવા માગતી નથી, કારણ કે ઇમ્પોર્ટ-ડ્યુટી વધ્યા છતાં ગોલ્ડની ઇમ્પોર્ટ જળવાયેલી હોવાથી સરકારની આવક વધી છે. આ સંજોગોમાં ઇમ્પોર્ટ-ડ્યુટીમાં ઘટાડો કરવાની દરખાસ્ત પર સરકાર કોઈ રિવ્યુ કરવા માગતી નથી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK