અમેરિકન ઇન્ટરેસ્ટ-રેટમાં નિશ્ચિત વધારાની ધારણાએ સોનું સુસ્ત

ડોનલ્ડ ટ્રમ્પની ઇમ્પોર્ટ-ટૅરિફમાં વધારો કરવાની જાહેરાતથી સોનામાં મર્યાદિત ઘટાડો: ઇન્ટરેસ્ટ-રેટમાં વધારાનું કારણ ડિસ્કાઉન્ટ થયા બાદ સોનામાં ઝડપી સુધારાની ધારણ

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકી ફેડની મંગળવારે શરૂ થયેલી બે દિવસની મીટિંગમાં ઇન્ટરેસ્ટ-રેટનો વધારો નિશ્ચિત મનાતો હોવાથી સોનામાં સુસ્તીભર્યું વાતાવરણ હતું, પણ ડોનલ્ડ ટ્રમ્પે ચીનથી ઇમ્પોર્ટ થતી ૬૦ અબજ ડૉલરની ચીજો પર ઇમ્પોર્ટ-ટૅરિફ વધારવાની જાહેરાત કરતાં એની અસરે સોનામાં ભાવઘટાડો બહુ મર્યાદિત રહ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

યુરો એરિયામાં કન્સ્ટ્રક્શન આઉટપુટ જાન્યુઆરીમાં ૩.૭ ટકા વધ્યું હતું જે પાછલા મહિને ૧.૪ ટકા વધ્યું હતું. જાન્યુઆરીમાં કન્સ્ટ્રક્શન આઉટપુટનો ગ્રોથ આઠ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો. યુરો ઝોનની એક્સર્પોટ જાન્યુઆરીમાં ૯.૧ ટકા વધી હતી અને ઇમ્પોર્ટ ૬.૩ ટકા જ વધી હોવાથી અત્યાર સુધીની ટ્રેડ ડેફિસિટ હવે ટ્રેડ સરપ્લસમાં કન્વર્ટ થઈ હતી. ભારતની કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ થર્ડ ક્વૉર્ટરમાં વધીને GDP (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)ના બે ટકાએ પહોંચી હતી જે પાછલા વર્ષે GDPના ૧.૪ ટકા જ હતી. યુરો ઝોનના સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ડેટાને પગલે યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક બૉન્ડ બાઇંગ પ્રોગ્રામ ચાલુ વર્ષના અંતે પૂરો કરવાના મૂડમાં છે પણ એની ઑફિશ્યલ અનાઉન્સમેન્ટ થવાની બાકી હોવાથી હાલમાં ફેડની મીટિંગમાં ઇન્ટરેસ્ટ-રેટ વધવાનો હોવાથી ડૉલર સુધરી રહ્યો છે. મંગળવારે અમેરિકી ડૉલર કરન્સી બાસ્કેટમાં સુધરતાં સોનું સુસ્ત રહ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

ડોનલ્ડ ટ્રમ્પ હવે ચાઇનીઝ ટેક્નૉલૉજી, ટેલિકમ્યુનિકેશન અને ઇન્ટેલેકચ્યુઅલ પ્રૉપર્ટી પર ટૅક્સ નાખવા જઈ રહ્યા છે. અમેરિકામાં ચીનથી ઇમ્પોર્ટ થતી આ તમામ ૬૦ અબજ ડૉલરના મટીરિયલ્સ પર શુક્રવારે ઇમ્પોર્ટ-ટૅરિફ વધારવાની ઑફિશ્યલ અનાઉન્સમેન્ટ થશે એવું ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશનના બે ઑફિસરોએ જણાવ્યું હતું. ચાઇનીઝ ગુડ્સ પર ઇમ્પોર્ટ ટૅરિફ વધતાં અમેરિકાથી ચીન એક્સર્પોટ થતી ઍિગ્રકલ્ચર પ્રોડક્ટની માર્કેટને મોટી અસર થશે એના કરતાં વર્લ્ડમાં નવેસરથી ટ્રેડ-વૉર ચાલુ થશે. ટ્રમ્પની ઇમ્પોર્ટ-ટૅરિફ વધારવાની જાહેરાત બાદ ચીન ચૂપ નહીં રહે અને વળતો પ્રહાર કરશે એની અમેરિકા કરતાં બીજા દેશોની ઇકૉનૉમી પર બહુ મોટી અસર જોવા મળશે. વર્લ્ડમાં નવેસરથી ટ્રેડ-વૉરની ક્રાઇસિસ ઊભી થતાં સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધશે. ફેડની ઇન્ટરેસ્ટ-રેટ વધારવાની જાહેરાત થયા બાદ સોનાની માર્કેટમાંથી ઇન્ટરેસ્ટ-રેટ વધવાનું કારણ ડિસ્કાઉન્ટ થતાં ટ્રેડ-વૉરની શક્યતાનું કારણ જોર પકડશે. આ સંજોગોમાં ગુરુવારથી સોનામાં નવેસરથી ઉછાળો થતો જોવા મળી શકે છે. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ દ્વારા ઇન્ટરેસ્ટ-રેટ વધારવાનું સ્ટ્રૉન્ગ સિગ્નલ મળશે તો સોનામાં ઝડપી ઉછાળો જોવા મળશે.

GST રીફન્ડ મેકૅનિઝમના અભાવે ફૉરેન ટૂરિસ્ટોની જ્વેલરીની ખરીદી ઠપ

નરેન્દ્ર મોદી સરકારે GST (ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ)નો અમલ કર્યા બાદ કેટલીક પાયાની બાબતોની ઊણપ રહી હોવાથી જ્વેલરી ટ્રેડને મોટી અસર થઈ રહી છે. GST ઍક્ટ મુજબ જો કોઈ ફૉરેન ટૂરિસ્ટ કે NRI (નૉન ઇન્ડિયન રેસિડન્સ) ભારતમાં આવ્યા બાદ ૬ મહિનાથી ઓછું રોકાય તો GST રીફન્ડ મેળવવા માટે હક્કદાર બને છે, પણ GST રીફન્ડનું કોઇ મેકૅનિઝમ જ ઘડાયું ન હોવાથી હાલમાં ફૉરેન ટૂરિસ્ટો અને NRI ગોલ્ડ જ્વેલરી ખરીદવાનું ટાળી રહ્યા છે, કારણ કે ત્રણ ટકા GST ભર્યા બાદ રીફન્ડ મળતું જ નથી. ઑલ ઇન્ડિયા જેમ્સ ઍન્ડ જ્વેલરી ટ્રેડ ફેડરેશન અને ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશનનું કહેવું છે કે GST રીફન્ડ મેકૅનિઝમના અભાવે જ્વેલરી ડિમાન્ડ પર મોટી અસર પડી છે. ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશનના સેક્રેટરી સુરેન્દ્ર મહેતાનું કહેવું છે કે સિંગાપોર અને ઑસ્ટ્રેલિયામાં ઇફેક્ટિવ ટૂરિસ્ટ રીફન્ડ સ્કીમને કારણે ટૅક્સ ફ્રી શૉપિંગને ઘણો મોટો ફાયદો મળી રહ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK