અમેરિકન ફેડની મીટિંગ પહેલાં સોનું ઘટીને બે સપ્તાહના તળિયે

ચીનમાં રિયલ એસ્ટેટમાં ૨૯ મહિનાથી ચાલતી તેજીને કારણે સોનાની ફિઝિકલ ડિમાન્ડ સુસ્ત : અમેરિકાના સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ડેટાને પગલે ડૉલર સુધર્યો

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકન ફેડની આજની અને આવતી કાલની મીટિંગમાં પચીસ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ-રેટ વધવાનું નક્કી હોવાથી અને અમેરિકાના ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન અને કન્ઝ્યુમર્સ કૉન્ફિડન્સના ડેટા સ્ટ્રૉન્ગ આવતાં સોનું ઘટીને બે સપ્તાહના તળિયે પહોંચ્યું હતું. ચાલુ સપ્તાહે બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડની પણ મીટિંગ હોવાથી એની પર પણ બધાની નજર છે.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત


ચીનમાં રિયલ એસ્ટેટ બૂમ લાંબા સમયથી ચાલી રહી છે. ચીનનાં ટૉપ લેવલનાં ૭૦ સિટીમાં નવાં મકાનોના ભાવમાં ફેબ્રુઆરીમાં ૫.૨ ટકાનો ઉછાળો નોંધાયો હતો જે સતત ૨૯મા મહિને જોવા મળ્યો હતો. ફેબ્રુઆરીમાં નવાં મકાનોના ભાવ મન્થ્લી ૦.૨ ટકા વધ્યા હતા જે આગલા મહિને ૦.૩ ટકા વધ્યા હતા. જપાનની એક્સપોર્ટ ફેબ્રુઆરીમાં ૧.૫ ટકા વધી હતી જે જાન્યુઆરીમાં ૧૨.૩ ટકા વધી હતી, પણ જપાનની એક્સપોર્ટ સતત પંદરમા મહિને વધી હતી એ બહુ મહત્વનું હતું. જપાનની ઇમ્પોર્ટ ફેબ્રુઆરીમાં ૧૬.૫ ટકા વધી હતી જે જાન્યુઆરીમાં ૭.૯ ટકા વધી હતી. જપાનની એક્સપોર્ટ કરતાં ઇમ્પોર્ટ વધુ વધી હોવાથી ટ્રેડ સરપ્લસ ઘટી હતી. અમેરિકાનો કન્ઝ્યુમર્સ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ માર્ચમાં વધીને ૧૦૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૯૯.૭ પૉઇન્ટ હતો. કન્ઝ્યુમર્સ સેન્ટિમેન્ટ જાન્યુઆરી-૨૦૦૪ પછીની ઊંચાઈએ એટલે કે ૧૪ વર્ષની ઊંચાઈએ પહોંચ્યું હતું. અમેરિકન ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન ફેબ્રુઆરીમાં ૧.૧ ટકા વધ્યું હતું જે જાન્યુઆરીમાં ૦.૩ ટકા ઘટ્યું હતું. અમેરિકન જૉબ ઓપનિંગ જાન્યુઆરીમાં ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું. અમેરિકાના સ્ટ્રૉન્ગ ડેટાને પગલે કરન્સી બાસ્કેટમાં ડૉલર સુધર્યો હતો અને સોનું ઘટીને બે સપ્તાહના તળિયે પહોંચ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ


અમેરિકાના ૨૦૧૬માં યોજાયેલા પ્રેસિડેન્શ્યલ ઇલેક્શનમાં રશિયાની સામેલગીરીની તપાસમાં નવો વળાંક આવ્યો હતો. વાઇટ હાઉસે આ મામલાની તપાસ કરી રહેલા સ્પેશ્યલ કાઉન્સેલર મુલરને ફુલ પેન્શન સાથે રિટાયર્ડ કરવાની કવાયત હાથ ધરી હતી એના વિરોધમાં ટ્રમ્પની ખુદની પાર્ટી રિપબ્લિકનના સેનેટરો મેદાનમાં ઊતર્યા છે. રિપબ્લિકન પાર્ટીના બે સેનેટરોએ ટ્રમ્પને ચેતવણી આપી હતી કે મુલર દ્વારા રશિયાની સામેલગીરી બાબતે થઈ રહેલી તપાસમાં દખલગીરી બંધ કરો, જો વધુ દખલગીરી કરશો

તો તમારી પ્રેસિડન્ટશિપનો અંત શરૂ


થઈ જશે. રશિયાના પ્રેસિડન્ટપદે પુતિનની જીત બાદ આવનારા દિવસોમાં આ તપાસમાં અનેક નવા વિવાદો ઊભા થઈ શકે છે. ચાલુ સપ્તાહે ફેડની અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડની પૉલિસી મીટિંગ યોજાઈ રહી છે. ફેડની મીટિંગમાં પચીસ બેસિસ ઇન્ટરેસ્ટ-રેટ વધવાનું નક્કી છે, પણ બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડની મીટિંગમાં ઇન્ટરેસ્ટ-રેટ વધવાના કોઈ સંકેત આવશે તો પાઉન્ડ સામે ડૉલર નબળો પડતાં સોનાનો ઘટાડો મર્યાદિત રહેશે. ચાલુ સપ્તાહે બ્રિટનના ઇન્ફ્લેશન અને યુરો ઝોનના કન્ઝ્યુમર્સ સેન્ટિમેન્ટના ડેટા પણ જાહેર થશે જેની પણ સોનાની ભાવ પર અસર જોવા મળશે. ઓવરઑલ સોનાનું લૉન્ગ ટર્મ ભાવિ ચાલુ સપ્તાહે ઘણુંખરું સ્પક્ટ થશે.

સોના-ચાંદીનો રેશિયો વધતાં હવે ચાંદીમાં ભાવ સુધરવાની ધારણા


સોના-ચાંદીના ભાવ વચ્ચેના રેશિયો પરથી તેજી-મંદીનું તારણ કાઢવાની પદ્ધતિ વર્લ્ડમાર્કેટમાં બહુ જ પ્રચલિત છે. સોના-ચાંદીના ભાવ વચ્ચેનો રેશિયો ૮૦ પૉઇન્ટ કે એથી વધુ થાય ત્યારે ચાંદીના ભાવ હંમેશાં સુધર્યા છે. હાલ સોના-ચાંદીનો રેશિયો વધીને ૮૦ પૉઇન્ટે પહોંચી ગયો છે જે થોડાં સપ્તાહ અગાઉ ૭૬.૬૫ પૉઇન્ટ હતો. ૨૦૦૮માં આ રેશિયો હિસ્ટ્રોરિક હાઈ ૮૪.૯૦ પૉઇન્ટ થયો હતો ત્યારે ચાંદીના ભાવ સતત વધતા રહ્યા હતા. ૨૦૧૦માં સોના-ચાંદીનો રેશિયો ઘટીને ૬૪ પૉઇન્ટ થયો ત્યારે ચાંદીના ભાવ તૂટ્યા હતા. ૨૦૧૭માં ચાંદીની પ્રોડક્શન-કૉસ્ટ પ્રતિ ઔંસ ૧૪થી ૧૫ ડૉલર હતી, જ્યારે સોનાની પ્રોડક્શન-કૉસ્ટ ૧૧૦૦થી ૧૧૫૦ ડૉલર હતી. આમ સોના-ચાંદીની પ્રોડક્શન-કૉસ્ટનો રેશિયો પણ ૭૬ પૉઇન્ટે પહોંચ્યો હોવાથી ચાંદીમાં ભાવ સુધરવાની શક્યતા વધી છે. ચાંદી ઇન્ટરનૅશનલ માર્કેટમાં ૧૬.૨૫ ડૉલર આસપાસ બોલાય છે, જ્યારે લોકલ માર્કેટમાં પ્રતિ કિલોના ૩૮,૨૦૦થી ૩૮,૩૦૦ રૂપિયાના ભાવ હતા જે એક મહિના અગાઉ ૩૮,૭૧૦ રૂપિયા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK