ડોનલ્ડ ટ્રમ્પના કન્ટ્રોવર્શિયલ નિર્ણયો અને નિશ્ચિત રેટવધારાથી સોનામાં કશમકશ

ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશનના એક પછી એક હોદ્દેદારોને ઘરભેગા કરી રહ્યા હોવાથી સોનામાં સેફ હેવન ડિમાન્ડ યથાવત : ફેડની ૨૦ અને ૨૧ માર્ચની મીટિંગમાં રેટવધારો નિશ્ચિત હોવાથી પ્રૉફિટ-બુકિંગ યથાવત

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

ડોનલ્ડ ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશનના એક પછી એક હોદ્દેદારોને ઘરભેગા કરી રહ્યા હોવાથી અમેરિકામાં પૉલિટિકલ ક્રાઇસિસ ઊભી થવાનો ભય વધી રહ્યો છે. વળી ટ્રમ્પની લોકપ્રિયતા પણ અમેરિકામાં ઝડપથી ઘટી રહી છે. એની સામે ચીનની ઇમ્પોર્ટ થતી ચીજો પર નિયંત્રણો લાદવાના નિર્ણયથી વર્લ્ડમાં ટ્રેડવૉર વધવાના પણ સંજોગો વધી રહ્યા છે. આ તમામ કારણોને લઈને સોનામાં સેફ હેવન ડિમાન્ડ યથાવત છે. એની સામે આવતા સપ્તાહે ફેડની મીટિંગમાં ઇન્ટરેસ્ટ-રેટમાં વધારો નિશ્ચિત હોવાથી પ્રૉફિટ-બુકિંગ પણ વધી રહ્યું હોવાથી સોનું ટૂંકી વધઘટે અથડાઈ રહ્યું છે.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત


જપાનનું ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન જાન્યુઆરીમાં ૬.૮ ટકા ઘટ્યું હતું જે ડિસેમ્બરમાં ૨.૯ ટકા વધ્યું હતું. જપાનના ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનમાં છેલ્લા પાંચ મહિનામાં પ્રથમ વખત ઘટાડો જોવા મળ્યો હતો અને આ ઘટાડો માર્ચ-૨૦૧૧ પછીનો સૌથી મોટો હતો. અમેરિકાના એક્સપોર્ટ પ્રાઇસમાં ફેબ્રુઆરીમાં ૦.૨ ટકાનો વધારો થયો હતો, જ્યારે ઇમ્પોર્ટ પ્રાઇસમાં ફેબ્રુઆરીમાં ૦.૪ ટકાનો વધારો થયો હતો. અમેરિકાના જૉબલેસ ક્લેમમાં વીતેલા સપ્તાહ દરમ્યાન ચાર હજારનો ઘટાડો નોંધાયો હતો. અમેરિકાનો હોમબિલ્ડર્સ સેન્ટિમેન્ટ માર્ચમાં ઘટીને ૭૦ પૉઇન્ટ થયો હતો જે ફેબ્રુઆરીમાં ૭૧ પૉઇન્ટ હતો. માર્કેટની ધારણા પણ ૭૧ પૉઇન્ટની હતી. અમેરિકામાં ઓવરસીઝ ઇન્વેસ્ટરોએ જાન્યુઆરીમાં ૧૧૯.૭ અબજ ડૉલરની ઍસેટ્સ ખરીદી હતી જેની સામે ૧૨૨.૫ અબજ ડૉલરની ઍસેટ્સ વેચી હતી. આ ડેટા ધારણા કરતાં નબળા આવ્યા હતા. અમેરિકાના ઇકૉનૉમિક ડેટા પ્રમાણમાં સ્ટ્રૉન્ગ આવ્યા હોવાથી ડૉલર સુધર્યો હતો અને સોનું ઘટીને બે સપ્તાહના તળિયે ૧૩૧૩.૭૦ ડૉલર પહોંચ્યું હતું, પણ ટ્રમ્પે નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝરને પણ પાણીચું આપવાનો નિર્ણય કરતાં ડૉલર નબળો પડતાં સોનું નીચા મથાળેથી સુધર્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

સોનાની માર્કેટને અસર કરતી એકસાથે અનેક ઘટનાઓ હાલ આકાર લઈ રહી છે. અમેરિકામાં ડોનલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા ઝડપથી ઘટવા લાગી છે ત્યારે ટ્રમ્પ આક્રમક નિર્ણયો લઈને લોકોનું ધ્યાન બીજે દોરવાની કોશિશ કરી રહ્યા છે. સેક્રેટરી ઑફ સ્ટેટ, ઇકૉનૉમિક ઍડ્વાઇઝરને દૂર કર્યા બાદ હવે ટ્રમ્પે નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝરને પણ ઘરભેગા કરવાનો નિર્ણય લીધો છે. ચીનથી ઇમ્પોર્ટ થતા ગુડ્સ પર નિયંત્રણો મૂકીને ટ્રમ્પ ચીનનું પ્રભુત્વ ખતમ કરવા મરણિયા બન્યા છે ત્યારે વર્લ્ડમાં નવી ટ્રેડવૉરનો ભય સતત વધી રહ્યો છે, પણ ટ્રમ્પ ચીનના પ્રભુત્વને ખતમ કરવા મક્કમ છે અને તેમની આ મકસદમાં જે કોઈ આડા આવે તેને ઘરભેગા કરી રહ્યા છે. આ સંજોગોમાં ઇન્વેસ્ટરોને આવનારા દિવસોમાં બહુ મોટી ટ્રેડવૉર દેખાઈ રહી હોવાથી તેઓ સોનું ખરીદી રહ્યા છે. જોકે એની સામે આવતા સપ્તાહે ફેડ ઇન્ટરેસ્ટ-રેટ વધારશે એ પણ નક્કી હોવાથી સોનામાં પ્રૉફિટ-બુકિંગનું જોર પણ વધી રહ્યું છે. આ બેતરફી વધઘટ વચ્ચે સોનું ધીમી ગતિએ ઘટી રહ્યું છે. ડોનલ્ડ ટ્રમ્પની કન્ટ્રોવર્શિયલ પૉલિસી અને સંભવિત ટ્રેડવૉરની શક્યતા જોતાં સોનું ૧૩૦૦ ડૉલરની નીચે જાય એવી શક્યતા બહુ જ ઓછી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK