રશિયા-બ્રિટન વચ્ચે રાજકીય તનાવ વધતાં સોનામાં મજબૂતી યથાવત

ટ્રમ્પે ઇકૉનૉમિક ઍડ્વાઇઝરને પાણીચું આપ્યું : બ્રિટને રશિયાના ૨૩ ડિપ્લોમેટને કેમિકલ અટૅક માટે જવાબદાર ગણાવીને હાંકી કાઢ્યા

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

બ્રિટનમાં થયેલા કેમિકલ અટૅક માટે રશિયાના ૨૩ ડિપ્લોમેટને જવાબદાર ગણાવીને હાંકી કાઢતાં રશિયા અને બ્રિટન વચ્ચે રાજકીય તનાવ વધ્યો હતો અને એની અસરે સ્ટૉક માર્કેટ ઘટતાં સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધી હતી અને સોનું સુધર્યું હતું. ટ્રમ્પે સ્ટેટ ઑફ સેક્રેટરીને પાણીચું આપ્યા બાદ સતત બીજા દિવસે ઇકૉનૉમિક ઍડ્વાઇઝરને પણ પાણીચું આપતાં કન્ટ્રોવર્સી વધી હતી અને અની અસરે સોનામાં લેવાલી વધી હતી.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાનું રીટેલ સેલ્સ ફેબ્રુઆરીમાં સતત ત્રીજા મહિને ઘટ્યું હતું જે જાન્યુઆરીમાં પણ ૦.૧ ટકા ઘટ્યું હતું. માર્કેટની ધારણા હતી કે રીટેલ સેલ્સ ફેબ્રુઆરીમાં ૦.૩ ટકા વધશે. અમેરિકામાં પ્રોડ્યુસર્સ પ્રાઇસ ફેબ્રુઆરીમાં ૦.૨ વધ્યા હતા જે જાન્યુઆરીમાં ૦.૪ ટકા વધ્યા હતા, માર્કેટની ધારણા ૦.૧ ટકા વધવાની હતી. અમેરિકામાં મૉર્ગેજ ઍપ્લિકેશન વીતેલા સપ્તાહમાં ૦.૯ ટકા વધી હતી. અમેરિકામાં મૅન્યુફૅક્ચરિંગ અને ટ્રેડ ઇન્વેન્ટરીઝ જાન્યુઆરીમાં ૦.૬ ટકા વધી હતી જે ડિસેમ્બરમાં પણ ૦.૬ ટકા વધી હતી અને માર્કેટની ધારણા પણ ૦.૬ ટકા વધવાની હતી. ચીનમાં FDI (ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ) જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ગયા વર્ષથી ૦.૫ ટકા વધ્યું હતું. ૨૦૧૭માં ચીનમાં FDI ૭.૯ ટકા વધ્યું હતું. યુરો ઝોનનું ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ જાન્યુઆરીમાં ૨.૭ ટકા ઘટ્યું હતું. અમેરિકાના રીટેલ સેલ્સમાં ઘટાડો થતાં ડૉલર ઘટ્યો હતો અને સોનું એક સપ્તાહની ઊંચાઈએ જળવાયેલું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

બ્રિટનમાં થયેલા કેમિકલ અટૅક બાબતે ઘડાયેલા આરોપનામાને પગલે બ્રિટન અને રશિયા વચ્ચે પૉલિટિકલ ટેન્શન વધ્યું છે. બ્રિટને ૨૩ રશિયન ડિપ્લોમેટને બહાર કાઢી મૂકતાં વિવાદ વકર્યો હતો. અમેરિકાએ ચીન પર ૧૦૦ અબજ ડૉલરથી વધુ રહેલી ટ્રેડ સરપ્લસ ઘટાડવા દબાણ વધાર્યું હતું. અમેરિકા દ્વારા ચીનથી ઇમ્પોર્ટ થતા ગુડ્સને રોકવા શ્રેણીબદ્ધ પગલાં લેવાઈ રહ્યાં છે. આ પગલાંમાં રુકાવટ પેદા કરનારાને ટ્રમ્પ દ્વારા ઘરભેગા કરી દેવામાં આવી રહ્યા છે. સેક્રેટરી ઑફ સ્ટેટ ટિલરસનને પાણીચું આપવા બાબતે ટ્રમ્પે સ્પષ્ટતા કરી હતી કે ટિલરસન ફ્રી ટ્રેડની તરફેણ કરી રહ્યા હોવાથી તેમને રુખસદ અપાઈ છે. ટિલરસનની વિદાય બાદ ટ્રમ્પે ઇકૉનૉમિક ઍડ્વાઇઝરને પણ પાણીચું આપીને નવી નિમણૂક કરી હતી. રશિયા અને બ્રિટન વચ્ચેના પૉલિટિકલ ટેન્શન અને ટ્રમ્પની કન્ટ્રોવર્શિયલ પૉલિસીને કારણે સોનામાં સેફ હેવન ડિમાન્ડ ચાલુ રહી હતી. આવતા સપ્તાહે ફેડની મીટિંગ છે જેમાં ઇન્ટરેસ્ટ-રેટ વધારવાનું નક્કી હોવાથી ફેડની મીટિંગ સુધી સોનામાં સુધારાની શક્યતા નહીંવત્ છે. ટ્રમ્પની પૉલિસીને કારણે વર્લ્ડમાં ટ્રેડ-વૉરનો ભય જળવાઈ રહેશે તો સોનું આ લેવલથી બહુ ઘટશે નહીં.

ગોલ્ડના સ્મગલરોએ ઇન્ડો-મ્યાનમાર બૉર્ડરનો નવો રૂટ શોધ્યો


ગોલ્ડ ઇમ્પોર્ટ પર ૧૦ ટકા ઇમ્પોર્ટ-ડ્યુટી અને ત્રણ ટકા GST (ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ) લાગુ પડ્યા બાદ સ્મગલિંગમાં તગડી કમાણી થઈ રહી છે આથી સ્મગલરો કસ્ટમ ડિપાર્ટમેન્ટની નજરથી બચવા નવા-નવા નુસખા અને રૂટ અપનાવી રહ્યા છે. ડિરેક્ટર ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સના અધિકારીઓએ તાજેતરમાં ઇન્ડો-મ્યાનમાર બૉર્ડરથી સોનું ઘુસાડાતું હોવાના અનેક કિસ્સા પકડ્યા છે. આ રૂટ પર ગયા નવેમ્બરથી એકાએક ગોલ્ડ સ્મગલિંગમાં વધારો થયો છે. ચીનથી સોનું મ્યાનમારમાં ઘુસાડ્યા બાદ એને ઇન્ડો-મ્યાનમાર બૉર્ડર પર મણિપુર, આસામ, મિઝોરમ અને સિલિગુડીથી ભારતમાં લાવતા છથી સાત કિસ્સા પકડાયા હતા. આવા કિસ્સા વધતાં રેવન્યુ ઇન્ટેલિજન્સે તપાસ-કામગીરી વધુ કડક બનાવી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK