અમેરિકાનું ઇન્ફ્લેશન વધતાં સોનાની મંદીને બ્રેક

અમેરિકાનું ફેબ્રુઆરીનું ઇન્ફ્લેશન સતત બીજા મહિને વધ્યું : ઇન્ફ્લેશન વધતાં સોનામાં હેજિંગ ડિમાન્ડ આવનારા દિવસોમાં વધવાની ધારણા

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકાનું ઇન્ફ્લેશન ફેબ્રુઆરીમાં આગલા મહિનાની સરખામણીમાં ૦.૨ ટકા અને વાર્ષિક ૨.૨ ટકા વધ્યું હતું. જાન્યુઆરીમાં પણ ઇન્ફ્લેશન ૦.૩ ટકા વધ્યું હતું. ઇન્ફ્લેશન વધતાં સોનામાં હેજિંગ માટેની ડિમાન્ડ વધવાની ધારણાએ મંદીને બ્રેક લાગી હતી. આવતા સપ્તાહે ફેડની મીટિંગમાં ઇન્ટરેસ્ટ-રેટ વધવાનું નક્કી હોવાથી સોનામાં મોટા સુધારાની શક્યતા નથી, પણ ઇન્ફ્લેશન વધતાં સોનું ઘટતું અટક્યું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાનો ફેબ્રુઆરી મહિનાનો બજેટ-ગૅપ ઊછળીને ૨૧૫ અબજ ડૉલરે પહોંચ્યો હતો જે ૨૦૧૨ પછીનો સૌથી વધુ રહ્યો હતો. અમેરિકાની બજેટ-રિસીટ ૯.૪ ટકા ઘટી હતી એની સામે આઉટલે ૧.૯ ટકા વધ્યો હતો. જપાનનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં વધીને ૨.૫ ટકા થયો હતો જે આગલા મહિને ૨.૭ ટકા હતો. ચીનમાં વેહિકલ સેલ્સ ફેબ્રુઆરીમાં ૧૧.૪ ટકા ઘટ્યું હતું જે જાન્યુઆરીમાં ૧૧.૬ ટકા વધીને ૧૧ મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું. ચીનનો મૅન્યુફૅક્ચરિંગ ઇન્ડેક્સ પણ ફેબ્રુઆરીમાં ઘટીને દોઢ વર્ષના તળિયે પહોંચ્યો હતો. આમ ચીનની ઇકૉનૉમી ફેબ્રુઆરીમાં ફરી સ્લોડાઉન થવા તરફ જઈ રહી હોવાથી સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકાનો બજેટ-ગૅપ ઊછળ્યો હોવા છતાં ફેડ માર્ચમાં ઇન્ટરેસ્ટ-રેટ વધારશે એવી ધારણાએ ડૉલર ઇન્ડેક્સ ૦.૧૨ ટકા વધતાં સોનું ઘટ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

ડોનલ્ડ ટ્રમ્પના સ્ટીલ અને ઍલ્યુમિનિયમની ઇમ્પોર્ટ-ટૅરિફ વધારવાના નિર્ણય સામે અમેરિકાના ખેડૂતો મેદાનમાં ઊતરી આવ્યા છે. સ્ટીલ અને ઍલ્યુમિનિયમની ઇમ્પોર્ટ-ટૅરિફ વધારવાના નિર્ણય સામે અનેક ખેડૂત-સંગઠનોએ ઍડવૉર ચાલુ કરી છે. ખેડૂતોનું માનવું છે કે ટ્રમ્પના નિર્ણયને કારણે અમેરિકાના ખેડૂતોને મોટું નુકસાન થશે. અમેરિકાએ ૨૦૧૭માં કુલ ૧૩૮ અબજ ડૉલરની ઍિગ્રકલ્ચર કૉમોડિટીની એક્સપોર્ટ કરી હતી જેમાં ચીનમાં સોયબીન, રૂ અને મગફળીની એક્સપોર્ટ મુખ્ય હતી. સ્ટીલ અને ઍલ્યુમિનિયમની ઇમ્પોર્ટ-ટૅરિફ વધાર્યા બાદ ચીને સોયબીનની ઇમ્પોર્ટ અમેરિકાને બદલે બ્રાઝિલથી અને રૂની ઇમ્પોર્ટ અમેરિકાને બદલે ભારતથી વધારી દેતાં ખેડૂતોને મોટી નુકસાની સામે દેખાવા લાગી હોવાથી ખેડૂતો હવે ટ્રમ્પના વિરોધમાં સંગઠિત થઈ રહ્યા છે. જો આવનારા દિવસોમાં ખેડૂતો વધુ આક્રમક બનશે તો ૨૦૧૮ના અંતમાં યોજાનારા એક તૃતીયાંશ સેનેટરોના ઇલેક્શનમાં ટ્રમ્પે હારનો સામનો કરવો પડી શકે છે. અમેરિકાના ખેડૂતોનો વધી રહેલો વિરોધ પૉલિટિકલ ક્રાઇસિસ વધારશે જે સોનાની તેજી માટે લૉન્ગ ટર્મ પૉઝિટિવ કારણ બની શકે છે.

ગોલ્ડ ઇમ્પોર્ટની ૮૦:૨૦ સ્કીમમાં ભૂતપૂર્વ નાણાપ્રધાન ચિદમ્બરમની સંડોવણી વિશે તપાસ શરૂ

ગોલ્ડ ઇમ્પોર્ટની ૮૦:૨૦ સ્કીમના અમલ દરમ્યાન દેશનાં ૧૩ એક્સપોર્ટ હાઉસોને ૬ મહિનામાં ૪૫૦૦ કરોડ રૂપિયાનો ફાયદો થયો હોવાનું બહાર આવતાં આ સ્કીમની તપાસ સરકારે શરૂ કરી છે અને આ સ્કીમમાં ભૂતપૂર્વ નાણાપ્રધાન ચિદમ્બરમની પણ સંડોવણી બહાર આવતાં સરકારે આ દિશામાં તપાસ શરૂ કરી છે. નીરવ મોદી અને મેહુલ ચોકસીનું સ્કૅમ બહાર આવ્યા બાદ સરકારની તપાસનું પગેરું ચિદમ્બરમ સુધી પહોંચ્યું હતું અને નીરવ મોદી તથા મેહુલ ચોકસીને ગોલ્ડ ઇમ્પોર્ટના નિયમોમાં આ સ્કીમ દ્વારા ખુદ ચિદમ્બરમે ફાયદો કરાવી આપ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ચિદમ્બરમ જ્યારે નાણાપ્રધાન હતા ત્યારે જ ૮૦:૨૦ની ગોલ્ડ સ્કીમ જાહેર થઈ હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK