ટ્રમ્પની નૉર્થ કોરિયા સાથે વાતચીત કરવાની જાહેરાતથી સોનું વધુ ઘટ્યું

સ્ટીલ અને ઍલ્યુમિનિયમના ઇમ્પોર્ટ ટૅરિફના વધારામાંથી કૅનેડા-મેક્સિકોને બાકાત રાખ્યાં: યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને બૅન્ક ઑફ જપાને પૉલિસી યથાવત રાખતાં ડૉલર સુધર્યો

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

ડોનલ્ડ ટ્રમ્પે આગામી મે મહિનામાં નૉર્થ કોરિયાના લીડર કિમ જોંગ ઉનને મળવાની તૈયારી દાખવતાં તેમ જ ઇમ્પોર્ટ ટૅરિફના વધારામાંથી કૅનેડા-મેક્સિકોને બાકાત રાખતાં સોનામાં સેફ હેવન ડિમાન્ડ ઘટ્યું હતું. વળી યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને બૅન્ક ઑફ જપાને મૉનિટરી પૉલિસી યથાવત રાખતાં ડૉલરને મંજબૂતી મળતાં સોનામાં પ્રૉફિટબુકિંગ વધ્યું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

ચીનનો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ-ઇન્ફલેશન (CPI) ફેબ્રુઆરીમાં વાર્ષિક વધીને ચાર વર્ષની ઊંચાઈએ ૨.૯ ટકાએ પહોંચ્યો હતો. જાન્યુઆરીમાં CPI ૧.૫ ટકા વધ્યો હતો, ટ્રેડની ધારણા ૨.૫ ટકા વધવાની હતી. ચીનમાં ફેબ્રુઆરીમાં eડ ઇન્ફલેશન ૪.૪ ટકા અને નૉન-eડ ઇન્ફ્લેશન ૨.૫ ટકા વધ્યો હતો. ફેબ્રુઆરીમાં મન્થલી ઇન્ફલેશન ૧.૨ ટકા વધ્યો હતો. જાન્યુઆરી-ફેબ્રુઆરી બન્ને મહિનાનો મળીને CPI ૨.૨ ટકા વધ્યો હતો. ચીનનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશન ફેબ્રુઆરીમાં ૩.૭ ટકા વધ્યો હતો જે સતત ૧૮મા મહિને વધ્યો હતો. જાન્યુઆરીમાં પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશન ૪.૩ ટકા વધ્યો હતો. અમેરિકામાં ફેબ્રુઆરી મહિનામાં જૉબકટ ૨૦ ટકા ઘટ્યા હતા. ફેબ્રુઆરીમાં કુલ ૩૫,૩૬૯ જૉબકટ નોંધાયા હતા એની સરખામણીમાં જાન્યુઆરીમાં ૪૪,૬૫૩ જૉબકટ નોંધાયા હતા. અમેરિકામાં જૉબલેસ બેનિફિટ વીતેલા સપ્તાહ દરમ્યાન ધારણા કરતાં વધારે વધ્યા હતા. વીતેલા સપ્તાહમાં જૉબલેસ બેનિફિટ વધીને ૨.૩૧ લાખ પર પહોંચ્યા હતા જે પાછલા સપ્તાહમાં ૨.૧૦ લાખ હતા. ટ્રેડની ધારણા જૉબલેસ બેનિફિટ વધીને ૨.૨૦ લાખ થવાની હતી. ચીનનું ઇન્ફ્લેશન જે રીતે વધ્યું છે એ જોતાં લૉન્ગ ટર્મ ચીન સહિત વિશ્વના અનેક વિકસિત દેશોનું ઇન્ફ્લેશન આસમાની ઊંચાઈએ પહોંચવાના સંકેતો મળી રહ્યા છે જે સોનાની લૉન્ગ ટર્મ તેજી માટે પૉઝિટિવ સિગ્નલ છે.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ


ડોનલ્ડ ટ્રમ્પે વિવાદાસ્પદ સ્ટીલ અને ઍલ્યુમિનિયમની ઇમ્પોર્ટ ટૅરિફ વધારવાના પ્રસ્તાવને મંજૂરીની મહોર લગાવી હતી અને કૅનેડા-મેક્સિકોને એમાંથી બાકાત કર્યાં હતાં. ટ્રમ્પે જણાવ્યું હતું કે હજી ઇમ્પોર્ટ ટૅરિફના વધારામાંથી અન્ય દેશોને પણ બાકાત કરવાનાં દ્વાર ખુલ્લાં છે. ટ્રમ્પે અમેરિકન મેટલ પ્રોડ્યુસર્સોને અપીલ કરી હતી કે અમેરિકાની બહાર લગાવેલા પ્લાન્ટ બંધ કરીને ફરી અમેરિકામાં વધુ પ્લાન્ટ લગાવો કે જેથી અમેરિકન વર્કરોને રોજગારી મળે. ડોનલ્ડ ટ્રમ્પે બીજી મહત્વની જાહેરાત એ કરી હતી કે નૉર્થ કોરિયન લીડર કિમ જોંગ ઉનને મે મહિનામાં મળવા તૈયાર છે અને નૉર્થ કોરિયા અમેરિકા સાથે ડીન્યુક્લિયરાઇઝેશન વિશે ચર્ચા કરવા તૈયાર છે. ટ્રમ્પની બન્ને જાહેરાતો બાદ સોનું વધુ ઘટ્યું હતું. આ ઉપરાંત યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના ચૅરમૅન મારિયો દ્રાઘીએ બૉન્ડબાઇંગ સહિતના તમામ સ્ટિમ્યુલસ પોગ્રામ પાછા ખેંચવાની પ્રક્રિયા ધીમે-ધીમે આગળ વધશે એવી જાહેરાત કરી હતી.

દ્રાઘીની જાહેરાત બાદ યુરો ગગડતાં ડૉલર મજબૂત બન્યો હતો. બૅન્ક ઑફ જપાને પણ નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી યથાવત રાખવાની જાહેરાત કરતાં યેન સામે ડૉલર મજબૂત બન્યો હતો. ટ્રમ્પની પૉલિસીને લગતા વિવાદો ઠંડા પડ્યા બાદ હવે ડૉલર મજબૂત બનતાં ફેડની ૨૦-૨૧ માર્ચની મીટિંગ સુધી કોઈ નવી ઘટના ન બને તો સોનું સતત ઘટતું રહેશે.

નીરવ મોદી કૌભાંડ બહાર પડ્યા બાદ સોનાનું વેચાણ ૧૫થી ૨૦ ટકા ઘટ્યું

નીરવ મોદીનું નાણાકૌભાંડ બહાર પડ્યા બાદ દેશમાં સોનાની જ્વેલરીનું વેચાણ ૧૫થી ૨૦ ટકા ઘટ્યું હોવાનું ઑલ ઇન્ડિયા જેમ્સ ઍન્ડ જ્વેલરી ટ્રેડ ફેડરેશને જણાવ્યું હતું. નીરવ મોદી સાથે સંકળાયેલી ગીતાંજલિ જ્વેલર્સ દ્વારા માર્કેટમાં ઓરિજિનલ ડાયમન્ડના નામે સિન્થેટિક ડાયમન્ડ વેચાતા હોવાની માર્કેટમાં ચર્ચા શરૂ થતાં આમ જનતામાં ગોલ્ડની શુદ્ધતા વિશે શંકા જાગી છે. વળી દેશમાં સોનાની જ્વેલરીનું હૉલમાર્કિંગ ૧ જાન્યુઆરીથી લાગુ પડવાનું હતું, પણ હૉલમાર્કિંગના નિયમ તૈયાર થયા ન હોવાથી હૉલમાર્કિંગનો અમલ લંબાઈ ગયો હોવાથી એેની પણ જ્વેલરીની ડિમાન્ડ પર અસર થઈ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK