વાઇટ હાઉસે ઇમ્પોર્ટ ટૅરિફમાં રાહતનો સંકેત આપતાં સોનું વધુ ઘટ્યું

ફેડની ૨૦-૨૧ માર્ચની મીટિંગમાં ઇન્ટરેસ્ટ-રેટ વધવાનું નક્કી હોવાથી સોનામાં પ્રૉફિટ-બુકિંગ શરૂ : અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરના જૉબડેટા સ્ટ્રૉન્ગ આવતાં ડૉલર સુધર્યો

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકાના પ્રેસિડન્ટના નિવાસસ્થાન વાઇટ હાઉસે સ્ટીલ અને ઍલ્યુમિનિયમની ઇમ્પોર્ટ ટૅરિફમાં વધારાના પ્રસ્તાવ અંતર્ગત કૅનેડા, મેક્સિકો અને અન્ય કેટલાક દેશોને રાહત મળવાની શક્યતા બતાવતાં અમેરિકી ડૉલર સુધર્યો હતો. આ ઉપરાંત અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરના ફેબ્રુઆરીના જૉબડેટા ધારણા કરતાં વધુ સારા આવતાં ડૉલરને મજબૂતી મળી હતી. વળી અમેરિકી ફેડની ૨૦-૨૧ માર્ચે મળનારી મીટિંગમાં ઇન્ટરેસ્ટ-રેટ વધવાનું નક્કી હોવાથી પ્રૉફિટ-બુકિંગ વધતાં અને ડૉલરની મજબૂતીથી સોનામાં પીછેહઠ જોવા મળી હતી.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

ચીનની એક્સપોર્ટ ફેબ્રુઆરીમાં ૪૪.૫ ટકા વધી હતી જે છેલ્લાં ત્રણ વર્ષનો એક્સપોર્ટનો સૌથી મોટો ઉછાળો હતો. જાન્યુઆરીમાં એક્સપોર્ટ ૧૩.૬ ટકા જ વધી હતી અને ટ્રેડની ધારણા એક્સપોર્ટ ૧૧.૧ ટકા વધવાની હતી. ચીનની એક્સપોર્ટ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ૨૪.૪ ટકા વધી હતી જે ગયા વર્ષે આ બે મહિનામાં માત્ર ચાર ટકા જ વધી હતી. ચીનની ઇમ્પોર્ટ ફેબ્રુઆરીમાં ૬.૩ ટકા વધી હતી જે જાન્યુઆરીમાં ૩૬.૯ ટકા હતી અને ટ્રેડની ધારણા ૯.૭ ટકા વધારાની હતી. ચીનના એક્સપોર્ટના સ્ટ્રૉન્ગ ડેટાને પગલે ભવિષ્યમાં સોનામાં ફિઝિકલ ડિમાન્ડ સ્ટ્રૉન્ગ રહેવાના સંકેત મળી રહ્યા છે. જપાનનો ફોર્થ ક્વૉર્ટરનો ગ્રોથરેટ રિવાઇઝ થઈને ૦.૪ ટકા રહ્યો હતો જે પ્રિલિમિનરી એસ્ટિમેટમાં ૦.૧ ટકા વધ્યો હતો. જપાનમાં સતત આઠમા ક્વૉર્ટરમાં ગ્રોથરેટ વધ્યો હતો. અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરમાં ફેબ્રુઆરીમાં ૨.૩૫ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી જે જાન્યુઆરીમાં ૨.૩૪ લાખ હતી. ટ્રેડની ધારણા ૧.૯૫ લાખ નવી નોકરીઓ ઉમેરાવાની હતી. હવે શુક્રવારે જનરલ નૉન ફાર્મ પેરોલ ડેટા જાહેર થશે એમાં બે લાખ નવી નોકરીઓ ઉમેરાવાની ધારણા છે. અમેરિકાની એક્સપોર્ટ જાન્યુઆરીમાં ૧.૩ ટકા ઘટી હતી જ્યારે ઇમ્પોર્ટ સતત બીજા મહિને ઑલ ટાઇમ હાઈ સપાટીએ પહોંચતાં અમેરિકાની ટ્રેડ ડેફિસિટ જાન્યુઆરીમાં ૯ વર્ષની ઊંચાઈએ પહોંચી હતી. સ્ટ્રૉન્ગ જૉબડેટાને પગલે ડૉલર સુધરતાં સોનાનાં સેન્ટિમેન્ટ નબળાં પડ્યાં હતાં.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

ટ્રમ્પ દ્વારા સ્ટીલ અને ઍલ્યુમિનિયમની ઇમ્પોર્ટ ટૅરિફ વધારવાના નિર્ણયનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં ટ્રમ્પના ચીફ ઇકૉનૉમિક ઍડ્વાઇઝરના રાજીનામા બાદ આ વિવાદને ઠંડો પાડવા વાઇટ હાઉસે જાહેર કર્યું હતું કે કૅનેડા, મેક્સિકો અને અન્ય દેશોને ટૅરિફ વધારાના નિર્ણયમાંથી મુક્તિ મળી શકે છે. આ જાહેરાત બાદ ટ્રમ્પનો ઇરાદો નૉર્થ અમેરિકન ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટના સુધારા પર કૅનેડા અને મેક્સિકોની સંમતિ મેળવવા ઇમ્પોર્ટ ટૅરિફ વધારવાના શસ્ત્રનો ઉપયોગ થયાનું ખુલ્લું પડ્યું હતું. સ્ટીલ અને ઍલ્યુમિનિયમની ઇમ્પોર્ટ ટૅરિફ વધારવાના નિર્ણયનો વિવાદ ઠંડો પડ્યા બાદ સોનામાં તેજીનાં કોઈ મોટાં કારણ બચતાં નથી. નૉર્થ કોરિયાની વાતચીતની ઑફર બાદ હવે અમેરિકાના નૉન ફાર્મ પેરોલ ડેટા સ્ટ્રૉન્ગ આવે તો ફેડની ૨૦-૨૧ માર્ચે યોજાનારી મીટિંગમાં ઇન્ટરેસ્ટ-રેટ વધવાની શક્યતા પર સોનું વધુ ઘટશે. ફેડ માર્ચમાં ઇન્ટરેસ્ટ-રેટ વધારશે એ નક્કી છે, પણ ૨૦૧૮માં ફેડ ત્રણ વખત કે ચાર વખત ઇન્ટરેસ્ટ-રેટ વધારશે એના પર ચર્ચા ચાલુ થશે. જો અમેરિકાના નૉન ફાર્મ પેરોલ ડેટા અને અન્ય ઇકૉનૉમિક ડેટા સ્ટ્રૉન્ગ આવશે તો ચાર વખત ઇન્ટરેસ્ટ-રેટ વધારવાની કમેન્ટ્સનો રાફડો ફાટશે, જેને પગલે સોનું ઘટશે. સોનાને ૧૩૦૦ ડૉલરના મથાળે સ્ટ્રૉન્ગ સપોર્ટ મળે એવી શક્યતા દેખાઈ રહી છે.

ચીનની સોનાની ડિમાન્ડ ૨૦૧૮માં સ્ટ્રૉન્ગ રહેવાની મેટલ ફૉક્સની આગાહી

લંડનસ્થિત વર્લ્ડની ટૉપક્લાસ પ્રિસિયસ મેટલ કન્સલ્ટન્સી મેટલ ફૉક્સે ચીનની સોનાની ડિમાન્ડ ૨૦૧૮માં સ્ટ્રૉન્ગ રહેવાની આગાહી કરી હતી. મેટલ ફૉક્સના રિપોર્ટ અનુસાર ચીનની ગોલ્ડ જ્વેલરી ડિમાન્ડ ૨૦૧૭માં ત્રણ ટકા વધીને ૬૪૬.૯ ટન રહી હતી એની સામે ભારતની ગોલ્ડ જ્વેલરી ડિમાન્ડ ૨૦૧૭માં ૫૬૨.૭ ટન રહી હતી, જ્યારે ચીનની ગોલ્ડ બાર-કૉઇન ડિમાન્ડ આઠ ટકા વધીને ૩૦૬.૪ ટન રહી હતી. ૨૦૧૭માં ચીનની બાર-કૉઇન ડિમાન્ડ સતત ત્રીજા વર્ષે વધી હતી. ચીનની ગોલ્ડ બાર-કૉઇન ડિમાન્ડ ૨૦૧૮માં ૬ ટકા વધવાની ધારણા છે. ચીનની ઓવરઑલ ગોલ્ડ ડિમાન્ડ ૨૦૧૮માં સ્ટ્રૉન્ગ રહેશે, કારણ કે ચાઇનીઝ ગવર્નમેન્ટે રિયલ એસ્ટેટ સેક્ટરમાં અનેક નિયંત્રણો લાદી દીધાં હોવાથી રિયલ એસ્ટેટમાંથી ઇન્વેસ્ટમેન્ટ ઘટી રહ્યું છે અને સ્ટૉક માર્કેટ પણ હાલમાં ઘટાડાતરફી હોવાથી ૨૦૧૮માં ચાઇનીઝ ઇન્વેસ્ટરોનો ફ્લો બુલિયન માર્કેટમાં વધુ હશે. વળી ચાઇનીઝ ઇકૉનૉમી પણ ધારણા કરતાં સ્ટ્રૉન્ગ દેખાવ કરી રહી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK