નૉર્થ કોરિયાની અમેરિકા સાથે વાતચીતની ઑફરથી વધેલું સોનું ઘટ્યું

અમેરિકાના ચીફ ઇકૉનૉમિક ઍડ્વાઇઝરના રાજીનામાથી એક તબક્કે સોનું ઊછળ્યું હતું: ભારતમાં સોનું અઢી મહિનામાં આઠ ટકા ઊછળ્યું

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

નૉર્થ કોરિયાએ સાઉથ કોરિયાના માધ્યમથી અમેરિકા સાથે ડીન્યુટ્રલાઇઝેશન બાબતે વાતચીતની ઇચ્છા વ્યક્ત કરતાં અમેરિકી ડૉલર સુધર્યો હતો અને સોનું ઘટ્યું હતું જે અમેરિકાના ચીફ ઇકૉનૉમિક ઍડ્વાઇઝરના રાજીનામા બાદ ઝડપી ઊછળ્યું હતું. નૉર્થ કોરિયા અને સાઉથ કોરિયા વચ્ચે દસ વર્ષના લાંબા સમયગાળા બાદ વાતચીત શરૂ થવાના સમાચારે પણ સોનાના ભાવને ઘટાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત


અમેરિકામાં મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં નવા ઑર્ડરની સંખ્યા જાન્યુઆરીમાં ૧.૪ ટકા ઘટી હતી જે ડિસેમ્બરમાં ૧.૮ ટકા વધી હતી. અમેરિકાનો ઇકૉનૉમિક ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ માર્ચમાં ૧.૯ ટકા ઘટીને ૫૫.૫ પૉઇન્ટ થયો હતો જે ફેબ્રુઆરીમાં ૧૩ મહિનાની ઊંચાઈએ ૫૬.૭ પૉઇન્ટ હતો. ચીનની ફૉરેક્સ રિઝર્વ છેલ્લા ૧૩ મહિનામાં પહેલી વખત ઘટી હતી, ફેબ્રુઆરીમાં ફૉરેક્સ રિઝવર્માં  ૨૭ અબજ ડૉલરનો ઘટાડો થઈને કુલ ફૉરેક્સ ૩.૧૩૪ લાખ કરોડ ડૉલરે પહોંચી હતી. ફૉરેક્સ રિઝર્વ જાન્યુઆરીમાં ૨૧.૫ અબજ ડૉલર વધી હતી. ઑસ્ટ્રેલિયાનો ફોર્થ ક્વૉર્ટરનો ગ્રોથરેટ ૦.૪ ટકા રહ્યો હતો, ઇકૉનૉમિસ્ટોની ધારણા ૦.૬ ટકા વધારાની હતી. બ્રિટનમાં હાઉસપ્રાઇસનો વધારો ફેબ્રુઆરીમાં છેલ્લાં પાંચ વર્ષનો સૌથી નીચો રહ્યો હતો. ફેબ્રુઆરીમાં હાઉસપ્રાઇસ ૧.૮ ટકા વધ્યા હતા, માર્કેટની ધારણા ૧.૬ ટકા વધવાની હતી. અમેરિકા અને ચીનના નબળા ઇકૉનૉમિક ડેટા છતાં નૉર્થ કોરિયાની વાતચીતની ઑફરથી ડરૅલર સુધર્યો હતો અને સોનું વધ્યા મથાળેથી ઘટ્યું હતું.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ

સોનાના માર્કેટ સાથે સંકળાયેલી ઘટનાઓના ડેવલપમેન્ટની ભાવ પર ત્વરિત અસર જોવા મળે છે. બે ઘટનાઓ એકસાથે બને ત્યારે છેલ્લે બનેલી ઘટનાની અસર વધુ હોઈ છે. ડોનલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને ઍલ્યુમિનિયમની ઇમ્પોર્ટ ટૅરિફ વધારવાના નિર્ણયમાં પીછેહઠ કરવાનો ઇનકાર કરતાં ટૉપ ઇકૉનૉમિક ઍડ્વાઇઝર અને ભૂતપૂર્વ વૉલ સ્ટ્રીટના બૅન્કરે રાજીનામું આપતાં ડૉલર તૂટ્યો હતો અને સોનું વધીને ૧૨૪૦ ડૉલરને પાર કરી ગયું હતું પણ ત્યાર બાદ આવેલા સમાચારે ફરી સોનાને ઘટાડ્યું હતું. નૉર્થ કોરિયા અને સાઉથ કોરિયા વચ્ચે દસ વર્ષ પછી વાતચીતનો તખતો ગોઠવાયો હતો અને સાઉથ કોરિયાએ જણાવ્યું હતું કે નૉર્થ કોરિયાની લીડરશિપ ડીન્યુટ્રલાઇઝેશન માટે અમેરિકા સાથે વાતચીત કરવા આતુર છે. આ સમાચાર બહાર આવતાં જ ડૉલર સુધર્યો હતો અને સોનું ઘટ્યું હતું. આ બે ઘટનાઓની સોનાના ભાવ પર પડેલી અસર બતાવે છે કે આવનારા દિવસોમાં સોનામાં ૧૦થી ૧૫ ડૉલરની વધ-ઘટ ગણતરીના કલાકોમાં થતી જોવા મળશે આથી સોનામાં લૉન્ગ ટર્મ વ્યુને બદલે અત્યારે શૉર્ટ ટર્મ વ્યુ લઈને જ ચાલવું વધુ ફાયદાકારક નીવડી શકે છે.

દેશની સોનાની ઇમ્પોર્ટમાં ફેબ્રુઆરીમાં ૨૫ ટકાનો ઘટાડો

સોનાની ઇમ્પોર્ટ ફેબ્રુઆરીમાં ગત વર્ષના ફેબ્રુઆરી કરતાં ૨૫ ટકા ઘટી હોવાનો રિપોર્ટ ગોલ્ડ ફીલ્ડ મિનરલ સર્વિસિસે આપ્યો હતો. પ્રિલિમિનરી રિપોર્ટ અનુસાર દેશની સોનાની ઇમ્પોર્ટ ફેબ્રુઆરીમાં ૬૩ ટન નોંધાઈ હતી જે ગત વર્ષે ફેબ્રુઆરીમાં ૮૪ ટન થઈ હતી. જાન્યુઆરી કરતાં ફેબ્રુઆરીમાં ઇમ્પોર્ટ વધી હતી. જાન્યુઆરીમાં દેશની સોનાની ઇમ્પોર્ટ ૧૪ ટકા ઘટીને ૪૧.૩ ટન નોંધાઈ હતી. ડિસેમ્બરના મધ્યથી માંડીને અત્યાર સુધીમાં સોનાના ભાવમાં આઠ ટકાની તેજી નોંધાઈ છે અને સોનાનો ભાવ ફેબ્રુઆરીના મધ્યમાં ૧૫ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો. સોનાના ભાવ વધતાં ફેબ્રુઆરીમાં સોનાની ઇમ્પોર્ટ ઘટી હોવાનું ઇન્ડસ્ટ્રીઝનું માનવું છે. એપ્રિલમાં લગ્નની સીઝન શરૂ થતી હોવાથી અને અક્ષયતૃતીયા પણ એપ્રિલના મધ્યમાં હોવાથી સોનાની ઇમ્પોર્ટ માર્ચમાં વધીને ૮૦ ટન થવાનો અંદાજ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK