ટ્રમ્પના ઇમ્પોર્ટ ટૅરિફ વધારવાના નિર્ણયનો વિવાદ વધતાં સોનું સુધર્યું

ટ્રમ્પની કન્ટ્રોવર્શિયલ પૉલિસીથી સોનામાં સતત વધી રહેલું સેફ હેવન બાઇંગ: અમેરિકાના સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ડેટાને પગલે સોનામાં મોટી તેજી મુશ્કેલ

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા સ્ટીલ અને ઍલ્યુમિનિયમની ઇમ્પોર્ટ ટૅરિફ વધારવાનો પ્રસ્તાવ કરાતાં વર્લ્ડ ટ્રેડ કમ્યુનિટીમાં ક્રાઇસિસ જેવું વાતાવરણ સર્જા‍યું છે. ખાસ કરીને ટ્રમ્પના આ નિર્ણયને પગલે અમેરિકન ઇકૉનૉમીને નુકસાન થવાની શક્યતાએ ડૉલર સતત ગગડી રહ્યો છે. ટ્રમ્પના નિર્ણય બાદ સોનું છેલ્લાં ત્રણ સેશનમાં ૨૩ ડૉલર વધ્યું છે. ટ્રમ્પ દ્વારા સતત અપનાવાઈ રહેલી કન્ટ્રોવર્શિયલ પૉલિસીને કારણે સોનામાં સેફ હેવન બાઇંગ સતત વધી રહ્યું છે.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત


અમેરિકાનો પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ ફેબ્રુઆરીમાં બે વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હતો. મારકિટ કમ્પોઝિટ પર્ચે‍ઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ (PMI) ફેબ્રુઆરીમાં ૫૫.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે પ્રિલિમિનરી અંદાજમાં ૫૫.૯ પૉઇન્ટ અને જાન્યુઆરીમાં ૫૩.૮ પૉઇન્ટ હતો. અમેરિકાનો સર્વિસ સેક્ટર PMI ફેબ્રુઆરીમાં વધીને ૫૫.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૫૩.૩ પૉઇન્ટ હતો જ્યારે મૅન્યુફૅક્ચરિંગ PMI ફેબ્રુઆરીમાં ઘટીને ૫૫.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૫૫.૫ પૉઇન્ટ હતો. અમેરિકાના સર્વિસ સેક્ટરમાં ફેબ્રુઆરીમાં ન્યુ બિઝનેસમાં છેલ્લાં ત્રણ વર્ષનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો તેમ જ જૉબ ક્રીએશન છ મહિનાનું સૌથી ઊંચું રહ્યું હતું. યુરો ઝોન મારકિટ કમ્પોઝિટ PMI ફેબ્રુઆરીમાં ઘટીને ૫૭.૧ પૉઇન્ટ થયો હતો જે પ્રિલિમિનરી અંદાજમાં ૫૭.૫ અને જાન્યુઆરીમાં ૫૮.૫ પૉઇન્ટ હતો. જાન્યુઆરીમાં કમ્પોઝિટ ઇન્ડેક્સ ૧૨ વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હતો. યુરો ઝોન મૅન્યુફૅક્ચરિંગ PMI ફેબ્રુઆરીમાં ઘટીને ૫૮.૬ પૉઇન્ટ હતો જે જાન્યુઆરીમાં ૫૯.૬ પૉઇન્ટ હતો જ્યારે સર્વિસ PMI ફેબ્રુઆરીમાં ઘટીને ૫૬.૨ પૉઇન્ટ હતો જે જાન્યુઆરીમાં ૫૮ પૉઇન્ટ હતો. યુરોપિયન યુનિયનનું રીટેલ સેલ્સ જાન્યુઆરીમાં ૦.૧ ટકા ઘટ્યું હતું જે ૦.૩ ટકા વધવાની ધારણા હતી. ડિસેમ્બરનું રીટેલ સેલ્સ પણ રિવાઇઝ થઈને એક ટકા ઘટ્યું હતું. અમેરિકાના સ્ટ્રૉન્ગ ડેટા અને યુરો ઝોનના નબળા ડેટા જોતાં ટ્રમ્પના નિર્ણયથી ઊભી થયેલી ટ્રેડ-વૉરની શક્યતા ઠંડી પડે તો ડૉલર વધે અને સોનું ઘટી શકે છે, પણ અત્યારે ટ્રેડ-વૉરની શક્યતા સતત વધી રહી હોવાથી ડૉલર ઘટી રહ્યો છે અને સોનું સુધરી રહ્યું છે.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ

ડોનલ્ડ ટ્રમ્પની કન્ટ્રોવર્શિયલ પૉલિસીને કારણે સોનામાં સતત સેફ હેવન બાઇંગ વધી રહ્યું છે. ડોનલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને ઍલ્યુમિનિયમની ઇમ્પોર્ટ ટૅરિફ વધારવાના પ્રસ્તાવમાં પીછેહઠ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, પણ નૉર્થ અમેરિકન ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ (NAFTA-નાફ્ટા)માં ટ્રમ્પે સૂચવેલા સુધારા સાથેના નવા ટ્રેડ ઍગ્રીમેન્ટનો જો મેક્સિકો અને કૅનેડા સ્વીકાર કરે તો આ બે દેશો માટે સ્ટીલ અને ઍલ્યુમિનિયમની ઇમ્પોર્ટ ટૅરિફ નહીં વધારાય એવું ટ્રમ્પે નિવેદન કરતાં ઇકૉનૉમિસ્ટો ટ્રમ્પના આ પગલાને પ્રેશર ટેક્નિક બતાવી રહ્યા છે. ડોનલ્ડ ટ્રમ્પે ૧ માર્ચે સ્ટીલ અને ઍલ્યુમિનિયમની ઇમ્પોર્ટ ટૅરિફ વધારવાનો પ્રસ્તાવ કર્યો ત્યાર બાદ ડૉલર કરન્સી બાસ્કેટમાં ચાર મહિનાના તળિયે પહોંચ્યો હતો અને સોનું ચાર સેશનમાં ૧૩૦૨ ડૉલરથી વધીને મંગળવારે ૧૩૨૫ ડૉલરે પહોંચ્યું છે. આવનારા દિવસોમાં ટ્રમ્પ તેના નિર્ણયમાં પીછેહઠ નહીં કરે તો ડૉલર વધુ ઘટશે અને સોનું શૉર્ટ ટર્મ વધતું રહેશે. અમેરિકાના સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ડેટા જોતાં સોનામાં મીડિયમ ટર્મ કોઈ મોટો સુધારો થવાની શક્યતા નથી એથી સોનામાં ઊંચા લેવલે સાવચેતી રાખવી આવશ્યક છે.

જ્વેલરી ઉદ્યોગના વિકાસ માટે પગલાં લેવા નીતિ આયોગની પૅનલનું સૂચન

નીતિ આયોગ દ્વારા રચાયેલી પૅનલ દ્વારા ગોલ્ડ માટે સરકારને ડ્યુટી ઘટાડવાના સૂચન ઉપરાંત પણ અનેક સૂચનો કરવામાં આવ્યાં છે. દેશના ૬૧ લાખ કારીગરોને જવેલરી ઇન્ડસ્ટ્રીઝ રોજગારી આપી રહી છે ત્યારે જ્વેલરી ઉદ્યોગ પર સરકાર દ્વારા નાખવામાં આવેલાં નિયંત્રણો હળવાં કરવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ૧૦૦થી ૧૫૦ લાખ ટન સોનાનું સ્મગલિંગ રોકવા અને ફરજિયાત પૅનના નિયમમાં છૂટછાટ મૂકવા નીતિ આયોગની પૅનલે સૂચનો કર્યાં છે. ગોલ્ડ ઇન્ડસ્ટ્રીઝ માટે નવું ગોલ્ડ બોર્ડ અને સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ અમલમાં મૂકવા પણ સૂચનો કરવામાં આવ્યાં છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK