ઇટલીમાં હંગ પાર્લમેન્ટ રચાવાની શક્યતાએ સોનામાં સુધારો થયો

ઇટલીને યુરોપિયન યુનિયનમાંથી બહાર કાઢવાની તરફેણ કરનારી પાર્ટી લાર્જેસ્ટ પાર્ટી બની

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

યુરોપિયન યુનિયનના મહત્વના દેશ ઇટલીમાં રવિવારે યોજાયેલા પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં હંગ પાર્લમેન્ટ રચાવાની શક્યતાને પગલે સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધી હતી. વળી ડોનલ્ડ ટ્રમ્પે ઍલ્યુમિનિયમ અને સ્ટીલની ઇમ્પોર્ટ-ડ્યુટી વધારતાં ટ્રેડ-વૉર સર્જા‍વાની શક્યતાએ ડૉલર ઘટતાં સોનું સુધર્યું હતું. આ બન્ને ઘટનાઓને કારણે સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધી હતી અને ભાવ સુધર્યા હતા.  

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

ચીનનો પ્રાઇવેટ મૅન્યુફૅક્ચરિંગ PMI (પરચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ) ફેબ્રુઆરીમાં સહેજ વધીને ૫૧.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૫૧.૫ પૉઇન્ટ હતો, પણ સર્વિસ સેક્ટરનો ગ્રોથ ફેબ્રુઆરીમાં ઘટીને ૫૪.૨ પૉઇન્ટ થયો હતો જે જાન્યુઆરીમાં ૬૮ મહિનાની ઊંચાઈએ ૫૪.૭ પૉઇન્ટ હતો. સર્વિસ સેક્ટરનો ગ્રોથ ઘટતાં પ્રાઇવેટ સેક્ટરનો કમ્પોઝિટ ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં ઘટીને ૫૩.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં સાત વર્ષની ઊંચાઈએ ૫૩.૭ પૉઇન્ટ હતો. ભારતનો સર્વિસ સેક્ટરનો ઇન્ડેક્સ ત્રણ મહિના પછી પહેલી વખત ફેબ્રુઆરીમાં ઘટીને ૪૭.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૫૧.૭ પૉઇન્ટ હતો. ભારતના સર્વિસ સેક્ટરના ઇન્ડેક્સમાં છેલ્લા ૬ મહિનાનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જપાનનો સર્વિસ સેક્ટરનો ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં ઘટીને ૫૧.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૫૧.૯ પૉઇન્ટ હતો. ચાલુ સપ્તાહમાં જપાનનો ૨૦૧૭ના ચોથા ક્વૉર્ટરનો ગ્રોથરેટ જાહેર થશે. એ ઉપરાંત યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક, બૅન્ક ઑફ જપાન, બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયા અને બૅન્ક ઑફ કૅનેડાનાં પૉલિસી-ડિસિઝન આવશે. હાલમાં અમેરિકી ડૉલર વધ્યા મથાળેથી ઘડ્યો હોવાથી સોનું સુધર્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

વૈશ્વિક પટલ પર બનેલી બે ઘટનાઓની સોનાની માર્કેટમાં મોટી અસર જોવા મળશે. ઇટલીમાં રવિવારે યોજાયેલા પ્રેસિડેન્શિયલ ઇલેક્શનના પ્રાથમિક રિઝલ્ટમાં હંગ પાર્લમેન્ટ રચાઈ હોવાથી કોઈ પણ પક્ષને ક્લિયર મૅજોરિટી મળી નથી. ફાઇવસ્ટાર મૂવમેન્ટના પ્રણેતા બ્રિટિશ પૉલિટિશ્યનની પાર્ટી લાર્જેસ્ટ સિંગલ પાર્ટી તરીકે ઊભરી આવી છે. ફાઇવસ્ટાર મૂવમેન્ટની મુખ્ય માગણી ઇટલીને યુરોપિયન યુનિયનથી અલગ કરવાની છે. આમ ઇટલીના ઇલેક્શન રિઝલ્ટથી યુરોપિયન યુનિયનની મુશ્કેલીઓ વધી શકે છે. આ ઉપરાંત ગયા સપ્તાહે ડોનલ્ડ ટ્રમ્પે ઍલ્યુમિનિયમ અને સ્ટીલની ઇમ્પોર્ટ ટૅરિફ વધારતાં આવનારા દિવસોમાં ટ્રેડ-વૉર વધવાના સંજોગ વધ્યા છે. ટ્રેડ-વૉરને કારણે અમેરિકન ડૉલરનું પ્રભુત્વ ઘટી શકે છે અને ડૉલર નબળો પડતાં સોનાની તેજીના ચાન્સિસ ફરી વધી શકે છે. ગયા સપ્તાહે અમેરિકી ડૉલરનું મૂલ્ય કરન્સી બાસ્કેટમાં દોઢ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું, પણ ડોનલ્ડ ટ્રમ્પે ઍલ્યુમિનિયમ અને સ્ટીલની ઇમ્પોર્ટ ટૅરિફ વધારતાં ડૉલર ઘટવા લાગ્યો હતો. આવનારા દિવસોમાં ટ્રેડ-વૉર અને ઇટલીના રિઝલ્ટથી યુરોપિયન યુનિયનની મુશ્કેલીમાં વધારો થશે તો સોનું ફરી તેજીના રાહે આગળ વધશે. ટેક્નિકલ ઍનલિસ્ટોના મતે સોનાએ ૧૩૨૫ ડૉલરની સપાટી વટાવતાં હવે તેજીના સંજોગો વધ્યા છે.

સોનાની ઇમ્પોર્ટ-ડ્યુટી ઘટાડીને ઝીરો કરવા સરકારને સૂચન

૨૦૧૩માં તત્કાલીન નાણાપ્રધાન ચિદમ્બરમે સોનાની ઇમ્પોર્ટ-ડ્યુટી વધારીને ૧૦ ટકા કરી ત્યારથી ગોલ્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સોનાની ઇમ્પોર્ટ-ડ્યુટી ઘટાડવા સતત માગણી થઈ રહી છે પણ દેશની ટ્રેડ ડેફિસિટને કાબૂમાં રાખવા સરકાર દ્વારા સોનાની ઇમ્પોર્ટ-ડ્યુટી ઘટાડવાની માગણીનો અસ્વીકાર કરવામાં આવે છે, પણ ગયા બજેટમાં નાણાપ્રધાને સોનાને ઍસેટ ક્લાસ તરીકે ગણવાની જાહેરાત કર્યા બાદ સરકારે ગોલ્ડ વિશે જે કમિટીની રચના કરી હતી એ કમિટીએ તાજેતરમાં આપેલા રિપોર્ટમાં સોનાની ઇમ્પોર્ટ-ડ્યુટી ઝીરો કરવા અને ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) ત્રણ ટકાથી ઘટાડીને એક ટકો કરવાનું સૂચન કર્યું છે. આ સૂચન વિશે સરકારના પ્રત્યાઘાતો હજી આવવાના બાકી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK