ફેડના નવા ચૅરમૅનના વક્તવ્ય બાદ સોનું ઘટ્યું

યુરો ઝોન, જપાન અને બ્રિટનના ઇકૉનૉમિટ ડેટા નબળા આવતાં ડૉલર બે સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યો

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકન ફેડરલ રિઝર્વના નવા ચૅરમૅન જેરોમ પોવેલે કૉન્ગ્રેસ સમક્ષ આપેલા પ્રથમ વક્તવ્યમાં ઇન્ટરેસ્ટ-રેટ ૨૦૧૮માં ત્રણને બદલે ચાર વખત વધશે એવા સંકેતો આપતાં ડૉલર ઇન્ડેક્સ ૦.૬ ટકા વધ્યો હતો અને સોનું વધુ ઘટ્યું હતું. જેરોમ પોવેલ અગાઉનાં ફેડ ચૅરવુમન જેનેટ યેલેન કરતાં ઇન્ટરેસ્ટ-રેટ વધારવામાં વધુ આક્રમક બનશે એવા સંકેતો ઇકૉનૉમિસ્ટોએ આપતાં સોનામાં વેચવાલી વધી હતી.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

ચીનનો ઑફિશ્યલ મૅન્યુફૅક્ચરિંગ PMI (પર્ચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ) ફેબ્રુઆરીમાં ઘટીને ૫૦.૩ પૉઇન્ટ થયો હતો જે જાન્યુઆરીમાં ૫૧.૩ પૉઇન્ટ હતો અને ઇકૉનૉમિસ્ટોની ધારણા ૫૧.૨ પૉઇન્ટની હતી. મૅન્યુફૅક્ચરિંગ PMI ફેબ્રુઆરીમાં ૧૯ મહિનાના તળિયે પહોંચ્યો હતો. ચીનનો ઑફિશ્યલ સર્વિસ સેક્ટરનો PMI પણ ફેબ્રુઆરીમાં ઘટીને ૫૦.૩ પૉઇન્ટ થયો હતો જે જાન્યુઆરીમાં ૫૧.૩ પૉઇન્ટ હતો. સર્વિસ સેક્ટરનો PMI ફેબ્રુઆરીમાં ચાર મહિનાના તળિયે પહોંચ્યો હતો. યુરો ઝોન કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ફ્લેશન ફેબ્રુઆરીમાં ઘટીને ૧.૨ ટકાએ પહોંચ્યું હતું જે ૧૪ મહિનાની નીચી સપાટી હતી અને આગલા મહિનાની સપાટી ૧.૩ ટકાથી ઘટ્યું હતું. જપાનમાં હાઉસિંગ સ્ટાર્ટ ઇન્ડેક્સ જાન્યુઆરીમાં ૧૩.૨ ટકા ઘટ્યો હતો જે આગલા મહિને ૨.૧ ટકા જ ઘટ્યો હતો. હાઉસિંગ સ્ટાર્ટ ઇન્ડેક્સ જાન્યુઆરીમાં ત્રણ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો. જપાનમાં ઇન્ડસ્ટિÿયલ આઉટપુટ જાન્યુઆરીમાં ૬.૬ ટકા ઘટીને સાત વર્ષના તળિયે પહોંચ્યું હતું. બ્રિટનનો કન્ઝ્યુમર કૉન્ફિડન્સ ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં એક પૉઇન્ટ ઘટ્યો હતો. ભારતનો મૅન્યુફૅક્ચરિંગ PMI ફેબ્રુઆરીમાં ઘટીને ૫૧.૨ પૉઇન્ટ થયો હતો જે જાન્યુઆરીમાં ૫૨.૪ પૉઇન્ટ હતો. આ છેલ્લા ચાર મહિનાનો સૌથી નબળો ગ્રોથ હતો. યુરો ઝોન, જપાન અને બ્રિટનના નબળા ઇકૉનૉમિક ડેટાને કારણે ડૉલર સુધર્યો હતો અને ભારત-ચીનના નબળા ડેટાને પગલે ફિઝિકલ ડિમાન્ડ ઘટવાનું પ્રોજેક્શન મુકાતાં સોનું ઘટ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ


અમેરિકાના ફેડરલ રિઝર્વના ચૅરમૅન તરીકે જેરોમ પોવેલે ચાર્જ સંભાળ્યા બાદ કૉન્ગ્રેસ સમક્ષ યોજાયેલા તેમના પહેલા વક્તવ્યમાં ૨૦૧૮માં ત્રણને બદલે ચાર વખત ઇન્ટરેસ્ટ-રેટ વધવાનાં સિગ્નલો આપ્યાં હતાં તેમ જ ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશન દ્વારા ટૅક્સમાં ૧.૫ લાખ કરોડ ડૉલરનો મુકાયેલો કાપ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગમાં થયેલા વધારાને કારણે આવતાં બેથી ત્રણ વર્ષ ડિમાન્ડ સતત વધતી રહેશે એવું કહ્યું હતું. અમેરિકાની વધી રહેલી રાજકોષીય ખાધ ચિંતાજનક લેવલે ન હોવાનું જેરોમ પોવેલે જણાવ્યું હતું. જેરોમ પોવેલના વક્તવ્ય બાદ ડૉલર ઇન્ડેક્સ ૦.૬ ટકા વધીને ૯૦.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે છેલ્લાં બે સપ્તાહની ઊંચાઈએ હતો. પોવેલના વક્તવ્ય વિશે અમેરિકાની ફાઇનૅન્શ્યલ સર્વિસ પ્રોવાઇડર ટૉપ લેવલની કંપની ઇન્ટેલ એફસીસ્ટોનના ઇકૉનૉમિસ્ટે જણાવ્યું હતું કે ડૉલર શૉર્ટ ટર્મ તેજીમાં રહેશે અને સોનું ઘટશે, પણ હૉન્ગકૉન્ગના ગોલ્ડ ડીલરે જણાવ્યું હતું કે વધી રહેલા ઇન્ફ્લેશનને કારણે ૧૩૦૦ ડૉલરની આસપાસના ભાવે સોનું ખરીદવાની ઉત્તમ તક છે. રૉઇટરના ટેક્નિકલ ઍનલિસ્ટના મતે સોનાને ૧૩૦૩ ડૉલરે મજબૂત સપોર્ટ મળવાની સંભાવના છે.

દેશની ટ્રેડ-ડેફિસિટ એપ્રિલ-ડિસેમ્બરમાં ૫૦ ટકા વધી, ગોલ્ડનો ૩૧ ટકા હિસ્સો

દેશની ટ્રેડ-ડેફિસિટ ફરી ઝડપથી વધવા લાગી છે. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી ડિસેમ્બર-૨૦૧૭ દરમ્યાન ટ્રેડ-ડેફિસિટ ગયા વર્ષની ટ્રેડ-ડેફિસિટની ૫૦ ટકા વધી હતી જેમાં સૌથી વધુ ફાળો ગોલ્ડનો હતો. ગોલ્ડની ડેફિસિટ વધીને ૩૧ ટકા રહી હતી, જ્યારે ક્રૂડ તેલની ડેફિસિટ પચીસ ટકા અને ત્યાર બાદ ઇલેક્ટ્રૉનિક આઇટમોની ડેફિસિટ ૨૪ ટકા રહી હતી. દર વર્ષે ગોલ્ડ અને ક્રૂડ તેલની વધતી ઇમ્પોર્ટનો ફાળો ડેફિસિટમાં વધુ હોય છે, પણ અગાઉનાં વર્ષોની સરખામણીમાં ગોલ્ડ અને ક્રૂડ તેલની ઇમ્પોર્ટનો હિસ્સો ટ્રેડ-ડેફિસિટમાં માત્ર પંચાવન ટકા જ છે જે અગાઉનાં વર્ષોના પ્રમાણમાં ઓછો છે. ઇલેક્ટ્રૉનિક આઇટમોની ઇમ્પોર્ટનો ફાળો ચાલુ નાણાકીય વર્ષમાં વધુ છે, કારણ કે ચાલુ નાણાકીય વર્ષમાં ઇલેક્ટ્રૉનિક્સ ઇમ્પોર્ટ ૩૦ ટકા વધી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK