અમેરિકી ઇન્ટરેસ્ટ-રેટ વધારવા ફેડ બુલિશ હોવાથી સોનું વધુ ઘટ્યું

ફેડના વિશ્વાસને પગલે ઇકૉનૉમિસ્ટોના મતે ૨૦૧૮માં અમેરિકામાં ચાર વખત ઇન્ટરેસ્ટ-રેટ વધશે : ડૉલર ઇન્ડેક્સ ઘટ્યા ભાવથી ૨.૨ ટકા સુધર્યો

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકી ફેડરલ રિઝવર્નીક જાન્યુઆરીમાં યોજાયેલી મીટિંગની જાહેર થયેલી મિનિટ્સમાં ફેડરલ રિઝર્વનું ઇન્ટરેસ્ટ-રેટ વધારવાનું સ્ટૅન્ડ વધારે પડતું બુલિશ જોવા મળતાં સોનું સતત ત્રીજા દિવસે ઘટીને એક સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યું હતું. ફેડનો બુલિશ ટ્રેન્ડ જોતાં અમેરિકી ઇકૉનૉમિસ્ટોના મતે હવે અમેરિકામાં ૨૦૧૮માં ત્રણને બદલે ચાર વખત ઇન્ટરેસ્ટ-રેટ વધશે.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત


અમેરિકાનો પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં વધીને ૫૫.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૫૫.૫ પૉઇન્ટ હતો. આ ઇન્ડેક્સ ઑક્ટોબર ૨૦૧૪ પછીની એટલે કે સવાત્રણ વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હતો. અમેરિકાનો પ્રિલિમિનરી સર્વિસ સેક્ટરનો ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં વધીને ૫૫.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૫૩.૮ પૉઇન્ટ હતો. સર્વિસ ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં છેલ્લા ૬ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો. અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ ઇન્ડેક્સમાં વધારો થતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ ફેબ્રુઆરીમાં અઢી વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હતો. અમેરિકાના એક્ઝિસ્ટિંગ હોમસેલ્સમાં જાન્યુઆરીમાં ૩.૨ ટકાનો ઘટાડો થયો હતો જે સતત બીજા મહિને ઘટાડો હતો. અમેરિકામાં વીતેલા સપ્તાહ દરમ્યાન મૉર્ગેજ ઍપ્લિકેશન ઘટીને પાંચ મહિનાના તળિયે પહોંચી હતી. બ્રિટનની બજેટ સરપ્લસ જાન્યુઆરીમાં ઘટી હતી અને લેબર પ્રોડક્ટિવિટી ૨૦૧૭ના ચોથા ક્વૉર્ટરમાં ૦.૮ ટકા વધી હતી. યુરો ઝોન પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં ઘટીને ૫૮.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ચાર મહિનાની નીચી સપાટી હતી. યુરો ઝોન સર્વિસ ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં ૫૬.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૫૮ પૉઇન્ટ હતો. અમેરિકાના સ્ટ્રૉન્ગ મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ ડેટા થકી ડૉલર ઇન્ડેક્સ એક સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યો હતો અને સોનું વધુ ઘટ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકન ફેડની જાન્યુઆરીમાં યોજાયેલી મીટિંગની જાહેર થયેલી મિનિટ્સમાં પૉલિસી મેકર્સમાં ઇન્ટરેસ્ટ-રેટ વધારવાનો વિશ્વાસ બુલંદી પર હતો જેની અસરે અમેરિકન શૉર્ટ ટર્મ ઇન્ટરેસ્ટ-રેટ ફયુચર ઇન્ડેક્સમાં તેજી જોવા મળી હતી. ફેડની મિનિટ્સ જાહેર થયા બાદ ટેન યર ટ્રેઝરી યીલ્ડ વધીને ૨.૯૭ ટકાએ ચાર વર્ષની ઊંચાઈએ અને ટૂ યર ટ્રેઝરી યીલ્ડ વધીને ૨.૨૮ ટકાએ ૯ વર્ષની ઊંચાઈએ પહોંચ્યા હતા. ફેડની મિનિટ્સમાં પૉલિસી મેકરનો વિશ્વાસ જોતાં ઇકૉનૉમિસ્ટોનું માનવું હતું કે ફેડ ૨૦૧૮માં ચાર વખત ઇન્ટરેસ્ટ-રેટ વધારશે. અગાઉ ફેડ દ્વારા ત્રણ વખત ઇન્ટરેસ્ટ-રેટ વધારવાની જાહેરાત થઈ ચૂકી છે. ઇન્ટરેસ્ટ-રેટ વધવાની શક્યતાને પગલે છેલ્લા ચાર દિવસથી ડૉલર સતત વધી રહ્યો છે. ડૉલર ઇન્ડેક્સ ગયા સપ્તાહે ત્રણ વર્ષના તળિયે ૮૮.૨૫ પૉઇન્ટ હતો એે વધીને ૯૦.૦૯ પૉઇન્ટે પહોંચ્યો હતો. ડૉલર ઇન્ડેક્સમાં ત્રણ વર્ષના નીચા ભાવથી છેલ્લા ચાર દિવસમાં ૨.૨ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. હાલમાં સોનાની માર્કેટનું ફોકસ અમેરિકાના ઇન્ટરેસ્ટ-રેટ વધારાની શક્યતા પર કેãન્દ્રત થયું હોવાથી સોનું છેલ્લા ત્રણ દિવસથી સતત ઘટી રહ્યું છે. હવે પછીની ફેડની મીટિંગ ૨૦-૨૧ માર્ચે યોજાશે એથી આવતા સપ્તાહે ઇન્ટરેસ્ટ-રેટ વધવાની શક્યતા પરથી સોનાની માર્કેટનું ફોકસ અન્ય બાબતો તરફ જતાં પ્રત્યાઘાતી સુધારો થવાની શક્યતા છે. હાલમાં સોનાની માર્કેટમાં જે ખરીદશે એને આવતાં બે સપ્તાહમાં ૨૦થી ૨૫ ડૉલરના ઉછાળે પ્રૉફિટ-બુકિંગ કરવાની તક મળશે. 

સોનાનો ભાવ લોકલ માર્કેટમાં સતત પાંચમા દિવસે ઘટ્યો


વર્લ્ડ માર્કેટમાં ડૉલરની મજબૂતીથી સોનું સતત ઘટતું જતું હોવાથી એની અસરે લોકલ માર્કેટમાં પણ સોનાનો ભાવ ગઈ કાલે સતત પાંચમા દિવસે ઘટ્યો હતો. મુંબઈ માર્કેટમાં ગયા શુક્રવારે સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ વધીને ૩૦૯૧૫ રૂપિયા હતો જે સોમવારે ઘટીને ૩૦૮૭૫, મંગળવારે ઘટીને ૩૦૭૮૫, બુધવારે ઘટીને ૩૦૫૮૫ રૂપિયા અને ગઈ કાલે ઘટીને ૩૦૫૫૫ રૂપિયા બોલાયો હતો. આમ છેલ્લા પાંચ દિવસમાં સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ ૩૬૦ રૂપિયા ઘટ્યો હતો. સોનાની સાથે ચાંદીનો ભાવ પણ ઘટ્યો હતો. મુંબઈ માર્કેટમાં ગયા શુક્રવારે ચાંદીનો ભાવ ગયા શુક્રવારે ૩૮૭૧૦ રૂપિયા હતો જે ઘટીને ગઈ કાલે ૩૮૩૧૫ રૂપિયા હતો. આમ છેલ્લા પાંચ દિવસમાં પ્રતિ કિલો ૩૯૫ રૂપિયા ઘટ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK