યુરોપ-જપાનના નબળા ઇકૉનૉમિક ડેટાને પગલે ડૉલર સુધરતાં સોનું ઘટ્યુ

અમેરિકાના ઇન્ટરેસ્ટ-રેટ વધવાની શક્યતાને પગલે ડૉલર સતત બીજા દિવસે સુધર્યો : ચાઇનીઝ હૉલિડેની પણ માર્કેટમાં અસર

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

યુરો ઝોન, બ્રિટન અને જપાનના ઇકૉનૉમિક ડેટા નબળા આવતાં અમેરિકી ડૉલર સુધર્યો હતો. એ ઉપરાંત અમેરિકી ટેન યર ટ્રેઝરી બૉન્ડનું યીલ્ડ ફરી વધતાં સોનામાં આકર્ષણ ઘટ્યુ હોવાથી એની અસરે સોનું ઘટ્યુ હતું. આગામી માર્ચ મહિનામાં ફેડની મીટિંગમાં ઇન્ટરેસ્ટ-રેટ વધવાની ધારણા હોવાથી ડૉલરમાં નીચા મથાળે લેવાલી વધી હતી. વળી સોનામાં પ્રૉફિટ-બુકિંગ વધતાં ભાવ એક સપ્તાહના તળિયે પહોંચ્યા હતા.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

યુરો ઝોનનો કન્ઝ્યુમર્સ કૉન્ફિડન્સ ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં ૧.૩ ટકા ઘટ્યો હતો જે જાન્યુઆરીમાં ૧૭ વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હતો. યુરો ઝોનનું ઇકૉનૉમિક સેન્ટિમેન્ટનો ઇન્ડિકેટર ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં ઘટીને ૨૯.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૩૧.૮ પૉઇન્ટ હતો. બ્રિટનનો ઇન્ડસ્ટ્રિયલ ઑર્ડર ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં ઘટીને ૧૦ પૉઇન્ટે પહોંચ્યો હતો જે છેલ્લા ચાર મહિનાનો સૌથી નીચો ઇન્ડેક્સ હતો. જપાનનો પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ પરચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ (PMI) ફેબ્રુઆરીમાં ઘટીને ૫૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૫૪.૮ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૫.૨ પૉઇન્ટની હતી. અમેરિકાનો ટેન યર ટ્રેઝરી યીલ્ડ પણ ફરી ચાર વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હતો. યુરો ઝોન, બ્રિટન અને જપાનના ઇકૉનૉમિક ડેટા નબળા આવતાં ડૉલરને મજબૂતી મળી હતી. કરન્સી બાસ્કેટમાં અમેરિકી ડૉલર મંગળવારે ૦.૨ ટકા સુધર્યો હતો અને બુધવારે ૦.૧ ટકા સુધરતાં સોનું ઘટીને એક સપ્તાહના તળિયે પહોંચ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકામાં ફ્લૉરિડાની સ્કૂલમાં એક ટીનેજરે ૧૭ સ્ટુડન્ટ્સને પલકવારમાં તેની ગનથી શૂટ કરીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ અમેરિકામાં ઊભા થયેલા વિરોધને શાંત કરવા ડોનલ્ડ ટ્રમ્પે જસ્ટિસ ડિપાર્ટમેન્ટને આવા બનાવોને રોકવા નવા નિયમ બનાવવાનો આદેશ આપતાં હાલ પૂરતું અમેરિકન પબ્લિકનું ધ્યાન સંભવિત પૉલિટિકલ ક્રાઇસિસના સમાચારોથી દૂર થયું હતું. ડોનલ્ડ ટ્રમ્પના પ્રેસિડેન્શિયલ ઇલેક્શન કૅમ્પેનમાં રશિયાની સામેલગીરીની તપાસ કરી રહેલા સ્પેશ્યલ કાઉન્સિલર રૉબર્ટ મુલરે બે કૅમ્પેન ઑફિસરોને તપાસમાં સહકાર આપવા તાકીદ કરી હતી. જોકે રૉબર્ટ મુલરની તપાસની ડોનલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રેસિડન્ટ પુતિન દ્વારા આકરી ટીકા થઈ રહી છે છતાં તપાસનું પરિણામ જો ટ્રમ્પની વિરુદ્ધમાં જશે તો અમેરિકામાં પૉલિટિકલ ક્રાઇસિસ વધી શકે છે. હાલમાં ચીનમાં લુનાર ન્યુ યરની રજા ચાલતી હોવાથી ગોલ્ડ માર્કેટમાં ચાઇનીઝ બાયરોની ગેરહાજરી છે. સોનાના ઊંચા ભાવને કારણે ભારતીય બાયરો પણ હાલમાં માર્કેટથી અલિપ્ત છે. આ તમામ કારણો થકી સોનું છેલ્લા બે દિવસથી ઘટી રહ્યું છે, પણ આ ઘટાડો લાંબો ટકે એવી શક્યતા ઓછી હોવાથી દરેક ઘટાડે થોડું-થોડું બાઇંગ કરવાની તક ઝડપી લેવાથી આવનારા સમયમાં ફાયદો થઈ શકે છે.

લોકલ માર્કેટમાં હોળી સુધી સોનાની ડિમાન્ડ સુસ્ત રહેવાનો અંદાજ


દેશની લોકલ માર્કેટમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સોનાની ડિમાન્ડ હોળી સુધી સુસ્ત રહેવાની ધારણા છે. હોળી પછી ગ્રામ્ય વિસ્તારોમાં લગ્નસીઝનની ઘરાકી જોવા મળશે. આ વર્ષે અખાત્રીજ વહેલી હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં ફેબ્રુઆરીના આરંભથી સોનાની ડિમાન્ડ સુસ્ત રહી હતી. વળી સોનાના ભાવ પણ છેલ્લાં બે-ત્રણ સપ્તાહથી સતત વધી રહ્યા છે. જ્વેલરોના મંતવ્ય અનુસાર જો સોનાના ભાવ ફરી પ્રતિ ૧૦ ગ્રામના ૩૦ હજાર રૂપિયાનું તળિયું તોડીને નીચે જશે તો સોનાની ડિમાન્ડમાં વધારો થશે, પણ જો ભાવ વધતા રહેશે તો ડિમાન્ડ ઉત્તરોત્તર ઘટતી જશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK