સોનામાં બે વર્ષનો સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો

અમેરિકામાં પૉલિટિકલ ક્રાઇસિસ અને ઇન્ફ્લેશન વધવાના ડરથી ડૉલર ત્રણ વર્ષના તળિયે પહોંચ્યો : સોનું ૧૩૭૫ ડૉલરની સપાટી ટૂંકમાં વટાવે એવા ટેક્નિકલ સંકેત

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકામાં ઇન્ફ્લેશન ધાર્યા કરતાં વધુ વધતાં તેમ જ ડોનલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશન પૉલિસીને સેનેટની મંજૂરી ન મળતાં પૉલિટિકિલ ક્રાઇસિસ જેવી સ્થિતિ ઊભી થતાં ડૉલર તૂટ્યો હતો અને સોનું ઊછળીને ત્રણ સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યો હતો. વીતેલા સપ્તાહ દરમ્યાન સોનું શુક્રવાર સુધીમાં ત્રણ ટકા વધ્યું હતું જે છેલ્લાં બે વર્ષનો સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાનું ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ જાન્યુઆરીમાં ૦.૧ ટકા ઘટ્યું હતું જે ડિસેમ્બરમાં ૦.૪ ટકા વધ્યું હતું. માર્કેટની ધારણા ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ ૦.૨ ટકા વધવાની હતી એને બદલે આઉટપુટ ઘટ્યું હતું. અમેરિકાના પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સમાં જાન્યુઆરીમાં ૦.૪ ટકાનો વધારો નોંધાયો હતો, ડિસેમ્બરમાં પણ ૦.૪ ટકાનો જ વધારો થયો હતો અને માર્કેટની ધારણા પણ ૦.૪ ટકા વધારાની હતી. અમેરિકામાં વીતેલા સપ્તાહ દરમ્યાન અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટમાં ૭૦૦૦નો વધારો થયો હતો, આ વધારો માર્કેટની ધારણા પ્રમાણેનો હતો. અમેરિકાનો હોમબિલ્ડર્સ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં ૭૨ પૉઇન્ટ યથાવત રહ્યો હતો. યુરો એરિયાની એક્સપોર્ટ ડિસેમ્બરમાં એક ટકો વધી હતી, જ્યારે ઇમ્પોર્ટ ૨.૫ ટકા વધી હતી. ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ વચ્ચેનો ગૅપ ઘટતાં ટ્રેડ સરપ્લસ પણ ઘટી હતી. અમેરિકાના ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટના ડેટા નબળા આવતાં અને પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ વધતાં ડૉલર પર દબાણ વધતાં કરન્સી બાસ્કેટમાં ડૉલરનું મૂલ્ય ત્રણ વર્ષના તળિયે પહોંચ્યું હતું જેને કારણે સોનામાં નવેસરથી ડિમાન્ડ નીકળતાં સોનું ત્રણ સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ


ડોનલ્ડ ટ્રમ્પની ચર્ચાસ્પદ ઇમિગ્રેશન પૉલિસીને અમેરિકાની સર્વોચ્ચ સેનેટે ફગાવી દીધી હતી. આર્યની વાત એ છે કે ડોનલ્ડ ટ્રમ્પની જ પાર્ટી રિપબ્લિકનના ૧૪ સેનેટરોએ ડોનલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશન પૉલિસી વિશેની ચારેય પ્રપોઝલની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. આ ચાર પ્રપોઝલમાં ૧૮ લાખ બાળકોએ અમેરિકા છોડવું પડે એવી પ્રપોઝલ હતી તેમ જ અમેરિકા અને મેક્સિકો વચ્ચે બૉર્ડર-વૉલ બનાવવાનું બાયપાર્ટિશન બિલ પણ સામેલ હતું. ડોનલ્ડ ટ્રમ્પના હેલ્થકૅર બિલને મંજૂરી મેળવવામાં નિષ્ફળતા મળ્યા બાદ હવે બાયપાર્ટિશન બિલ સહિત ચાર પ્રપોઝલ સેનેટે ફગાવી દેતાં અમેરિકામાં પૉલિટિકલ ક્રાઇસિસ વધવાના સંકેત મળી રહ્યા છે. ૨૦૧૮ના છેલ્લા ક્વૉર્ટરમાં બેતૃતીયાંશ સેનેટરોનું બાયઇલેક્શન ટ્રમ્પની મુશ્કેલીઓ વધારશે એવા સંકેત અત્યારથી મળવા લાગ્યા છે. એક તરફ પૉલિટિકલ ક્રાઇસિસ વધી રહી છે તો બીજી તરફ ડૉલરનું મૂલ્ય ગગડી રહ્યું છે. આ બન્ને ઘટનાઓને કારણે સોનામાં તેજીના ચાન્સિસ એકાએક વધ્યા છે. અમેરિકા સહિત અનેક દેશોના ઇન્ફ્લેશનમાં વધારો થતાં સોનું ચાલુ સપ્તાહે ત્રણ ટકા વધ્યું છે. સોનું ગયા સપ્તાહે ૧૩૦૬ ડૉલર હતું એ વધીને ૧૩૬૧ ડૉલર થયું હતું. અહીં અગાઉ પણ જણાવ્યું હતું કે ૨૦૧૮માં સોનામાં ઘટાડે ખરીદીને ઉછાળે વેચનાર માટે બહુ સારા ચાન્સિસ છે. આવા હજી અનેક ચાન્સ મળતા રહેશે.

સોનાના ઊંચા ભાવથી ડિમાન્ડ ઘટતાં લોકલ માર્કેટમાં ડિસ્કાઉન્ટ બોલાયું


ઘરેલુ માર્કેટમાં સોનું બહુ ટૂંકા ગાળામાં ૧૦ ગ્રામે ૮૦૦થી ૯૦૦ રૂપિયા વધીને ૩૧,૦૦૦ રૂપિયાની સપાટી નજીક પહોંચતાં ડિમાન્ડ ઘટી હતી જેને કારણે લંડન સોનાના ભાવની સરખામણીમાં અહીં ચાલુ સપ્તાહે પ્રતિ ઔંસ ૩ ડૉલર ડિસ્કાઉન્ટ બોલાયું હતું જે ગયા સપ્તાહે ૧.૫ ડૉલર પ્રીમિયમ બોલાતું હતું. ચીનમાં લુનાર ન્યુ યરની ઉજવણી ચાલુ થતાં તેમ જ ઊંચા ભાવને કારણે ચાલુ સપ્તાહે ડિમાન્ડ ઘટી હતી અને પ્રીમિયમ ઘટીને ત્રણથી ચાર ડૉલર બોલાયું હતું જે ગયા સપ્તાહે સાતથી આઠ ડૉલર પ્રીમિયમ બોલાયું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK