અમેરિકન ઇન્ફ્લેશન વધતાં સતત ત્રીજા દિવસે સોનામાં સુધારો

અમેરિકન વર્કરોના વેતનમાં થયેલા વધારાથી અને બૉન્ડ યીલ્ડ ચાર વર્ષની ઊંચાઈએ પહોંચી જતાં ઇન્ફ્લેશનમાં ઝડપી વધારાની ધારણા : છેલ્લા સપ્તાહમાં સોનું ૨૮ ડૉલર ઊંચકાયું

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકામાં જાન્યુઆરી મહિનાનું ઇન્ફ્લેશન ૨.૧ ટકા આવતાં સોનામાં સતત ત્રીજા દિવસે સુધારો જોવા મળ્યો હતો. ઇન્ફ્લેશન ડિસેમ્બરમાં ૧.૮ ટકા હતું. જાન્યુઆરીમાં એનર્જી‍ પ્રાઇસમાં ત્રણ ટકાનો વધારો નોંધાયો હતો. ઇન્ફ્લેશન વધતાં હવે ફેડ દ્વારા ઇન્ટરેસ્ટ-રેટમાં પણ ઝડપી વધારો જોવા મળશે. એને પગલે ડૉલરમાં સુધારો થશે, પણ ઇન્ફ્લેશન વધતાં સોનામાં હેજિંગ ડિમાન્ડ વધતાં સોનું પણ સુધરશે.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

ચીનમાં ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જાન્યુઆરીમાં ૦.૩ ટકા વધ્યું હતું જે ડિસેમ્બરમાં ૯.૨ ટકા ઘટ્યું હતું. જપાનનો ચોથા ક્વૉર્ટરના ગ્રોથરેટનો પહેલો એસ્ટિમેટ નબળો આવ્યો હતો. ચોથા ક્વૉર્ટરમાં ગ્રોથરેટ ૦.૧ ટકા જ રહ્યો હતો જે આગલા ક્વૉર્ટરમાં ૦.૬ ટકા રહ્યો હતો. માર્કેટની ધારણા ૦.૨ ટકા ગ્રોથરેટની હતી. અમેરિકાનો સ્મૉલ બિઝનેસ ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ જાન્યુઆરીમાં વધીને ૧૦૬.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૧૦૪.૯ પૉઇન્ટ હતો. માર્કેટની ધારણા આ ઇન્ડેક્સની ૧૦૬.૨ પૉઇન્ટની હતી. બ્રિટનનું ઇન્ફ્લેશન જાન્યુઆરીમાં વધીને ત્રણ ટકાએ પહોંચ્યું હતું જે માર્કેટની ૨.૯ ટકાની ધારણા કરતાં ઊંચું રહ્યું હતું. જપાનનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ જાન્યુઆરીમાં ૨.૭ ટકા વધ્યો હતો જે ડિસેમ્બરમાં ત્રણ ટકા રહ્યો હતો. બ્રિટનના ઊંચા ઇન્ફ્લેશનથી વર્લ્ડના ડેવલપ્ડ દેશોનું ઇન્ફ્લેશન ઝડપથી વધવાની ધારણાને મજબૂતી મળી હતી. એને લીધે ડૉલર વધુ ઘટ્યો હતો અને ગઈ કાલે સોનું સતત ત્રીજા દિવસે વધ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ


અમેરિકન ઇન્ફ્લેશન આસમાની ઊંચાઈએ પહોંચવાના સંકેતને પગલે સ્ટૉકમાર્કેટ તૂટી રહ્યું છે અને સોનામાં ધીમી ગતિએ સુધારો આગળ વધી રહ્યો છે. અમેરિકાના વર્કરોનાં વેતન જાન્યુઆરીમાં સાડાઆઠ વર્ષની ઊંચાઈએ પહોંચ્યાં હતાં. અમેરિકન ટેન યર બૉન્ડનું યીલ્ડ ચાર વર્ષની ઊંચાઈએ પહોંચ્યું હતું. આ તમામ ડેટાને પગલે ઇન્ફ્લેશન ફેડના બે ટકાના ટાર્ગેટ કરતાં ઘણું ઊંચું જશે અને ઝડપથી જશે જેને કારણે ફેડને ઇન્ટરેસ્ટ-રેટ ઝડપથી વધારવા પડશે. ફેડની માર્ચ મહિનામાં મળનારી મીટિંગમાં ઇન્ટરેસ્ટ-રેટ વધવાના ચાન્સિસ હાલ ૮૭.૫ ટકાએ પહોંચ્યા છે. ફેડે ૨૦૧૮માં ત્રણ વખત ઇન્ટરેસ્ટ-રેટ વધારવાની જાહેરાત અગાઉથી કરી છે, પણ ઇકૉનૉમિસ્ટો માની રહ્યા છે કે જો ઇન્ફ્લેશન ધારણાથી વધુ ઊંચે જશે તો ફેડને ચાર વખત ઇન્ટરેસ્ટ-રેટ વધારવાની જરૂર પડશે. ઇન્ફ્લેશન વધે તો એની સામે હેજિંગનું બેસ્ટ ટૂલ ગોલ્ડ છે. અગાઉ જ્યારે-જ્યારે ઇન્ફ્લેશન વધ્યું છે ત્યારે સોનું પણ એની પૅરૅલલ વધતું રહ્યું છે. આ સંજોગોમાં આવનારા દિવસોમાં સોનું વધુ ઊંચું જઈ શકે છે. ગયા સપ્તાહે સોનું ઘટીને ૧૩૦૬.૮૧ ડૉલર થયું હતું એ ગઈ કાલે વધીને ૧૩૩૪.૭૫ ડૉલરે પહોંચ્યું હતું.

બિટકૉઇન કરતાં ગોલ્ડ વધુ સેફ ઇન્વેસ્ટમેન્ટ હોવાનું તારણ


બિટકૉઇન અને ગોલ્ડ બન્ને વૅલ્યુએબલ ઍસેટ હોવા છતાં વર્લ્ડના ટૉપ લેવલના ઇકૉનૉમિસ્ટો ગોલ્ડને વધુ સેફ અને સિક્યૉર ઇન્વેસ્ટમેન્ટ માની રહ્યા છે. બિટકૉઇનના ભાવની ઉતાર-ચડાવની હિસ્ટરી બિટકૉઇનની ગણના રિસ્કી ઇન્વેસ્ટમેન્ટમાં થઈ રહી છે. બિટકૉઇનના ભાવ ૨૦૧૩ની ૧૦ એપ્રિલથી ૨૧ એપ્રિલ દરમ્યાન ૮૩ ટકા તૂટ્યા હતા. એ જ રીતે ડિસેમ્બર-૨૦૧૭થી ૨૦૧૮ની ૬ ફેબ્રુઆરી સુધીમાં બિટકૉઇનના ભાવમાં ૭૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ૨૦૧૭માં બિટકૉઇનના ભાવમાં ૧૨૦૦ ટકાનો ઉછાળો આવ્યો હતો. એની સામે સોનું ૧૨ ટકા જ વધ્યું હતું. ઇકૉનૉમિસ્ટોના તારણમાં એક વાત એ આવી છે કે બિટકૉઇનમાં ઇન્વેસ્ટ કરનારા લોકોમાં પંચાવન ટકા સાવ નવા ઇન્વેસ્ટરો હતા, જ્યારે સોનામાં ઇન્વેસ્ટ કરનારા રિયલ ઇન્વેસ્ટરો હોવાથી સોનું બિટકૉઇન કરતાં એકદમ સેફ અને સિક્યૉર ઇન્વેસ્ટમેન્ટ હોવાનું તારણ મુકાયું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK