સોનું વર્લ્ડ માર્કેટમાં બે સપ્તાહમાં અઢી ટકા ઘટ્યું

અમેરિકાના ઇન્ફ્લેશનના ડેટાની રાહે સોનું રેન્જબાઉન્ડ : વીતેલા સપ્તાહમાં ડૉલર ૧.૪ ટકા વધ્યો અને સોનું ૧.૨ ટકા ઘટ્યું

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

સોનાનો ભાવ વર્લ્ડ માર્કેટમાં છેલ્લાં બે સપ્તાહમાં અઢી ટકા ઘટ્યા બાદ સોમવારે રેન્જબાઉન્ડ રહ્યો હતો. અમેરિકાના ઇન્ફ્લેશનના ડેટા બુધવારે જાહેર થયા બાદ સોનું, બૉન્ડ અને સ્ટૉક માર્કેટનું ભાવિ નક્કી થવાની રાહે સોનામાં હાલમાં મોટી ઊથલપાથલ અટકી હતી. અમેરિકી ડૉલર સતત ઘટ્યા બાદ વીતેલા સપ્તાહમાં ૧.૪ ટકા સુધરતાં એની અસરે સોનું પણ ઘટ્યું હતું, પણ સોમવારે ડૉલર પણ વધતો અટક્યો હતો એથી સોનામાં વધુ ઘટાડો અટક્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાની હોલસેલ ઇન્વેન્ટરી ડિસેમ્બરમાં ૦.૪ ટકા વધી હતી જે નવેમ્બરમાં ૦.૬ ટકા વધી હતી અને માર્કેટની ધારણા ૦.૨ ટકા વધવાની હતી. ચાલુ સપ્તાહે જાહેર થનારા ઇકૉનૉમિક ડેટા સોનાની માર્કેટ માટે બહુ મહત્વના હશે. ખાસ કરીને બુધવારે અમેરિકાના ઇન્ફ્લેશન ડેટા જાહેર થશે જે સ્ટૉક માર્કેટ, બૉન્ડ માર્કેટ અને સોનાની માર્કેટનું ભાવિ નક્કી કરશે. વીતેલા સપ્તાહ દરમ્યાન ડૉલર ૧.૪ ટકા વધ્યો હતો, પણ અમેરિકન ટેન યર બૉન્ડના યીલ્ડ ફરી ચાર વર્ષની ઊંચાઈએ પહોંચતાં સ્ટૉક માર્કેટ ફરી ઘટ્યું હતું. જો ઇન્ફ્લેશન વધશે તો સોનામાં હેજિંગ ડિમાન્ડ વધશે જે સોનાને ફરી ઉછાળશે. આ ઉપરાંત યુરો ઝોનના ફોર્થ ક્વૉર્ટરના ગ્રોથરેટનો સેકન્ડ એસ્ટિમેટ પણ ચાલુ સપ્તાહે જાહેર થશે. જર્મની, ઇટલી અને જપાનનો ફોર્થ ક્વૉર્ટરનો ગ્રોથરેટનો ફર્સ્ટ એસ્ટિમેટ પણ આ સપ્તાહે જાહેર થશે. અમેરિકાના ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન, રીટેલ ટ્રેડ અને કન્ઝ્યુમર્સ સેન્ટિમેન્ટના ડેટા આ સપ્તાહે જાહેર થશે. સોનું વીતેલા સપ્તાહ દરમ્યાન ૧.૨ ટકા ઘટ્યા બાદ સોમવારે ડૉલર ઘટતાં સોનું નીચા મથાળેથી સુધર્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકન ડૉલરનું મૂલ્ય ઘટ્યા બાદ રિબાઉન્ડ થતાં સોનું છેલ્લાં બે સપ્તાહમાં અઢી ટકા ઘટ્યું હતું જેને કારણે છેલ્લાં આઠ સપ્તાહ બાદ પ્રથમ વખત અમેરિકન ગોલ્ડ ફ્યુચરમાં મની મૅનેજરો અને હેજ ફન્ડોએ તેજીનાં ઓળિયાં ઘટાડ્યાં હતાં. હવે બધાની નજર ડોનલ્ડ ટ્રમ્પના સેકન્ડ બજેટ પર મંડાયેલી છે. સેકન્ડ બજેટમાં ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશને ૨૦૦ અબજ ડૉલર ઇન્ફ્રાસ્ટ્રકચર સ્પેન્ડિંગ માટે ફાળવવાની ભલામણ કરી છે. આ ઉપરાંત ૧૮ અબજ ડૉલરના ખર્ચે અમેરિકા અને મેક્સિકો વચ્ચે બૉર્ડર-વૉલ બનાવવાની દરખાસ્ત છે જેનો વિરોધી ડેમોક્રૅઠિક પાર્ટી જબ્બર વિરોધ કરી રહી છે. ટ્રમ્પના પહેલા બજેટનો પણ બહુ વિરોધ થયો હતો આથી આ વખતે ટ્રમ્પના બજેટના પ્રત્યાઘાત કેવા પડે છે એના પર બધાની નજર છે. ટ્રમ્પનું બજેટ અને અમેરિકાના ઇન્ફ્લેશન ડેટા સોનાનું શૉર્ટ ટર્મ અને લૉન્ગ ટર્મ ભાવિ નક્કી કરશે. સોનું જો ૧૩૩૦ ડૉલરની સપાટી વટાવી નહીં શકે તો સોનું ફરી ઘટીને ૧૩૦૬ ડૉલરે પહોંચશે.

ભારતીય ગોલ્ડ ETFમાંથી જાન્યુઆરીમાં ૧૧૦ કરોડ રૂપિયા પાછા મેળવાયા

ભારતીય ગોલ્ડ ETF (એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ)માંથી નાણાં પાછાં મેળવવાનો છેલ્લાં ચાર વર્ષથી ચાલ્યો આવતો સિલસિલો આ વર્ષે પણ ચાલુ રહ્યો છે. ગોલ્ડમાં ઇન્વેસ્ટરોને નેગેટિવ રિટર્ન મળતું હોવાથી ETFમાં અગાઉ કરેલું રોકાણ ઇન્વેસ્ટરો પાછા મેળવી રહ્યા છે. ચાલુ નાણાકીય વર્ષના ૧૦ મહિનામાં એટલે કે એપ્રિલથી જાન્યુઆરી દરમ્યાન ગોલ્ડ ETFમાંથી ૬૭૯ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવાયા હતા. ગોલ્ડ ETFમાંથી ૨૦૧૬-’૧૭માં ૭૭૫ કરોડ રૂપિયા, ૨૦૧૫-’૧૬માં ૯૦૩ કરોડ રૂપિયા, ૨૦૧૪-’૧૫માં ૧૪૭૫ કરોડ રૂપિયા અને ૨૦૧૩-’૧૪માં ૨૨૯૩ કરોડ રૂપિયા પાછા ખેંચાયા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy