ડૉલરનું સામ્રાજ્ય ખતમ કરવાની ચીનની નવી પહેલથી સોનામાં ઉછાળો

ચાઇનીઝ ઑથોરિટીએ સરકારને અમેરિકી ટ્રેઝરી સિક્યૉરિટીની ખરીદી ધીમી પાડવા ભલામણ કરી : અમેરિકાની એક્સપોર્ટ-પ્રાઇસમાં ૬ મહિના પછી પ્રથમ વખત ઘટાડો

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકન ડૉલરનું વર્ષોથી ચાલ્યું આવતું સામ્રાજ્ય ખતમ કરવા ચીને નવી પહેલ કરતાં ડૉલર પર દબાણ વધ્યું હતું અને સોનું નવેસરથી ઊછળીને ફરી ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. ચાઇનીઝ ઑથોરિટીએ અમેરિકન ટ્રેઝરી સિક્યૉરિટીની ખરીદી ધીમી પાડવા કે બંધ કરવાની ભલામણ કરતાં કરન્સી બાસ્કેટમાં ફરી ડૉલર ગગડ્યો હતો. ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન પર આર્થિક પ્રતિબંધો લાદવાની શક્યતાએ પણ ડૉલર ઘટ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકન હોલસેલ ઇન્વેન્ટરી નવેમ્બરમાં ૦.૮ ટકા વધી હતી જે નવેમ્બરમાં ૦.૭ ટકા વધી હતી અને ઑક્ટોબરમાં ૦.૪ ટકા ઘટી હતી. હોલસેલ ઇન્વેન્ટરીમાં નવેમ્બરમાં થયેલો વધારો છેલ્લા ત્રણ મહિનાનો સૌથી મોટો હતો. અમેરિકન એક્સપોર્ટ પ્રાઇસ ડિસેમ્બરમાં ૦.૧ ટકા ઘટ્યા હતા જે ઘટાડો ૬ મહિના પછી પ્રથમ વખત થયો હતો. નવેમ્બરમાં એક્સપોર્ટ પ્રાઇસ ૦.૫ ટકા વધી હતી. જોકે ઇમ્પોર્ટ-પ્રાઇસ ૦.૧ ટકા વધી હતી જે માર્કેટની ૦.૫ ટકા વધારાની ધારણા કરતાં ઓછી હતી. અમેરિકામાં મૉર્ગેજ ઍપ્લિકેશન વીતેલા સપ્તાહ દરમ્યાન વધીને છેલ્લાં ચાર સપ્તાહની ઊંચાઈએ પહોંચી હતી. બ્રિટનનું મૅન્યુફૅક્ચરિંગ આઉટપુટ નવેમ્બરમાં ૩.૫ ટકા વધ્યું હતું તેમ જ ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ પણ નવેમ્બરમાં ૦.૪ ટકા વધ્યું હતું. બ્રિટનની એક્સપોર્ટ પણ નવેમ્બરમાં ૦.૬ ટકા વધી હતી અને ઇમ્પોર્ટ ૧.૬ ટકા વધતાં ટ્રેડ ડેફિસિટ પાંચ મહિનાની ઊંચાઈએ પહોંચી હતી. બ્રિટનના પૉઝિટિવ ઇકૉનૉમિક ડેટા સામે અમેરિકાના નબળા ઇકૉનૉમિક ડેટાને કારણે ડૉલર પર દબાણ વધ્યું હતું જેને કારણે સોનું દિવસ દરમ્યાન સુધર્યું હતું. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

ચાઇનીઝ ઑથોરિટીએ સરકારને ભલામણ કરી હતી કે અમેરિકન બૉન્ડનું આકર્ષણ અન્ય ઍસેટ કરતાં સતત ઘટી રહ્યું છે એથી ચીને અમેરિકન ટ્રેઝરી સિક્યૉરિટીની ખરીદી બંધ કરવી અથવા ધીમી પાડવી જોઈએ. હાલમાં વર્લ્ડમાં અમેરિકન સિક્યૉરિટીનું સૌથી મોટું હોલ્ડિંગ ચીન ધરાવે છે. વર્લ્ડમાં સૌથી વધુ ફૉરેન રિઝર્વ ૩૧૦૦ અબજ ડૉલર ચીન પાસે છે. ચીનનું અમેરિકન ટ્રેઝરી સિક્યૉરિટીનું હોલ્ડિંગ ઑગસ્ટમાં ૧૨૦૦.૫ અબજ ડૉલર હતું જે ઘટીને ઑક્ટોબરમાં ૧૧૮૯.૨ અબજ ડૉલરે પહોંચ્યું હતું. ચીન અને જપાન બન્ને અમેરિકન ટ્રેઝરી સિક્યૉરિટીના હોલ્ડિંગમાં લગોલગ છે. અન્ય દેશોનું હોલ્ડિંગ ૩૦૦ અબજ ડૉલરથી પણ ઓછું છે. ચાઇનીઝ ઑથોરિટીની ભલામણની અસર થાય તો આવનારા દિવસોમાં ડૉલરનું સામ્રાજ્ય વર્લ્ડ માર્કેટમાં ધીમે-ધીમે ઘટવા માંડે અને ડૉલરનું મૂલ્ય પણ ગગડવાનું શરૂ થાય. ચીન લાંબા સમયથી ડૉલરનું સામ્રાજ્ય તોડીને યુઆનને ગ્લોબલ કરન્સીનું સ્ટેટસ આપવા માગે છે. વર્લ્ડ કરન્સી માર્કેટમાં ડૉલરનું સામ્રાજ્ય જ્યારે પણ તૂટશે ત્યારે એનો સૌથી વધુ ફાયદો સોનાની તેજીને થશે અને એની શરૂઆત થઈ ચૂકી છે. અમેરિકામાં ડોનલ્ડ ટ્રમ્પ અને જુડિશ્યરી સિસ્ટમ વચ્ચેની લડાઈ દિવસે-દિવસે વધી રહી હોવાથી આવનારા દિવસોમાં ટ્રમ્પને કારણે અમેરિકામાં મુશ્કેલીઓ વધવાની છે. બીજી તરફ ટ્રમ્પ દ્વારા નૉર્થ અમેરિકન ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટને રદ કરવાની અને ઈરાન પર આર્થિક પ્રતિબંધ લાદવાની ગમે ત્યારે જાહેરાત થયા બાદ વર્લ્ડ ટ્રેડમાં ગરબડ ઊભી થશે. આ તમામ ઘટનાને કારણે સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધશે.

ભારતમાં ચાંદીની ઇમ્પોર્ટ ૨૦૧૭માં ૯૦ ટકા વધી

ભારતમાં ચાંદીની ઇમ્પોર્ટ ૨૦૧૭માં ૯૦ ટકા વધીને ૫૭૫૦ ટન થઈ હોવાનો પ્રાથમિક અંદાજ બહાર આવ્યો હતો. ૨૦૧૬માં ભારતમાં ચાંદીની ઇમ્પોર્ટ આગલા વર્ષની સરખામણીમાં ૫૮ ટકા ઘટીને ૩૫૪૬ ટન નોંધાઈ હતી. ભારતમાં ૨૦૧૩થી માંડીને ૨૦૧૫ સુધી ચાંદીની ઇમ્પોર્ટ સતત વધતી રહી હતી અને ૨૦૧૫માં રેકૉર્ડબ્રેક ૮૫૨૯ ટન ચાંદીની ઇમ્પોર્ટ થઈ હતી, પણ ૨૦૧૫માં ચાંદીના ભાવ ઘટતાં ઇમ્પોર્ટ ઘટી હતી. વર્લ્ડ માર્કેટમાં ચાંદીનો ભાવ ૨૦૧૭માં ૧૨ ટકા વધ્યો હતો. ૨૦૧૮માં વર્લ્ડ માર્કેટમાં ચાંદીના ભાવ ઍવરેજ ૧૭.૫૦ ડૉલર રહેવાની આગાહી છે જે વધીને ૧૯.૪ ડૉલર અને ઘટીને ૧૫.૮ ડૉલર જઈ શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy