અમેરિકન ગવર્નમેન્ટના શટડાઉનની અસરે સોનાની મંદીને બ્રેક

ફેડ દ્વારા આવતા સપ્તાહે ઇન્ટરેસ્ટ-રેટ વધારવાનું નક્કી હોવાથી સોનું એક તબક્કે બે મહિનાના તળિયે : બિટકૉઇનની તેજીને પગલે ઇન્વેસ્ટરોને સોનામાં ઓછો રસ

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકન ગવર્નમેન્ટના બજેટની લિમિટ પૂરી થતાં ગવર્નમેન્ટનું શટડાઉન થવાની શક્યતાએ ડૉલર ઘટતાં સોનામાં મંદીને બ્રેક લાગી હતી. મંગળવારે સોનું એક તબક્કે ઘટીને બે મહિનાની નીચી સપાટીએ ૧૨૬૦.૭૧ ડૉલર થયા બાદ બુધવારે સવારથી સોનામાં સુધારો જોવા મળ્યો હતો. આવતા સપ્તાહે ફેડ ઇન્ટરેસ્ટ-રેટ વધારશે એવું નક્કી હોવાથી સોનામાં સુધારો લાંબો ટકે એવી શક્યતા ઓછી છે.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત


અમેરિકાના સર્વિસ સેક્ટરનો ગ્રોથ નવેમ્બરમાં ધીમો પડ્યો હતો. ઑક્ટોબરમાં ૧૨ વર્ષની ઊંચાઈએ પહોંચેલો સર્વિસ સેક્ટરનો ઑફિશ્યલ PMI (પરચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ) ૬૦.૧ પૉઇન્ટથી ઘટીને નવેમ્બરમાં ૫૭.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો. ઇકૉનૉમિસ્ટોએ આ ઇન્ડેક્સ ૫૯ પૉઇન્ટ આવવાનું ધાર્યું હતું. સર્વિસ સેક્ટરનો પ્રાઇવેટ માર્કેટ PMI પણ નવેમ્બરમાં પાંચ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. સર્વિસ સેક્ટરનો ઇન્ડેક્સ ઘટતાં પ્રાઇવેટ સેક્ટરનો કમ્પોઝિટ ઇન્ડેક્સ પણ નવેમ્બરમાં ઘટીને ૫૪.૫ પૉઇન્ટ રહ્યો હતો, જે ઑક્ટોબરમાં ૫૫.૨ પૉઇન્ટ હતો. અમેરિકાની ઇમ્પોર્ટ ઑક્ટોબરમાં ૧.૬ ટકા વધીને ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચી હતી, જ્યારે એક્સપોર્ટ આગલા મહિના જેટલી જ રહી હતી. યુરો ઝોનમાં રીટેલ સેલ્સમાં ઑક્ટોબરમાં ૧.૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો, જે છેલ્લાં ચાર વર્ષનો સૌથી મોટો ઘટાડો હતો. અમેરિકા અને યુરો ઝોનના ઇકૉનૉમિક ડેટા નબળા આવતાં ડૉલર અને સ્ટૉક ઇન્ડેક્સ ઘટતાં સોનું ઘટેલા લેવલથી સુધર્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકન ગવર્નમેન્ટનું શટડાઉન એટલે કે ગવર્નમેન્ટ બજેટનું સમાપ્ત થવું હવે નિશ્ચિત બન્યું છે, કારણ કે ૮ ડિસેમ્બર એની ડેડલાઇન છે. હવે ડેડલાઇન લંબાવવા માટે કૉન્ગ્રેસમાં આ સપ્તાહે વોટિંગ થવું જરૂરી છે. ગવર્નમેન્ટ શટડાઉનની અસરે ડૉલર નબળો પડ્યો હતો પણ સોના પર એની અસર નહોતી થઈ, કારણ કે આવતા સપ્તાહે ફેડ દ્વારા ઇન્ટરેસ્ટ-રેટ વધારવાનું નિશ્ચિત બન્યું છે. ઇન્ટરેસ્ટ-રેટ વધતાં ડૉલરને મજબૂતી મળશે અને સાથોસાથ સ્ટૉક માર્કેટ અને બૉન્ડ માર્કેટમાં તેજીને સપોર્ટ મળશે. હાલમાં ક્રિપ્ટોકરન્સી બિટકૉઇનની તેજીએ સમગ્ર વિશ્વના ઇન્વેસ્ટરોને પાગલ કરી દીધા છે. બિટકૉઇનના ભાવ રૉકેટગતિએ વધીને ૧૨,૦૦૦ ડૉલરની સપાટીએ પહોંચી ગયા છે. બિટકૉઇનમાં મલ્ટિ હાઈ રિટર્ન મળી રહ્યું હોવાથી હાલમાં ઇન્વેસ્ટરો સોનામાં પ્રૉફિટ-બુકિંગ કરીને બિટકૉઇન અને બૉન્ડ માર્કેટમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે. વર્લ્ડના ટૉપ લેવલના ઇકૉનૉમિસ્ટો માની રહ્યા છે કે ટ્રમ્પની ટૅક્સ રિફૉર્મ પૉલિસીથી ઇકૉનૉમીને મોટું બૂસ્ટ મળવાની કે ફેડના ઇન્ટરેસ્ટ-રેટ વધારવાના પ્રોગ્રામને કોઈ અસર પહોંચશે નહીં એથી સોનું ઘટવાનો ટ્રેન્ડ ૨૦૧૮માં પણ ચાલુ રહેશે. સોનું શૉર્ટ ટર્મ ઘટીને ૧૨૫૦ ડૉલર થવાની આગાહી થઈ છે જે મંગળવારે ઘટીને ૧૨૬૦.૭૧ ડૉલર થયું હતું.

સોનામાં ભાવ ઘટતાં લોકલ ડિમાન્ડ વધી : ડિસ્કાઉન્ટ ઘટ્યું

સોનાના ભાવ એકધારા ઘટી રહ્યા હોવાથી હવે લોકલ માર્કેટમાં લગ્ન-સીઝનની ડિમાન્ડ ધીમે-ધીમે વધી રહી છે. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ ૧૦ ગ્રામનો ૧૫ નવેમ્બરે ૨૯,૭૨૫ રૂપિયા અને ૧૫ ઑક્ટોબરે ૩૦,૦૧૦ રૂપિયા હતો જે ઘટીને હાલમાં ૨૯,૨૦૦ રૂપિયા ચાલી રહ્યો છે. વર્લ્ડ માર્કેટમાં પણ સોનું ૧૩૦૦ ડૉલરની નજીક પહોંચીને હાલમાં ૧૨૬૦ ડૉલર સુધી ઘટી ગયું છે. આમ સોનાનો ભાવ ઘટતાં લોકલ ડિમાન્ડ વધી હતી અને એને કારણે લંડન સોનાના ભાવની સરખામણીમાં અહીં ડિસ્કાઉન્ટ બોલાતું હતું એ પણ નીચે આવ્યું હતું. નવેમ્બરના બીજા-ત્રીજા સપ્તાહમાં ડિસ્કાઉન્ટ પ્રતિ ઔંસ ચારથી પાંચ ડૉલર બોલાયું હતું જે ઘટીને હાલમાં એક ડૉલર બોલાઈ રહ્યું છે. ૨૦૧૮ના આરંભે રવી સીઝનના પાકોની આવક થતાં સોનાની ડિમાન્ડમાં વધુ વધારો થવાની શક્યતા દેખાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK