અમેરિકાના નબળા જૉબડેટા છતાં સોનામાં વધુ ઘટાડો

અમેરિકાએ સપ્ટેમ્બરમાં ૩૩ હજાર નોકરીઓ ગુમાવી છતાં અનએમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સ સુધરતાં સોનામાં વેચવાલી વધી : ડિસેમ્બરમાં ઇન્ટરેસ્ટ-રેટ વધવાના ચાન્સિસ ૭૩ ટકા થયા

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકામાં સપ્ટેમ્બર મહિનામાં નૉન-ફાર્મ પે-રોલમાં ૩૩ હજાર નોકરીઓનો ઘટાડો થવા છતાં સોનું વધુ ઘટ્યું હતું, કારણ કે અનએમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સ ગયા મહિને ૪.૪ ટકા હતો જે ઘટીને ૪.૨ ટકા થતાં જૉબડેટા માત્ર ને માત્ર હાર્વી અને ઇરમા નામનાં વાવાઝોડાંને કારણે જ ઘટ્યા હોવાનું સાબિત થયું હતું. સ્ટૉક અને બૉન્ડમાર્કેટમાં એકધારી તેજીને પગલે ડૉલર સાત સપ્તાહની ઊંચાઈએ પહોંચતાં સોનામાં ચારે તરફ વેચવાલીથી ભાવ બે મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા હતા.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકામાં મૅન્યુફૅક્ચરિંગ ગુડ્સ ઑર્ડરમાં ઑગસ્ટમાં ૧.૨ ટકાનો વધારો નોંધાયો હતો જે જુલાઈમાં ૩.૩ ટકા ઘટ્યા હતા. ઇકૉનૉમિસ્ટો અને માર્કેટની ધારણા એક ટકા જ વધારાની હતી. અમેરિકાની એક્સપોર્ટ ઑગસ્ટમાં ૦.૪ ટકા વધીને અઢી વર્ષની ઊંચાઈએ પહોંચી હતી, જ્યારે ઇમ્ર્પોટ ઑગસ્ટમાં માત્ર ૦.૧ ટકા જ વધી હતી. અમેરિકાના જૉબલેસ ક્લેમમાં વિતેલા સપ્તાહ દરમ્યાન ૧૨ હજારનો ઘટાડો થયો હતો. અમેરિકાના સ્ટ્રૉન્ગ મૅન્યુફૅક્ચરિંગ અને જૉબડેટાને પગલે ડિસેમ્બરમાં ઇન્ટરેસ્ટ-રેટ વધવાની શક્યતા ૭૩ ટકાએ પહોંચી હતી. અમેરિકન ડૉલર સાત સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યો હતો. ડૉલર સુધરતાં સોનામાં વધુ ઘટાડો નોંધાયો હતો. જપાનમાં ટોટલ કૅશ અર્નિંગ ઑગસ્ટમાં ૦.૯ ટકા વધી હતી જે જુલાઈ-૨૦૧૬ પછીની સૌથી વધુ હતી. ફાઇનૅન્સ અને ઇન્શ્યૉરન્સ સેક્ટરમાં સૌથી વધુ અર્નિંગ ૭.૧ ટકા વધી હતી, જ્યારે માઇનિંગ સેક્ટરમાં ૫.૨ ટકા અર્નિંગ વધી હતી. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની સપ્ટેમ્બરમાં યોજાયેલી મીટિંગની જાહેર થયેલી મિનિટ્સમાં તમામ મેમ્બરોએ વર્ષના અંત સુધીમાં બૉન્ડ બાઇંગ પ્રોગ્રામમાં ફેરફાર કરવા સંમતિ આપી હતી અને વર્ષના અંત સુધીમાં બૉન્ડ બાઇંગ પૉલિસીને આખરી સ્વરૂપ આપવાનું સ્વીકાર્યું હતું. જપાન અને યુરોપના ડેટાએ સ્ટૉક એક્સચેન્જને સ્ટ્રૉન્ગ સપોર્ટ આપતાં સોનામાં વેચવાલીનું પ્રમાણ વધ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

સોનું સપ્ટેમ્બરમાં એક તબક્કે વધીને ૧૩૬૦ ડૉલરની સપાટીએ પહોંચ્યું હતું. ત્યાંથી સતત ઘટીને હાલ ૧૨૬૬ ડૉલર થયું હતું. માત્ર એક જ મહિના કરતાં ઓછા સમયગાળામાં સોનું ૬ ટકા ઘટી ગયું છે. અમેરિકા અને નૉર્થ કોરિયા વચ્ચે વધી રહેલો તનાવ એકાએક ઠંડો પડતાં સોનાના ભાવ સડસડાટ ઘટવા લાગ્યા હતા. સાથે-સાથે અમેરિકામાં ઇકૉનૉમિક અને પૉલિટિકલ ક્રાઇસિસ ઊભી થવાની શક્યતા પણ નબળી પડી હતી જેને કારણે ડૉલર સુધરતાં સ્ટૉક અને બૉન્ડમાર્કેટ સુધર્યાં હતાં. હાલ અમેરિકાના ડાઉ જોન્સ, નૅસ્ડૅક અને સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સ એમ ત્રણેય સ્ટૉક ઇન્ડેક્સ ઑલ ટાઇમ હાઈ સપાટીએ છે. અમેરિકન ટેન યર બૉન્ડનું મૂલ્ય ત્રણ મહિનાની ઊંચાઈએ પહોંચ્યું છે. સોના કરતાં સ્ટૉક અને બૉન્ડમાં રિટર્ન સારું મળવાના ચાન્સિસને કારણે સોનામાં વેચવાલી વધી રહી છે. લેટેસ્ટ ડેવલપમેન્ટ પર નજર નાખીએ તો ડોનલ્ડ ટ્રમ્પે એકાએક તમામ મિલિટરી જનરલ, રિટાયર્ડ જનરલ અને નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝરની મીટિંગ બોલાવીને નૉર્થ કોરિયા અને ઈરાનના ઇશ્યુ પર વિસ્તૃત ચર્ચા કરીને મિલિટરીને આદેશ આપ્યો હતો કે જ્યારે પણ જરૂર પડે ત્યારે ત્વરિત મિલિટરી ઑપ્શન પૂરો પાડવામાં આવે. ટ્રમ્પે મિલિટરીને જણાવ્યું હતું કે અત્યારે વાવાઝોડા પહેલાંની શાંતિ પ્રવર્તે છે, પણ અમેરિકા કોઈ પણ કાળે નૉર્થ કોરિયા અને ઈરાનની દાદાગીરી નહીં ચલાવે અને એને ગમે ત્યારે કચડી નાખશે. ટ્રમ્પના તેવર હજી ઉગ્ર હોવાથી સોનામાં ફરી ગમે ત્યારે સ્પ્રિન્ગ જેવો ઉછાળો પણ સંભવી શકે છે.

આંધ્ર પ્રદેશ-ઓડિશામાં ગોલ્ડ-સ્મગલિંગની પ્રવૃત્તિમાં સતત વધારો

આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં ગોલ્ડ-સ્મગલિંગના કિસ્સા સતત વધી રહ્યા હોવાનું વિશાખાપટ્ટનમ કસ્ટમ્સના ઉચ્ચ અધિકારીઓએ મીડિયાને જણાવ્યું હતું. ખાસ કરીને વિશાખાપટ્ટનમના ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર હ્યુમન બૉડીમાં ગોલ્ડ સંતાડીને લાવવાના કિસ્સા સતત વધી રહ્યા છે. તાજેતરમાં વિશાખાપટ્ટનમ ઍરપોર્ટ પર એક માણસ પાસેથી ૩૪૭ ગ્રામ ગોલ્ડ અને કોલંબોથી આવેલી ત્રણ મહિલાઓ પાસેથી ૭૪૦ કિલો સોનું પકડાયું હતું. વિશાખાપટ્ટનમ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કોલંબો, દુબઈ, બૅન્ગકૉક અને સિંગાપોરથી આવતી ફ્લાઇટમાં સ્મગલિંગના કિસ્સા ઉત્તરોત્તર વધી રહ્યા છે. છેલ્લાં ત્રણ વર્ષમાં વિશાખાપટ્ટનમ ઍરપોર્ટ પરથી દસ કરોડ રૂપિયાનું સોનું કુલ ૮૪ માણસો પાસેથી પકડાયું હોવાનું કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટે જાહેર કર્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK