સ્ટૉક માર્કેટ સુધરતાં સોનામાં સતત બીજા દિવસે પીછેહઠ

નૉર્થ કોરિયા પર UN સિક્યૉરિટી કાઉન્સિલે કડક પ્રતિબંધ મૂક્યા : અમેરિકી ડૉલર હજી અઢી વર્ષના તળિયે હોવાથી સોનામાં વધુ ઘટાડાની શક્યતા ઓછી

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકામાં ઇર્મા વાવાઝોડાની અસર હળવી થતાં તેમ જ નૉર્થ કોરિયા પર યુનાઇટેડ નેશન્સ (UN) સિક્યૉરિટી કાઉન્સિલે કડક નિયંત્રણો લાદતાં એની અસરે અમેરિકા, યુરોપ, જપાન અને એશિયન સ્ટૉક માર્કેટ સુધરતાં સોનામાં પ્રૉફિક બુક કરીને ઇન્વેસ્ટરો સ્ટૉક માર્કેટ તરફ વળતાં સોનામાં બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત


બ્રિટનનો કોર ઇન્ફ્લેશન ઑગસ્ટમાં વધીને ૨.૭ ટકાએ પહોંચ્યો હતો જે જુલાઈમાં ૨.૪ ટકા હતો. કોર ઇન્ફ્લેશન ડિસેમ્બર ૨૦૧૧ એટલે કે સાડાપાંચ વર્ષ કરતાં પણ વધુ સમયની ઊંચાઈએ પહોંચ્યો હતો. વળી છેલ્લા ૭ મહિનાથી ઇન્ફ્લેશન સતત ઘટી રહ્યો હતો એમાં પહેલી વખત ઑગસ્ટમાં સુધારો જોવા મળ્યો હતો. બ્રિટનનો ઇન્ફ્લેશન વધતાં બ્રિટિશ ડૉલર સામે એક વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હતો. પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ યુઆનને ઘટતો અટકાવવા મૂકેલાં નિયંત્રણો દૂર કરતાં યુઆનનું મૂલ્ય ડૉલર સામે ઘટ્યું હતું. ૨૦૧૭ના આરંભથી યુઆન ડૉલર સામે સતત મજબૂત બની રહ્યો હતો જે પ્રથમ વખત ઘટ્યો હતો. અમેરિકાના સ્મૉલ બિઝનેસ ઑપ્ટિઝમ ઇન્ડેક્સમાં ઑગસ્ટ મહિનામાં વધારો થતાં આ ઇન્ડેક્સ ૬ મહિનાની ઊંચાઈએ પહોંચતાં ડૉલર વધુ ઘટતો અટક્યો હતો અને સોનામાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ


યુનાઇટેડ નેશન્સ સિક્યૉરિટી કાઉન્સિલે નૉર્થ કોરિયા પર કડક નિયંત્રણો લાદી દીધાં હતાં જેના પ્રત્યુત્તરમાં નૉર્થ કોરિયાએ અમેરિકાને વધુ ધમકી આપી હતી. શ્ફ્માં રહેલા અમેરિકાના ઍમ્બૅસૅડરે કડક નિયંત્રણો લાદી દીધાં હોવાનો નિર્ણય લેવાયા બાદ જણાવ્યું હતું કે ‘અમેરિકા નૉર્થ કોરિયા સાથે યુદ્ધ ઇચ્છતું નથી. UNનાં નિયંત્રણો બાદ નૉર્થ કોરિયા-અમેરિકામાં ટેન્શન હળવું થતાં સોનું વધુ ઘટ્યું હતું. વળી અમેરિકાને ધમરોળતા ઇર્મા વાવાઝોડાની અસર પણ ધીમી પડતાં અમેરિકા-યુરોપની સ્ટૉક માર્કેટ સુધરી હતી જેને પગલે એશિયન સ્ટૉક માર્કેટ અને જપાનની સ્ટૉક માર્કેટમાં પણ સુધારો જોવા મળ્યો હતો. ઇર્માની અસર હળવી થતાં અમેરિકાનો લીડિંગ સ્ટૉક ઇન્ડેક્સ સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સ ૫૦૦  પણ ઊછળ્યો હતો. સ્ટૉક માર્કેટના સુધરતા ઇન્વેસ્ટરો સોનું વેચીને સ્ટૉક ખરીદવા દોડતાં સોનું સતત બીજા દિવસે ઘટીને એક સપ્તાહના તળિયે પહોંચ્યું હતું, પણ કરન્સી બાસ્કેટમાં બ્રિટિશ પાઉન્ડ મજબૂત બનતાં ડૉલર હજી પણ અઢી વર્ષના તળિયે હોવાથી સોનામાં હાલ પૂરતો મોટો ઘટાડો શક્ય નથી.’

ગોલ્ડ ETFમાંથી એપ્રિલ-ઑગસ્ટમાં ૩૦૦ કરોડ પાછા ખેંચાયા

ભારતીય ફાઇનૅન્શિયલ માર્કેટમાં ગોલ્ડ ETF (એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ)નું આકર્ષણ સતત ઘટી રહ્યું છે. મ્યુચ્યુઅલ ફન્ડ રિસર્ચ એજન્સીના રિપોર્ટ અનુસાર છેલ્લાં સાડાચાર વર્ષથી ગોલ્ડ ETFમાંથી એકધારાં નાણાં પાછાં ખેંચાઈ રહ્યાં છે. આ સિલસિલો ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિના દરમ્યાન પણ ચાલુ રહ્યો હતો અને આ પાંચ મહિના દરમ્યાન ૩૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચાયા હતા. ગોલ્ડ ETFમાંથી ૨૦૧૬-’૧૭માં ૭૭૫ કરોડ રૂપિયા, ૨૦૧૫-’૧૬માં ૯૦૩ કરોડ રૂપિયા, ૨૦૧૪-’૧૫માં ૧૪૭૫ કરોડ રૂપિયા અને ૨૦૧૩-’૧૪માં ૨૨૯૩ કરોડ રૂપિયા પાછા ખેંચાયા હતા. ગોલ્ડ ETFમાંથી ઇન્વેસ્ટરો રોકાણ ઘટાડીને ઇક્વિટી અને ઇક્વિટી સંલગ્ન સેવિંગ્ઝ સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ વધારી રહ્યા છે જે એપ્રિલથી ઑગસ્ટ દરમ્યાન ૬૧,૦૦૦ કરોડ રૂપિયા નોંધાયું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy