સોનાની ઇમ્પોર્ટને અટકાવવા કરતાં ગોલ્ડ જ્વેલરીની એક્સપોર્ટ્સ વધારવા માટે જરૂરી પગલાં લેવાની જરૂર

ગોવામાં ગઈ કાલથી શરૂ થયેલા ઇન્ડિયા ઇન્ટરનૅશનલ ગોલ્ડ કન્વેન્શન્સમાં સરકારના ગોલ્ડ ઇન્ડસ્ટ્રીના વિકાસ માટેનાં અનેક પગલાંથી ભારત ટૂંક સમયમાં વિશ્વમાં સોનાનું પ્રાઇસ સેટર બનશે એવો આશાવાદ વ્યક્ત થયો

gold


મયૂર મહેતા, ગોવા

ઇન્ડિયા ઇન્ટરનૅશનલ ગોલ્ડ કન્વેન્શન્સનો આરંભ ગઈ કાલે ગોવા ખાતે થયો હતો. આ કન્વેન્શન્સના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે મિનિસ્ટરી ઑફ કૉમર્સના જૉઇન્ટ સેક્રેટરી મનોજ દ્વિવેદી ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન સમારોહમાં દેશની ગોલ્ડ ઇન્ડસ્ટ્રીના પ્રશ્નો અને સમસ્યા વિશે ઇન્ડસ્ટ્રીના અગ્રણીઓએ તેમના વિચારો રજૂ કર્યા હતા.

ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલરી અસોસિએશનના પ્રેસિડન્ટ મુકેશ મહેતાએ જણાવ્યું હતું કે ‘સોનાની ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે આ કન્વેન્શન્સ ખરેખર ઉપયોગી સાબિત થશે. ભારતમાં સોનાની ઇમ્પોર્ટ સતત વધી રહી છે ત્યારે સરકાર ઇમ્પોર્ટ ઘટાડવા પ્રયાસ કરી રહી છે, પણ હવે સરકારે ગોલ્ડ જ્વેલરીની નિકાસ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.’

આ પ્રસંગે મુંબઈના અગ્રણી જ્વેલર અને રિદ્ધિ સિદ્ધિ બુલિયનના ડિરેક્ટર પૃથ્વીરાજ કોઠારીએ જણાવ્યું હતું કે ‘ગયા વર્ષે જ્વેલરી ઇન્ડસ્ટ્રી સમક્ષ અનેક પડકારો ઊભા થયા હતા. એક્સાઇઝ ડ્યુટી, નોટબંધી અને ત્યાર બાદ ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)ને કારણે જ્વેલરી ઇન્ડસ્ટ્રીને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. નોટબંધી દરમ્યાન કેટલાક જ્વેલર્સ દ્વારા અપનાવાયેલી નીતિને કારણે જ્વેલરી ઇન્ડસ્ટ્રી બદનામ પણ થઈ હતી. સરકારે ખરેખર હવે ગોલ્ડ ઇન્ડસ્ટ્રી માટે એક રેગ્યુલટરી ફ્રેમવર્ક ઊભું કરવાની જરૂર છે. કસ્ટમ્સ-ડ્યુટી, GST એમ દરેક મુદ્દા માટે સરકારના જુદા-જુદા ડિપાર્ટમેન્ટ પાસે રજૂઆત કરીને એનો નિકાલ કરવાનું જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે મુશ્કેલ બની રહ્યું છે. કૉમોડિટી ટ્રાન્ઝૅક્શન ટૅક્સ પણ હવે દૂર કરવાની જરૂર છે.’

MCX (મલ્ટિ-કૉમોડિટી એક્સચેન્જ ઑફ ઇન્ડિયા)ના મૅનેજિંગ ડિરેક્ટર મૃગાંક પરાંજપેએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ‘GST એ સરકારની પાવર-બ્રેકિંગ મૂવમેન્ટ છે. MCX પર GST પર અમદાવાદથી દેશનાં સેન્ટરો સાથેના ટ્રેડ થવા શરૂ થઈ રહ્યા છે. કૉમોડિટી ફ્યુચર ટ્રેડિંગમાં ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરને છૂટ આપ્યા બાદ કૉમોડિટી ટ્રેડમાં વૉલ્યુમ અને લિક્વિડિટી વધ્યાં છે. MCX પર એક મ્યુચ્યુઅલ ફન્ડે કામકાજ શરૂ કર્યું છે. ગોલ્ડમાં ઑપ્શન ટ્રેડિંગને મંજૂરીથી પણ કૉમોડિટી વાયદાબજારમાં વૉલ્યુમ વધશે. સરકારના ગોલ્ડ ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે લેવાયેલાં પગલાંને કારણે બહુ જ ટૂંકા ગાળામાં ભારત વિશ્વમાં ગોલ્ડનું પ્રાઇસ-સેન્ટર બનશે.’

મૃગાંક પરાંજપેએ સોનાનું ઑપ્શન ટ્રેડિંગ એકાદ મહિનામાં શરૂ થવાની જાહેરાત કરી હતી.

ભારત સરકારના કૉમર્સ મિનિસ્ટ્રીના જૉઇન્ટ સેક્રેટરી મનોજ દ્વિવેદીએ જણાવ્યું હતું કે ‘સરકાર રોજગારીનું સર્જન કરવા ગોલ્ડ ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે ચિંતિત છે અને અનેક પગલાં લેવાં તત્પર છે. ગોલ્ડ જ્વેલરીની નિકાસ વધારવા પણ સરકાર પગલાં લઈ રહી છે. ગોલ્ડ જ્વેલરીની નિકાસ હાલ વાર્ષિક ૪૦ અબજ ડૉલરની થઈ રહી છે. સરકારનું લક્ષ્ય વાર્ષિક ૬૦ અબજ ડૉલરની નિકાસનું છે.’

ઉદ્ઘાટન સમારોહના આરંભે ફોરટેલ બિઝનેસ સૉલ્યુશનના પ્રેસિડન્ટ શ્રીવાસ્તવે સ્વાગત-પ્રવચન કર્યું હતું.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy