ડોનલ્ડ ટ્રમ્પના હેલ્થકૅર બિલનું ભાવિ ડામાડોળ બનતાં સોનું ઊછળ્યું

નૉર્થ કોરિયાના ફૉરેન મિનિસ્ટરે વૉર માટે સુસજ્જ હોવાની જાહેરાત કરતાં સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધી : ગોલ્ડ માઇનિંગ કંપનીઓની સોનું ૧૨ મહિનામાં ૧૪૦૦ ડૉલર થવાની આગાહી


godl


બુલિયન બુલેટિન - મયૂર મહેતા

ડોનલ્ડ ટ્રમ્પના પ્રતિષ્ઠિત હેલ્થકૅર બિલને સેનેટમાં નામંજૂર કરાતાં હવે આ બિલનું ભાવિ ડામાડોળ થવા લાગ્યું છે. કારણ કે ૩૦ સપ્ટેમ્બર અગાઉ આ બિલને મંજૂર કરાવવું આવશ્યક છે. હેલ્થકૅર બિલ મંજૂર ન થાય તો અમેરિકામાં પૉલિટિકિલ ક્રાઇસિસ ઊભી થવાના ચાન્સિસને પગલે સોનામાં નવેસરથી સેફ હેવન ડિમાન્ડ નીકળી હતી. અધૂરામાં પૂરું, નૉર્થ કોરિયાના ફૉરેન મિનિસ્ટરે યુદ્ધ માટે સુસજ્જ હોવાની કમેન્ટ કરતાં સોનામાં આકર્ષણ વધ્યું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાનો ફેડ નૅશનલ ઍક્ટિવિટી ઇન્ડેક્સ ઑગસ્ટમાં ૦.૩૧ ટકા ઘટ્યો હતો જે જુલાઈમાં ૦.૦૩ ટકા સુધર્યો હતો. ઑગસ્ટમાં આ ઇન્ડેક્સ છેલ્લા એક વર્ષના તળિયે પહોંચ્યો હતો. અમેરિકન સેનેટરોએ ફરી એક વખત ઓબામા કૅર બિલની જગ્યાએ અમલમાં આવેલા ડોનલ્ડ ટ્રમ્પના નવા હેલ્થકૅર બિલને મંજૂરી આપી નહોતી. ડોનલ્ડ ટ્રમ્પ માટે પ્રતિષ્ઠિત અને ભાવિ ઇકૉનૉમિક એજન્ડા સફળ થવા માટેના આ બિલની નામંજૂરીથી અમેરિકામાં ફરી પૉલિટિકલ અનિશ્ચિતા ફેલાઈ હતી. વળી ગ્લોબલ રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સે કમેન્ટ કરી હતી કે ડોનલ્ડ ટ્રમ્પના નવા હેલ્થકૅર બિલને કારણે અમેરિકાની ઇકૉનૉમીને મોટું નુકસાન થશે. ડોનલ્ડ ટ્રમ્પના હેલ્થકૅર બિલની મુદત ૩૦ સપ્ટેમ્બરે પૂરી થાય છે ત્યારે આ બિલ ૩૦ સપ્ટેમ્બર પહેલા મંજૂર ન થાય તો અમેરિકામાં પૉલિટિકલ ક્રાઇસિસ ઊભી થઈ શકે એવી શક્યતાએ સોનું ફરી ૧૩૦૦ ડૉલરની સપાટીને પાર કરી ગયું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકા અને નૉર્થ કોરિયા વચ્ચેનું ટેન્શન શાંત થયું હોવાના સંકેત વચ્ચે નૉર્થ કોરિયાના ફૉરેન મિનિસ્ટરની કમેન્ટથી ફરી ટેન્શન વધ્યું હતું. નૉર્થ કોરિયાના ફૉરેન મિનિસ્ટરે જણાવ્યું હતું કે અમેરિકાએ યુદ્ધની જાહેરાત કરી દીધી હોવાથી હવે નૉર્થ કોરિયાને વળતો અટૅક કરવાની ફરજ પડી છે. નૉર્થ કોરિયાએ ઈસ્ટ કોસ્ટમાં મિલિટરી ઍક્ટિવિટી વધારી હોવાના રિપોર્ટ પણ આવતાં સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધી હતી. વળી સમગ્ર વિશ્વના માઇનિંગ એક્ઝિક્યુટિવ, હેજફન્ડો, બૅન્કર્સ અને ઍનૅલિસ્ટોની ૨૮મી ઍન્યુઅલ મીટિંગમાં ઍનૅલિસ્ટોએ આવતા ૧૨ મહિનામાં સોનું ૧૪૦૦ ડૉલરની સપાટીને પાર કરી જશે એવી આગાહી કરી હતી. સોમવારે ડેનિશ ગાર્ટમેને એક મહિનામાં સોનું ૧૪૦૦ ડૉલર પર પહોંચશે એવી આગાહી કરી હતી. સોનામાં ઘટાડાના ગઈ કાલ સુધી દેખાતા ચાન્સિસ છેલ્લા ૨૪ કલાકમાં એકાએક પલટાઈ ગયા છે અને સોનું ફરી ૧૩૦૦ ડૉલરની સપાટીને પાર કરી જતાં હવે સોનામાં અનિશ્ચિતા વધી છે. અમેરિકામાં પૉલિટિકલ ક્રાઇસિસ વધે અને નૉર્થ કોરિયા બાબતે વધુ ટેન્શન ઊભું થશે તો સોનું શૉર્ટ ટર્મ વધશે, પણ અમેરિકાના GDP ડેટા ધારણા કરતાં સારા આવશે તો સોનામાં સુધારો લાંબો નહીં ટકે.

તહેવારોની ડિમાન્ડ નીકળતાં સોનાએ ૩૦,૦૦૦ રૂપિયાની સપાટી ઓળંગી

મુંબઈની બજારમાં ધનતેરસ-દિવાળીના તહેવારોની લોકલ ડિમાન્ડ નીકળતાં સોનાના ભાવ ગઈ કાલે ૧૦ ગ્રામદીઠ ૩૦,૦૦૦ રૂપિયાની સપાટી ઓળંગી ગયા હતા, જ્યારે ચાંદીના ભાવ ગઈ કાલે કિલોદીઠ ૩૭૦ રૂપિયા વધ્યા હતા. મુંબઈની જ્વેલરી માર્કેટમાં સોનું ગઈ કાલે ૨૦૫ રૂપિયા વધીને ૩૦,૧૯૦ રૂપિયા થયું હતું, જ્યારે ચાંદી ૩૭૦ રૂપિયા વધીને ૩૯૮૮૦ રૂપિયા થઈ હતી. દિલ્હીની જ્વેલરી માર્કેટમાં ચાંદી ૫૨૦ રૂપિયા વધીને ૪૧,૨૭૦ રૂપિયા થઈ હતી. દિલ્હીમાં ચાંદીએ ગઈ કાલે ૪૧,૦૦૦ રૂપિયાની સપાટી ઓળંગી હતી. ભારતીય રૂપિયો ડૉલર સામે નબળો પડતાં તેમ જ વર્લ્ડ માર્કેટમાં અમેરિકા-નૉર્થ કોરિયા વચ્ચે ફરી ટેન્શન વધતાં વર્લ્ડ માર્કેટમાં સોનું સુધર્યું હતું અને એની અસર અહીં જોવા મળી હતી.

This e-mail address is being protected from spambots. You need JavaScript enabled to view it

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK