યેન, યુરો અને પાઉન્ડ સામે ડૉલર સુધરતાં સોનું ફરી ઘટ્યુ

ચીનની ઈમ્પોર્ટમાં ધારણા કરતાં વધુ વધારો થતાં ટ્રેડ-સરપ્લસ  ઘટતાં ઇકૉનૉમી નબળી પડવાની ધારણા : ઈરાન સાથે ટ્રેડ કરનારા સામે ઍક્શનની ટ્રમ્પની ધમકીની અસરે પ્રતિસ્પર્ધી કરન્સી ઘટી

gold



બુલિયન બુલેટિન - મયૂર મહેતા

ઈરાન સાથે ટ્રેડ કરનારા દેશો સાથે અમેરિકા સંબંધ તોડી નાખશે તેમ જ ઈરાન સાથે ટ્રેડ કરતી કંપનીઓને અમેરિકામાંથી હાંકી કાઢવાની ટ્રમ્પની નવી ધમકીથી જૅપનીઝ યેન, યુરો અને બ્રિટિશ પાઉન્ડ ઘટ્યા હતા અને ડૉલર મજબૂત બનતાં સોનું ફરી ઘટવા લાગ્યું હતું. વર્લ્ડ માર્કેટમાં સોનું ૧૨૦૦ ડૉલરના તળિયા તરફ આગળ વધી રહ્યું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

ચીનની એક્સર્પોટ જુલાઈમાં ૧૨.૨ ટકા વધી હતી જે જૂનમાં ૧૧.૨ ટકા વધી હતી અને માર્કેટની ધારણા ૧૦ ટકા વધારાની હતી. ચીનની ઈમ્પોર્ટ જુલાઈમાં ૨૭.૩ ટકા વધી હતી જે જૂનમાં ૧૪.૧ ટકા વધી હતી અને માર્કેટની ધારણા ૧૬.૨ ટકા વધારાની હતી. ચીનની ઈમ્પોર્ટમાં જંગી વધારો થતાં ટ્રેડ-સરપ્લસ ઘટીને ૨૮.૦૫ અબજ ડૉલરે પહોંચી હતી જે ગયા વર્ષે આ સમયે ૪૮.૭૦ અબજ ડૉલર હતી. અમેરિકા-ચીન વચ્ચેની ટ્રેડ-સરપ્લસ જુલાઈમાં ઘટીને ૨૮.૦૯ અબજ ડૉલરે પહોંચી હતી જે જૂનમાં ૨૮.૯૭ અબજ ડૉલર હતી. અમેરિકામાં કન્ઝ્યુમર્સ ક્રેડિટ જૂનમાં વધીને ૧૦.૨૧ અબજ ડૉલરે પહોંચી હતી જે અગાઉના મહિને ૨૪.૨૬ અબજ ડૉલર હતી. અમેરિકાનો ઇકૉનૉમિક ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ ઑગસ્ટમાં વધીને સાડાચૌદ વર્ષની ઊંચાઈએ ૫૮ પૉઇન્ટે પહોંચ્યો હતો, જ્યારે આવતા છ મહિનાનું ઇકૉનૉમિક આઉટલુક બતાવતો ઇન્ડેક્સ પણ ૬.૪ ટકા વધીને ૫૬.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો. અમેરિકાનો જૉબ ઓપનિંગ ઇન્ડેક્સ જૂનમાં વધ્યો હતો. ચાઇનીઝ સ્ટિમ્યુલેસ પૅકેજ શરૂ થવાની શક્યતાએ યુઆન સુધરતાં ડૉલર ઘટ્યો હતો અને સોનું મંગળવારે ૦.૪ ટકા સુધર્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

ઈરાન પર આર્થિક પ્રતિબંધ મામલે ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ વધુ આક્રમક બની રહ્યું છે. જે કંપનીઓ ઈરાન સાથે બિઝનેસ કરતી હશે એને અમેરિકામાંથી બહાર ફેંકી દેવાની જાહેરાત ટ્રમ્પે કરી હતી. ઈરાનને ચારેતરફથી ઘેરીને નૉર્થ કોરિયાની જેમ મંત્રણા માટે મજબૂર કરવાની ટ્રિક હાલમાં અપનાવાઈ રહી છે. ટ્રમ્પના એડ્મિનિસ્ટ્રેશન ૨૩ ઑગસ્ટથી ચીનની વધારાની ૧૬ અબજ ડૉલરની ચીજો પર ૨૫ ટકા ઈમ્પોર્ટ ડ્યુટી લગાડવાનો નર્ણિય લીધો હતો. અમેરિકા સાથે અગાઉ કરેલા ટ્રેડ ઍગ્રીમેન્ટને રદ કરવાની કે વધારાની ડ્યુટી લગાડવાની ધમકી આપીને ટ્રમ્પ હાલમાં તમામ દેશો પર દબાણ વધારી રહ્યા છે. અમેરિકાના દબાણને કારણે અનેક દેશોની ઇકૉનૉમી મુશ્કેલીમાં મુકાતાં ડૉલર સ્ટ્રોન્ગ બની રહ્યો છે. ચીને અમેરિકાના ટૅરિફ-આક્રમણને ખાળવા સ્ટિમ્યુલેસ પૅકેજ લાવવાનું શરૂ કરતાં ડૉલર તૂટ્યો હતો. એ જ રીતે અન્ય દેશો પણ આવનારા દિવસોમાં પોતાની કરન્સીને વધુ ઘટતી અટકાવવા પગલાં લેશે જેની અસર ડૉલર પર થશે ત્યારે સોનું સુધરશે. આ દિવસો હવે નજીક દેખાવા લાગ્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK