ચાઇનીઝ સ્ટૉકમાર્કેટની તેજીએ સોનાની મંદીને બ્રેક લગાવી

ચીનમાં ગવર્નમેન્ટ સ્પેન્ડિંગ વધવાની ધારણાએ સ્ટૉકમાર્કેટમાં બે વર્ષનો સૌથી મોટો ઉછાળો નોંધાયો : સોનું વર્લ્ડ માર્કેટમાં ઘટ્યા ભાવથી એક ટકો વધ્યું

gold

બુલિયન બુલેટિન – મયૂર મહેતા

ચાઇનીઝ કરન્સી યુઆનના એકધારા ઘટાડાને ખાળવા ગવર્નમેન્ટે મની સ્પેન્ડિગ વધારતાં ચાઇનીઝ સ્ટૉકમાર્કેટમાં ગઈ કાલે એક જ દિવસમાં ૨.૭ ટકાનો ઉછાળો નોંધાયો હતો જે છેલ્લાં બે વર્ષનો મોટો હતો. એને કારણે ચાઇનીઝ કરન્સી યુઆન સુધરતાં ડૉલર ઘટ્યો હતો. ડૉલર ઘટતાં સોનામાં નવેસરથી નીચા મથાળે લેવાલી નીકળતાં ઘટ્યા ભાવથી એક ટકાનો સુધારો નોંધાઈને વર્લ્ડ માર્કેટમાં સોનું ૧૨૧૫ ડૉલર આસપાસ પહોંચ્યું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

જપાનનો કૅશ અર્નિંગ ગ્રોથ જૂનમાં વધીને ૨૧ વર્ષની ઊંચાઈએ ૩.૬ ટકા વધ્યો હતો જે અગાઉના મહિને ૨.૧ ટકા વધ્યો હતો અને માર્કેટની ધારણા ૧.૭ ટકા વધવાની હતી. ચીનની કરન્ટ અકાઉન્ટ સરપ્લસ સેકન્ડ ક્વૉર્ટરમાં ઘટીને ૫.૮ અબજ ડૉલરે પહોંચી હતી. અમેરિકા-ચીન વચ્ચેના ટ્રેડ-વૉરને કારણે સર્વિસ ડેફિસિટ વધીને ૭૩.૭ અબજ ડૉલરે પહોંચતાં ઓવરઑલ કરન્ટ અકાઉન્ટ સરપ્લસ ઘટી હતી. યુરો ઝોનની સૌથી મોટી ઇકૉનૉમી જર્મનીમાં ઈન્ડ્સ્ટ્રીયલ ઑર્ડર જૂનમાં ચાર ટકા ઘટીને દોઢ વર્ષના તળિયે પહોંચ્યા હતા. બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયાએ લો ઇન્ટરેસ્ટ-રેટ પૉલિસી જાળવી રાખી હતી. બ્રિટિશ પાઉન્ડ ડૉલર સામે ૧૧ મહિનાના તળિયે પહોંચતાં ડૉલરમાં મજબૂતી જળવાયેલી હતી અને સોનું રેન્જબાઉન્ડ રહ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

ડોનલ્ડ ટ્રમ્પે ટર્કી અને અમેરિકા વચ્ચેના ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ વિશે પુન: વિચારણા કરવાની ધમકી આપતાં ટર્કિશ કરન્સી લીરા ફરી ઑલટાઇમ લો સપાટીએ પહોંચ્યો હતો. ટર્કિશ બૅન્કે રિઝર્વ રિક્વાયરમેન્ટ રેશિયો ૪૦ ટકાથી વધારીને ૪૫ ટકા કરવા છતાં લીરાનું મૂલ્ય ઘટતું રોકાયું નહોતું. આ જ રીતે બ્રેક્ઝિટ પ્રોસેસ માટે યુરોપિયન યુનિયન સાથે ટ્રેડ ઍગ્રીમેન્ટ બાબતે બ્રિટનના ટ્રેડ સેક્રેટરીએ ૬૦ ટકા જ શક્યતા બતાવતાં બ્રિટિશ પાઉન્ડ ડૉલર સામે ૧૧ મહિનાના તળિયે પહોંચ્યો હતો. ઓવરઑલ પોઝિશન એવી બની રહી છે કે અમેરિકાના સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ડેટા અને સપ્ટેમ્બરમાં ઇન્ટરેસ્ટ-રેટ વધવાની શક્યતાએ ડૉલરને મજબૂતી મળી રહી છે. ઉપરાંત અમેરિકાની ચીન સહિતના તમામ દેશો સાથેની ટ્રેડ-વૉરને કારણે પણ ડૉલરને મજબૂતી મળી રહી છે. આમ ડૉલરને મજબૂત બનવા માટે બેતરફી લાભ મળી રહ્યા હોવાથી સોનું સતત ઘટી રહ્યું છે. સોનાના પોતાના ફન્ડામેન્ટ્સ પ્રમાણે જોઈએ તો સોનું અત્યારે વધુપડતું ઘટી ગયું હોવાથી જ્યારે પણ ડૉલર સુધરશે ત્યારે સોનામાં ડબલ જમ્પ જોવા મળશે, પણ શૉર્ટ ટર્મ ડૉલરના સુધારાના ચાન્સ સતત નબળા પડી રહ્યા છે.

મ્યાનમાર બૉર્ડર પર ગોલ્ડ સ્મગલિંગનો વધુ એક કિસ્સો પકડાયો

મ્યાનમાર બૉર્ડર પર ગોલ્ડ સ્મગલિંગના કિસ્સામાં એકાએક મોટો વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં મ્યાનમાર બૉર્ડર પર એકાંતરે એક કિસ્સો પકડાઈ રહ્યો છે. ડિરેક્ટર ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સે સિલિગુડીથી આવતી બસમાંથી ત્રણ વ્યક્તિ પાસેથી ૬.૮ કરોડ રૂપિયાનું ૨૩ કિલો સોનું પકડ્યું હતું. સ્મગલરોએ બે ટ્રૉલી બૅગ્સ અને બે જૂનાં લૅપટૉપના કવરમાં ગોલ્ડ કન્સિલ્ડ કર્યું હતું. ત્રણમાંથી એક વ્યક્તિ પાસેથી ૭૨ ગોલ્ડ બિસ્કિટ પકડાયાં હતાં. ત્રણેય સ્મગલરોએ મિઝોરમમાં મ્યાનમાર બૉર્ડર પરથી આ સોનું ભારતમાં લાવ્યાની કબૂલાત કરી હતી. અન્ય એક કિસ્સામાં ૨.૫૮ કરોડની કિંમતનું ૮.૧૪ કિલો સોનું પણ પકડાયું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK