બજારના આશાવાદ વચ્ચે ઇન્શ્યૉરન્સ સેગમેન્ટમાં સંપત્તિસર્જનની તક

ગયા અઠવાડિયે સેન્સેક્સ અને નિફ્ટી અનુક્રમે ૧.૭૦ ટકા અને ૧.૯૦ ટકા વધીને ૩૭,૩૩૭ અને ૧૧,૨૭૮ બંધ રહ્યાં હતાં.

બ્રોકર-કૉર્નર - દેવેન ચોકસી

સપ્તાહના પ્રારંભે જ બે મહત્વપૂર્ણ જાહેરાતો થઈ હતી. એક, હિન્દાલ્કોની અમેરિકામાંની પેટાકંપની નોવેલિસે અલેરિસ નામની કંપની હસ્તગત કરી. ઍલ્યુમિનિયમનું ચક્ર અત્યારે ઉપર જઈ રહ્યું છે એવા સમયે આ ઍક્વિઝિશન થયું એ અગત્યની વાત છે. બે, યુનાઇટેડ ફૉસ્ફરસે ઍરિસ્ટા લાઇફ સાયન્સિસ હસ્તગત કરી. આ ઍક્વિઝિશન પણ યોગ્ય દિશામાં ભરાયેલું પગલું છે. યુનાઇટેડ ફૉસ્ફરસ સંપૂર્ણ કૃષિલક્ષી સૉલ્યુશન્સ ધરાવતી કંપની બની ગઈ છે. એક ભારતીય કંપની માટે આ મોટું સીમાચિહ્ન કહી શકાય. આવા સારા બનાવોની સારી અસર બજાર પર આખું સપ્તાહ જોવા મળી.

વૈશ્વિક અંદાજ

અમેરિકાનું અર્થતંત્ર લગભગ ચાર વર્ષના ગાળાના સૌથી વધુ દરે વૃદ્ધિ પામ્યું છે. વળી બેરોજગારી ૧૮ વર્ષના સૌથી નીચા સ્તરે છે. ઉત્પાદન માટેના ઑર્ડરમાં અને નિકાસમાં વધારો થયો છે. આમ વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં આશાવાદી સ્થિતિ છે.

ક્ષેત્રવાર અંદાજ : ઇન્શ્યૉરન્સ

દેશની વીમા-કંપનીઓનાં પરિણામો પ્રોત્સાહક રહ્યાં હોવાથી આ બિઝનેસમાં રસ જાગે એ સ્વાભાવિક છે. અમારા મતે ઇન્શ્યૉરન્સ બિઝનેસ હાલમાં રોકાણ કરવા જેવો છે. એમ તો અમે ઘણા વખતથી કહેતા આવ્યા છીએ કે આગામી દસ વર્ષ માટે વીમાક્ષેત્ર રોકાણકારોના પોર્ટફોલિયોમાં હોવું જ જોઈએ.

ખાનગી ક્ષેત્રની વીમા-કંપનીઓ આગામી દાયકામાં પચીસ ટકાના સંકલિત વાર્ષિક દરે વૃદ્ધિ પામે તો નવાઈ નહીં. એની અસર માર્કેટ કૅપિટલાઇઝેશન પર થયા વગર રહેશે નહીં. આથી ઇન્શ્યૉરન્સ સેગમેન્ટમાં સંપત્તિસર્જનની તક છે. પ્રોત્સાહક પરિણામો અમારા મંતવ્યને સમર્થન આપનારાં છે.

ભાવિ દિશા

લાર્જ કૅપ કંપનીઓમાં રસ વધી રહ્યો છે. ખાસ કરીને જૂન મહિનાથી અહીં કહેવામાં આવી રહ્યું છે કે લાર્જ કૅપમાં સારા સ્ટૉક્સમાં રોકાણ વધારવા જેવું છે. ગયા અઠવાડિયે સરકારી બૅન્કોની કામગીરી પણ સારી રહી છે. એપ્રિલ-જૂન ક્વૉર્ટરમાં પ્રોવિઝનિંગ ઓછું કરવામાં આવ્યું છે અને કેટલીક બૅન્કોની કામગીરી સારી રહી છે. આથી સરકારી બૅન્કો માટે આશાવાદ નિર્માણ થયો છે.

બજારમાં હવે મૅક્રો-ઇકૉનૉમિક પરિબળોને ધ્યાનમાં લેવામાં આવી રહ્યાં છે. મૅક્રો-ઇકૉનૉમિક પરિબળોની સાનુકૂળ અસર તો છે જ. આમ એકંદરે બજારો વધુ પ્રબળ ધારણા સાથે આગળ વધશે.

એકંદરે પરિણામોની આ મોસમ સારી રહી છે. ટેલિકમ્યુનિકેશન્સ કંપનીઓએ અંદાજ મુજબ નબળી કામગીરી કરી છે. આગામી દિવસોમાં સ્થિતિ વધુ કથળશે.

આ સપ્તાહ માટે માર્કેટની દિશા ઉપર તરફની રહેશે. બજારમાં ચાલનારા લાર્જ કૅપના સ્ટૉક્સ બદલાઈ શકે છે, પણ બજાર જોરમાં રહેશે. પોર્ટફોલિયોમાં ફન્ડામેન્ટલી મજબૂત સ્ટૉક સામેલ કરીને આ તેજીનો લાભ લઈ શકાય.

(લેખક કે. આર. ચોકસી શૅર્સ ઍન્ડ સિક્યૉરિટીઝના મૅનેજિંગ ડિરેક્ટર છે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK