નાણાકીય લક્ષ્યો હાંસલ કરવા માટે મ્યુચ્યુઅલ ફન્ડ કઈ રીતે આદર્શ માધ્યમ છે?

આપણે અગાઉના લેખોમાં અનેક વાર કહ્યું છે કે મ્યુચ્યુઅલ ફન્ડમાં નહીં પણ મ્યુચ્યુઅલ ફન્ડ મારફત રોકાણ થતું હોય છે.

મ્યુચ્યુઅલ ફન્ડનો ફન્ડા - અમિત ત્રિવેદી


જો મ્યુચ્યુઅલ ફન્ડ એક માધ્યમ માત્ર છે તો એની જરૂર શું છે એવો પ્રશ્ન કેટલાક લોકોના મનમાં ઉદ્ભવે છે. શું પોતે જાતે રોકાણ કરીને એનું સંચાલન જાતે ન કરી શકે? આ સવાલનો જવાબ એ છે કે મ્યુચ્યુઅલ ફન્ડ મારફત જ રોકાણ કરવાનું કોઈ બંધન હોતું નથી. એ નિર્ણય તમારી પોતાની મુનસફી પર હોય છે. આમ છતાં જાતે કરેલા રોકાણ અને મ્યુચ્યુઅલ ફન્ડ મારફત થતા રોકાણમાં ઘણો અને અગત્યનો તફાવત હોય છે. રોકાણકારે આ તફાવત સમજી લેવો જરૂરી છે.

આપણે જાણીએ છીએ કે મ્યુચ્યુઅલ ફન્ડની દરેક સ્કીમનો રોકાણનો ઉદ્દેશ અને રોકાણની શૈલી હોય છે. દરેક સ્કીમ ક્યાં અને કેટલું રોકાણ કરશે એ પણ નિશ્ચિત હોય છે. એને ઇન્વેસ્ટમેન્ટ યુનિવર્સ અર્થાત ઍસેટ અલોકેશન એટલે કે અસ્કયામતમાં કરાયેલી ફાળવણી પણ કહેવાય છે.

ઉક્ત ત્રણે બાબતોને રેલવે-ટ્રૅક અને ગતિમર્યાદાની ઉપમા આપી શકાય. રોકાણનો ઉદ્દેશ અને રોકાણની શૈલી એ બન્ને પાટા છે અને ઇન્વેસ્ટમેન્ટ યુનિવર્સ એ ગતિમર્યાદા છે. ટ્રેન જોખમ વગર અને યોગ્ય દિશામાં ચાલે એ માટે જે રીતે રેલવે-ટ્રૅક અને ગતિમર્યાદાની જરૂર હોય છે એ જ રીતે મ્યુચ્યુઅલ ફન્ડ પણ યોગ્ય રીતે ચાલે એ માટે ઉક્ત બાબતો જરૂરી છે.

અહીં મને એક વાત યાદ આવે છે. એક સવારે એક માણસ જૉગિંગ કરવા ગયો હતો. તેને પોતાની આગળ એક વ્યક્તિ જૉગિંગ કરતી દેખાઈ અને તેની આગળ નીકળી જવાનું તેને મન થઈ ગયું. ઝડપથી દોડીને થોડી વારમાં તેણે આગળની વ્યક્તિને પાછળ રાખી દીધી. આગળ નીકળી જવાની લાયમાં તે એ ભૂલી ગયો કે પોતે પોતાના ઘરથી આગળ નીકળી ગયો છે અને હવે તેને ઘરે પહોંચીને ઑફિસ જવા નીકળવા માટે મોડું થઈ જશે. પોતાનું ઘર (પોતાનું નાણાકીય લક્ષ્ય એવું વાંચો) ક્યારે આવે છે એનો વિચાર કરવાને બદલે બીજાની આગળ નીકળી જવાનો પ્રયાસ કરનાર વ્યક્તિએ આવી રીતે છોભીલા પડી જવાનો વારો આવે છે.

રોકાણવિશ્વમાં પણ આવું ઘણું થતું હોય છે. રોકાણકાર કોઈ ઇન્ડેક્સથી કે પોતાના પાડોશીથી વધુ વળતર મેળવવાનો અભરખો રાખે ત્યારે આવું થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો એમ કહી શકાય કે રોકાણકારો પોર્ટફોલિયોમાં રોકાણ કરતા હોવા છતાં પોતાનાં લક્ષ્યો ચૂકી જાય એવું શક્ય છે.

અહીં કોઈ એવી દલીલ કરી શકે છે કે આવું તો મ્યુચ્યુઅલ ફન્ડના મૅનેજર સાથે પણ થઈ શકે છે. મ્યુચ્યુઅલ ફન્ડ સ્કીમ પોતાના ઉદ્દેશને કે ઍસેટની ફાળવણીને વળગી રહેશે એવી કોઈ ગૅરન્ટી હોતી નથી એવું પણ કોઈ કહી શકે છે. હકીકત એ છે કે ફન્ડ-મૅનેજરની સાથે એવું થઈ શકતું નથી એનું કારણ સેબીના નિયમો છે. એ નિયમો મુજબ મ્યુચ્યુઅલ ફન્ડની સ્કીમનો રોકાણનો જે ઉદ્દેશ હોય છે એને બદલી શકાતો નથી. બીજા શબ્દોમાં કહીએ તો એ ઉદ્દેશને પકડી રાખવાનો હોય છે. એ બાબતની તકેદારી રાખવા માટે સેબી ઉપરાંત ફન્ડના ટ્રસ્ટીઓ, કસ્ટોડિયન, અનુપાલન અધિકારી, જોખમ-પ્રબંધકો હોય છે. એટલું જ નહીં, દરેક મ્યુચ્યુઅલ ફન્ડની સ્કીમનો પોર્ટફોલિયો સમયાંતરે જનતાની જાણ માટે જાહેર કરવાનો હોય છે. જો ઉદ્દેશ ચૂકી જવાયો હોય તો તરત ધ્યાનમાં આવી જાય છે.

બસ, તો પછી ચિંતા છોડો અને રિલૅક્સ થઈને મ્યુચ્યુઅલ ફન્ડ મારફત રોકાણ કરીને પોતાનાં નાણાકીય લક્ષ્યો હાંસલ કરો.

(લેખક કર્મયોગ નૉલેજ ઍકૅડેમીના સ્થાપક છે. તેમણે અહીં પોતાનાં અંગત મંતવ્યો રજૂ કર્યાં છે.)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK